સુરતઃ નકલી નોટના કેસમાં 17 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, કેવી રીતે નોટો છપાતો એ અંગે ખોલ્યું રાજ


Updated: October 30, 2020, 10:21 PM IST
સુરતઃ નકલી નોટના કેસમાં 17 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, કેવી રીતે નોટો છપાતો એ અંગે ખોલ્યું રાજ
પકડાયેલા આરોપીની તસવીર

તેની પુછપરછમાં રાજ્યના અલગ અલગ શહેરમાં નકલી નોટ આ પહેલા પણ પકડાઈ ચૂક્યો હોવાની કબૂલાત કરી છે.

  • Share this:
સુરત: શહેરમાં 2003માં નકલી નોટ (fake note) સાથે એક આરોપ પકડાયા બાદ તેની પૂછપરછમાં અન્ય એક આરોપીનું નામ સામે આવ્યું હતું. જોકે આ આરોપી છેલ્લા 17 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. જોકે આરોપીને રાજકોટમાં (Rajkot) પકડાયા બાદ તેની પુછપરછમાં રાજ્યના અલગ અલગ શહેરમાં નકલી નોટ આ પહેલા પણ પકડાઈ ચૂક્યો હોવાની કબૂલાત કરી છે. જોકે આરોપી કલર ઝેરોક્ષ પિન્ટર નોટો છાપતો હોવાની કબૂલાત કરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતની અઠવા પોલીસે 2003માં વરછનાં ખાતે રહેતા ભીખાભાઈ ઉર્ફે ભરતભાઈ ગણેશભાઈ રાણપરીયા 100 રૂપિયાના દરની ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટો 2,00,000 રૂપિયાની કિંમત સાથે પકડેલો હતો. જે પકડાયેલ જોકે આ નોટ તેને રાજકોટના હસમુખભાઈ ઉમીયાશંકર જોષી આપી હતી.

જોકે પહેલા પણ  60,000 રૂપિયાની ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટો આપેલી હતી. જોકે જેને લઈએં પોલીસે આરોપી પાકી પાડવા માટે એક ટીમ રાજકોટ જતા આરોપી હસમુખ જોષી રાજકોટ ખાતેથી ભાગી જુનાગઢ રહેવા જતો રહેલ હતો.

આ પણ વાંચોઃ-વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયેલા સુરતના ઉદ્યોગતપતિ દંપતીને કોર્ટે જેલ ભેગા કર્યા, કઢીવાલા કપલેએ કેવી કરી હતી દલીલ?

આજે પોલીસે બાતમીના આધારે આરોપી ની રાજકોટ ઝડપી પાડવામાં સફળતા મળી છે. જોકે સુરતના ગુનામાં 17 વર્ષની વોન્ટેડ આરોપી પકડાયા બાદ તેની પૂછપરછ કરતા આરોપી તે રાજકોટથી ભાગીને જૂનાગઢ ગયો હતો. ત્યાં  2005માં બનાવટી ચલણી નોટો સાથે પકડાઈ ગયેલી હોવાની જાણકારી પોલીસને આપી હતી.

આ પણ વાંચોઃ-શું તમે કેવડિયા ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો અહીં જાણી લો આખા કેવડિયા ફરવાનો કેટલો થશે ખર્ચઆ પણ વાંચોઃ-Lockdownમાં બેકાર બનેલા હિરાઘસુઓનું કારસ્તાન, દમણ-દીવના સાંસદના નામે કરી કર્યું લાખોનું ઉઘરાણું

જોકે ભૂતકાળમાં  2001માં ભાવનગર ખાતે બનાવટી ચલણી નોટો સાથે પકડાયેલ છે. તે ચોટીલા જિ.સુરેન્દ્ર નગર ખાતે પણ બનાવટી ચલણી નોટો સાથે પકડાયેલો છે.  આરોપી જૂનાગઢ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રૂ .18,000ની બનાવટી ચલણી નોટો સાથે પકડાયેલો અને તેમા તેને દસ વર્ષની સજા થયેલ અને તે સજા પુરી કરી તે તા.16-4-2015ના રોજ રાજકોટ જેલમાંથી મુક્ત થયો હતો.જોકે આરોપી વલસાડ સીટીના ટાઉન પોલીસ સ્ટેશનના દહેજના ગુનામાં પણ વોન્ટેડ હોવાની વાત કરી છે તે ઉપરાંત તે નકલી નોટ ઉચ્ચ ગુણવતાવાળા ઝેરોક્ષ કોપીયર મશીન દ્વારા કલર ઝેરોક્ષ કરી બનાવટી ભારતીય ચલણી નોટો બનાવતો હતો. તેવી કબૂલાત કરતા પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.
Published by: ankit patel
First published: October 30, 2020, 9:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading