સુરત: પોલીસને ચકમો આપી ફરાર થયેલો દુષ્કર્મનો આરોપી 9 વર્ષે મુંબઈથી ઝડપાયો


Updated: February 20, 2020, 5:30 PM IST
સુરત: પોલીસને ચકમો આપી ફરાર થયેલો દુષ્કર્મનો આરોપી 9 વર્ષે મુંબઈથી ઝડપાયો
પોલીસને ચકમો આપી ફરાર થયેલો દુષ્કર્મનો આરોપી

આરોપી જેલમાં હતો અને તબિયત બગડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો : પોલીસની નજર ચૂકવીને થયો હતો ફરાર

  • Share this:
સુરતના સચિન વિસ્તારમાં 2010માં કિશોરી સાથે દુષ્કર્મના ગુનામાં જેલમાં રહેલ આરોપી સારવાર માટે સિવિલ ખાતે આવ્યા બાદ પોલીસની નજર ચૂકવીને ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે 9 વર્ષ બાદ આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં અનેક ગુનાના આરોપી છેલ્લા લાંબા સમયથી પોલીસ પકડથી સતત ભાગતા રહે છે, ત્યારે આવા આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા ખાસ એક ટીમની રચના કરવામાં આવી છે જે આવા આરોપીને શોધીને ઝડપી પાડતી હોય છે, ત્યારે પોલીસે દુષ્કર્મ ગુનાના આરોપીને 9 વર્ષે આખરે ઝડપી પાડ્યો છે. આરોપી મુંબઈ ખાતે રહે છે તેવી વિગત મળતા પોલીસે આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010માં સુરતના સાચુંયન ખાતે રહેતો અને મજૂરી કામ કરતો નરેદ્ર કૈશલ નામનો આરોપી તેના વિસ્તારમાં રહેતી એક કિશોરીને લગનની લાલચ આપીને ભગાડી ગયો હતો. જોકે પોલીસ આ યુવાને 10 દિવસમાં શોધી લાવી હતી, તેણે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને જેલમાં મોકલી આપ્યો હતો.

આરોપી નરેદ્રએ 14ફેબ્રુઆરી 2011ના રોજ પોતાને કમરમાં દુખાવો થયાની ફરિયાદ કરતા જેલમાંથી પોલીસ સાથે તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. તારીખ 19 ફેબ્રુઆરીના રોજ સવારે પોલીસની નજર ચૂકવીને પોલીસ જાપતામાંથી તે ભાગી છૂટ્યો હતો. આ મામલે નરેદ્ર સામે ખટોદરા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, આરોપી છેલ્લા 9 વર્ષથી પોલીસ પકડથી નાસતો-ફરતો હતો. બાતમી મળતા પોલીસે આરોપીને મુંબઈના વિરાર ખાતેથી ઝડપી પાડ્યો છે, અને તેને સુરત ખાતે લાવીને તેના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published: February 20, 2020, 5:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading