Home /News /south-gujarat /

સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો: 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો, દુષ્કર્મ આચરી તરછોડી દીધી

સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો: 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો, દુષ્કર્મ આચરી તરછોડી દીધી

સુરતમાં સગીરા સાથે રેપ કેસ

સુરત (Surat) - આરોપી યુવકે યુવતીના ગામનો વતની હોવા સાથે તેને ત્યાં જમવા આવતો હતો, જેને લઇને આ બંને વચ્ચ પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે શરૂઆતમાં યુવતી ભાગવા માટે તૈયાર ન થતા આરોપીએ, જો તું નહીં આવે તો હું મરી જઈશ, તેવું જણાવી સગીરાના (underage girl rape) ભોળપણનો ફાયદો ઉઠાવી ભગાડી ગયો

વધુ જુઓ ...
સુરત : શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીની કાપોદ્રા પોલીસે (Kapodra Police) ધરપકડ કરી હતી. સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધતા પોલીસે પોસ્કો એક્ટ હેઠળ બળાત્કાર (Rape) નો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

સુરતમાં સતત કિશોરીઓની સાથે લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ દુષ્કર્મ અને ફરિયાદો પોલીસ મથકે આવી રહી છે, ત્યારે આવી જ એક ઘટનામાં સુરત પોલીસને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક સગીર વયની બાળકીને લગ્નની લાલચ આપી, ગત 29 માર્ચના રોજ યુવતીને બુધા ભાઈ માલુ ભાઈ ગોહિલ નામનો ઈસમ 17 વર્ષીય સગીરા ને ભગાડી ગયો હતો.

આરોપી યુવકે યુવતીના ગામનો વતની હોવા સાથે તેને ત્યાં જમવા આવતો હતો, જેને લઇને આ બંને વચ્ચ પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે શરૂઆતમાં યુવતી ભાગવા માટે તૈયાર ન થતા આરોપીએ, જો તું નહીં આવે તો હું મરી જઈશ, તેવું જણાવી સગીરાના ભોળપણનો ફાયદો ઉઠાવી ભગાડી ગયો હતો, ત્યારબાદ સગીરા સાથે નવસારી અને લાખણકા લઈ જઈ અલગ અલગ એકથી વધુ વખત સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.

મહત્વની વાત એ છે કે, આ યુવકે યુવતીને સાથે દુષ્કર્મ આચર્યા બાદ તરછોડી દેતા યુવતી પોતાના ઘરે આવી પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના પરિવારને કહેતા પરિવારે યુવકને યુવતી સાથે લગ્ન કરવા પણ જણાવ્યું હતું. જો કે યુવકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દેતા આખરે પરિવાર દ્વારા આરોપી વિરુદ્ધ પોલીસે પોસ્કો એક્ટ હેઠળ બળાત્કાર તેમજ અપહરણની ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. પોલીસે શરીર સંબંધ બાંધ્યો તે સમયના સગીરાના કપડાં તેમજ જગ્યાનું પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:kiran mehta
First published:

Tags: Surat Crime, Surat Crime Latest News, Surat crime news, Surat Rape, Surat Rape case

આગામી સમાચાર