સુરત બાળકી દુષ્કર્મ કેસઃ પોર્ન જોયા બાદ નરાધમે ગુજાર્યો હતો બળાત્કાર

News18 Gujarati
Updated: October 23, 2018, 4:57 PM IST
સુરત બાળકી દુષ્કર્મ કેસઃ પોર્ન જોયા બાદ નરાધમે ગુજાર્યો હતો બળાત્કાર
લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવાના ગુનામાં તારીખ 15 ઓક્ટોબરથી નાસી છૂટેલો અનિલ સુરેન્દ્ર યાદવ સુરતથી મારુતિવાન મારફતે પાલેજ પહોંચ્યો

લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવાના ગુનામાં તારીખ 15 ઓક્ટોબરથી નાસી છૂટેલો અનિલ સુરેન્દ્ર યાદવ સુરતથી મારુતિવાન મારફતે પાલેજ પહોંચ્યો

  • Share this:
સુરતઃ સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરનારા અનિલ યાદવે પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત કરી છે, જેમાં તેણે જણાવ્યું કે મુજબ તારીખ 14મીની રાત્રે પોતાના રૂમમાં મોબાઇલ પર અશ્લિલ વીડિયો જોતો હતો બરોબર એ જ સમયે બાળકી તેના રૂમમાં આવી ને તેની વાસનાનો કીડો સળવળ્યો, પરિણામના કોઇ પણ જાતના ભય વગર તેણે આ અધમ કૃત્ય કરી નાખ્યું. બાળકી મોટા મોટા અવાજે રડવા લાગી. જેથી તેના અવાજને રુંધવા માટે બાળકીનું મોઢું બંધ કર્યું તો શ્વાસ રુંધાવાના કારણે તેનું મોત થયું.

અહીં ક્લિક કરી વાંચો Paytmમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત?

લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવાના ગુનામાં તા. 15 ઓક્ટોબરથી નાસી છૂટેલો અનિલ સુરેન્દ્ર યાદવ સુરતથી મારુતિવાન મારફતે પાલેજ પહોંચ્યો હતો. ત્યાંથી ટ્રેન મારફતે દિલ્હી થઈ બિહારના બક્સર સુધી પહોંચ્યો હતો. આ અંગેની માહિતી આપવા માટે પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકારો સાથેની વાતચિતમાં કહ્યુ હતું કે અનિલ યાદવે પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે તે તેના મોબાઇલમાં અશ્લિલ વીડિયો જોતો હતો તે વખતે જ બાળકી તેના ઘરમાં આવી ને તેણે આ અધમ કૃત્ય કર્યું હતું.

પોલીસે સમાન્ય લોકો બાળકોની સુરક્ષામાં ભાગીદાર બની શકે તે માટે નંબરો જારી કર્યા છે. કોઈ જગ્યાએ કોઈ નાનુ બાળક કોઈ શંકાસ્પદ વ્યકિત સાથે કોઈ અવાવરૂં જગ્યાએ જોવા મળે તો 100, 2241301, 2241302, 2241303 ઉપરાંત વોટસએપ નંબર 9081991100 જાણ કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો ફટાકડા પર સુપ્રીમ કોર્ટનાં નિર્ણયની 10 મહત્વપૂર્ણ વાતો

અનિલ યાદવને સ્મીમેર હોસ્પિટલમા લવાયો હતો. જ્યાં દોઢ કલાક સુધી જુદા જુદા પરિક્ષણોની સાથે 7 જેટલા સેમ્પલો લેવાયા હતા. તબીહ સમક્ષ નરાધમે નીવ્દન આપ્યું હતું કે પોતે બાળકીની હત્યા કર્યા બાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો તેમજ ત્યાર બાદ લાશને કોથળામાં પેક કરી કબાટ પર મૂકીને નાસી છુટયો હતો.
First published: October 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading