સુરત : પિતાની હત્યાનો બદલો લેવા સરપંચના ઘર પર હેન્ડ ગ્રેનેડથી કર્યો હતો હુમલો, 2 શખ્સો ઝડપાયા


Updated: November 22, 2020, 9:53 AM IST
સુરત : પિતાની હત્યાનો બદલો લેવા સરપંચના ઘર પર હેન્ડ ગ્રેનેડથી કર્યો હતો હુમલો, 2 શખ્સો ઝડપાયા
ઓડિશાના બંને આરોપીઓ કારખાનામાં નોકરીએ પણ લાગી ગયા હતા.

આ શખ્સોએ હેન્ડ ગ્રેનેડ ફેંકી સરપંચના ઘર પર બ્લાસ્ટ કર્યો હતો, ફિલ્મો જેવી કહાણીમાં આરોપીઓ અંતે પોલીસના હાથે લાગ્યા

  • Share this:
સુરત : સુરતમાં પોલીસ દ્વારા હેન્ડ ગ્રેનેડ હુમલો કરવાના આરોપમાં બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. આ યુવકો પર સરપંચના ઘર પર હુમલો કરવાનો આરોપ છે. જોકે, ઘટના ફિલ્મી છે પરંતુ ચોંકાવનારી છે. હકીતતમાં આ યુવકોએ હત્યાનો બદલો લેવા માટે સરપંચના ઘર પર ગ્રેનેડ ફેંક્યા હતા જેના બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે.  વતન ઓરિસ્સામાં ખોજાપલ્લી ગામના સરપંચ અને તેના પુત્ર દ્વારા એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. જોકે હત્યા કરનાર ના દીકરા દ્વારા  પરિવારની હત્યા કરવા માટે સરપંચના ઘર પર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો જોકે આ ગુનામાં કુલ 9 લોકો સંડોવાયેલા હતા. જોકે ઓરિસા પોલીસે આ ગુનામાં 3 આરોપી ધરપકડ કરી હતી ત્યારે બે આરોપી ભાગીને સુરત ખાતે આવી ગયા હતા તેને ગતરોજ સુરત પોલીસે ઝડપી પડી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

વતન ઓરિસા ખાતે  ખોજાપલ્લી ગામના સરપચ અને તેના પુત્ર દ્વારા ગામમાં રહેતા   જીતેન્દ્ર સ્વાઇના પિતાની 4 વર્ષ પહેલા હત્યા કરી હતી. જોકે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે  જીતેન્દ્ર સ્વાઇ દ્વારા  સરપંચના ઘર પર હેન્ડ ગ્રેનેડ ફેંકવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો.  24મી ઓકટોબરે સરપંચના પુત્ર રાજેન્દ્ર બિસોઈ અને તેના ભાઈઓ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં તમામે ભેગા મળી રાજેન્દ્ર બિસોઈ અને તેના ભાઈઓને મારી નાખવા તેના ઘર પર હેન્ડ ગ્રેનેડ ફેંકી બ્લાસ્ટ કરી નાસી ગયા હતા.


આ પણ વાંચો :  Video: માનવતા માટે ફિલ્મોની દુનિયા છોડનારી સના ખાને સુરતમાં કર્યા લગ્ન, મુફ્તી અનસ સાથે શરૂ કર્યુ લગ્નજીવન

જોકે આ મામલે ઓડિસા પોલીસે ગુનો નોંધી આ ગુનામાં સંડોવાયેલા 9 આરોપી માના 3 આરોપીની ધરપકડ કરી હતી. જયારે આ ગુનામાં સંડોવાયેલા  કૃષ્ણચંદ્વ ઉર્ફે કૃષ્ણા રઘુ પોલાઈ  પવિત્ર ઉર્ફે બિચિત્ર ડાકા બિસોઈ હુમલા બાદ ભાગીને સુરત ખાતે આવીને કારખાના કામ કરવા લાગ્યા હતા. જોકે આ મામલે પોલીસને જાણકારી મળતા  સરથાણા ડાયમંડ નગર બીઆરટીએસ પાસેથી બંને આરોપીને દબોચી લીધા હતા.

આ પણ વાંચો :  અંકલેશ્વર : પાંચ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ, બાળકીના પિતાએ બળાત્કારીની કરી હત્યાજોકે આરોપી પૂછપરછ કરતા  આ ઘટના પછી બીજા દિવસે પવિત્ર બિસોઈ અને 14મી નવેમ્બરે કૃષ્ણચંદ્વ સુરત આવી ગયો હતો . બંને આરોપીઓનો કબજો એસઓજીએ ઓરિસ્સા પોલીસને સોંપી દીધો છે. અત્યાર સુધીમાં હેન્ડ ગ્રેનેડ ફેંકી હુમલો કરવાના મામલે ઓરિસ્સા પોલીસે 5ની ધરપકડ કરી છે. હજુ 4 આરોપીઓ ફરાર છે, જેમાં હેન્ડ ગ્રેનેડ બનાવનાર પણ સુત્રધાર પણ સામેલ છે.
Published by: Jay Mishra
First published: November 22, 2020, 9:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading