Home /News /south-gujarat /

સુરત : ગુજરાત-રાજસ્થાનમાં 2 લાખ લોકોને છેતરી 391 કરોડની ઉચાપત કરનાર ઠગ ઝડપાયો

સુરત : ગુજરાત-રાજસ્થાનમાં 2 લાખ લોકોને છેતરી 391 કરોડની ઉચાપત કરનાર ઠગ ઝડપાયો

સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા આરોપી અને ભારતીય ચલણની પ્રતિકાત્મક તસવીર

કો-ઓપરેટીવ સોસાયટી બનાવી 1,93, 821 લોકો પાસે આજદિન સુધીમાં રૂપિયા રોકાણ કરાવામાં આવ્યુ હતું. 2019 માં ઉચાપત કરતા ફરિયાદ પણ નોંધાઈ હતી

સુરત : ગુજરાત તથા રાજસ્થાન રાજ્યમાં નવજીવન ક્રેડીટ કો.ઓં. સોસાયટી લીમીટેડ નામની કો ઓપરેટીવ સોસાયટી શરુ કરી લાખો લોકોના કરોડો રૂપિયા બેન્ક દરથી વધુ વ્યાજ આપવાની લાલચ આપીને રોકરણ કરાવીઅલગ અલગ  228 શાખાઓ ખોલી 391 કરોડની ઉચાપત કરનાર એક આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાત સાથે રાજસ્થાન ના અલગ અલગ જિલ્લા માં લોકો ને બેન્ક કરતા વધુ વ્યાજ આપવાનું કહીને કરોડો રૂપિયાનું રોકાણ  સાથે છેતરપિંડી અને વિશ્વાસ ઘાત કરી આરોપી ઉચાપત કરી ને ભાગી છૂટિયાં હતા ત્યારે આ કો ઓપરેટીવ કંપની ના ભાગેડુ હોદેદાર માનો એક  હોદેદાર સુરત ખાતે છે તેવી હકીકત મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને ઝડપી પાડવામાં આવીયો હતો જોકે તેની ધરપકડ બા દ તેની પૂછપરછ કરતા તેને પોતાનું નામ સંતોષ ભગવાનદસ જોશીનેઅને નવજીવન કંપની માં સલાહકાર હતો અને મૂળ રાજસ્થાનબાડમેર નો વાતની હોવાની વિગત પોલીસને આપી હતી.

નવજીવન કો.ઓપરેટીવ સોસાયટી લીમીટેડ ની સ્થાપના વર્ષ 2009માં કરવામાં આવી હતી જેની મુખ્ય ઓફીસ રાજસ્થાનના બાડમેર રોડ પર હતી અને ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદમાં 258 જેટલી પેટા બ્રાન્ચો હતી જે સોસાયટીના એમ.ડી.ગીરધરસિંગ સોઢા, ચીફ જનરલ મેનેજર જોગેન્દરસિંગ રાઠોડ સીનીયર જનરલ મેનેજર દિનેશ શર્માઅને ચીફ એકાઉન્ડ પરષોત્તમ જાંગીડ હતા જોકે પોતે આ કંપની માં 2010 માં જોઈન થયા બાદ લોકો ને બેન્ક કરતા વધુ વ્યાજ આપવાની લાલચ આપીને 1,93, 821 લોકો પાસે આજદિન સુધીમાં રૂપિયા રોકાણ કરાવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો :  સુરત : 'જો હે વો નિકાલ, દે વરના ઠોક દુંગા', પિસ્તોલ બતાવી કપલને લૂંટનાર ઝડપાયો

વર્ષ 2019માં સોસાયટી ખોટમાં જતા થાપણદારોના કરોડો રૂપિયાની ઉચાપત કરી ફરાર થઇ ગયા હતા જોકે 391 કરોડની ઉચાપત મામલે રાજસ્થાન ના જયપુર ગુજરાત રાજકોટમાં સીઆઇડી ક્રાઇમ માં અને રાજસ્થન ના અલગ અલગ જિલ્લા ફરિયાદ નોંધાઈ હતી ત્યારે આરોપી ની પોલીસે ધરપકડ કરી અને રાજસ્થન સાથે રાજકોટ સીઆઇડી ક્રાઇમ પોલીસ ને જાણકારી આપી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: ગુનો, દક્ષિણ ગુજરાત, સુરત

આગામી સમાચાર