સુરત : 'મારો મૃતદેહ પત્નીને આપવો નહીં,' અંતિમ ચિઠ્ઠી લખી યુવકે ટ્રેન નીચે પડતું મૂક્યું

સુરત : 'મારો મૃતદેહ પત્નીને આપવો નહીં,' અંતિમ ચિઠ્ઠી લખી યુવકે ટ્રેન નીચે પડતું મૂક્યું
વ્હાલસોયા દીકરાના મોતને પગલે આક્રંદ માતાની હાલત ગંભીર

રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! નંદનવન રેલવે બ્રિજ નીચે જતા હેમંતનો મૃતદેહ બે ભાગમાં કપાયેલી હાલતમાં મળી આવ્યો

  • Share this:
સુરતના (Surat) પાંડેસરા રહેતો એન  અકાઉન્ટન્ટ (Accountant) તરીકે કામ કરતા યુવાને આજે પારિવારિક ઝગડાને લઈને હેરાન પરેશાન આ યુવાને આપઘાત કરવાનું વિચારીને ટ્રેન નીચે પડતું મૂક્યું (suicide) હતું જોકે આ યુવાન ખીસામાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી તેમાં બહેન ન નંબર સાથે તેનો મૃતદેહ તેની પત્નીને આપવો નહિ હોવાનું લખવામાં આવ્યુ હતું. જોકે આ ઘટના પગલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે પરિવારના યુવાનના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરત માં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે વધુ એક અગતની ઘટના સમયે આવી છે. જેમાં સુરતના ડિંડોલી  વિસ્તારમાં લક્ષ્મી નારાયણ વિભાગ-1 માં રહેતો અને હીરા  ઉદ્યોગમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હેમંત  નવીનચન્દ્ર પટેલ ના પરિવારમાં પત્ની સાથે બે બાળકો અને માતા સાથે બહેન પણ સાથે રહે છે હેમતના લગન ના 13 વર્ષ થઈ ગયા છે.સુસાઇડ નોટમાં પત્નીને મૃતદેહ ન આપવાનો ઉલ્લેખ કર્યો


આ પણ વાંચો : સુરત : કરૂણ ઘટના! કાપડના વેપારીએ તાપી કિનારે કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં લખ્યું કારણ

પણ છેલ્લા કેટલાક સમાંથી પરિવરમાં ઝઘડા ચલતા હતા જેને લઈને હેમંત સતત માનસિક તણાવમાં રહેતો હતો. જોકે આ પારિવારિક ઝઘડાને લઈને કંટાળીને હેમંત ગતરોજ રાત્રે ઘરેથી નીકળ્યો હતો. પર્સ, ઘડિયાળ, મોબાઈલ અને બાઇક પણ ઘરે જ છોડીને ગયો હતો. રાત્રે સાડાબાર વાગ્યે પોલીસ સ્ટેશનમાંથી મૃતકની બહેનના મોબાઈલ નંબર પર ફોન આવતાં કંઈ અનહોની થઈ હોવાના સંકેત મળ્યા હતા.

જોકે હેમંતના સમાચાર મળતાની સાથે પરિવાર તાત્કાલિક  પોલીસ સ્ટેશન બાદ નંદનવન રેલવે બ્રિજ નીચે જતા હેમંતનો મૃતદેહ બે ભાગમાં કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટમાં બહેનનો નંબર લખેલો હોવાથી પોલીસ પરિવાર સુધી પહોંચી હતી.

આ પણ વાંચો : સુરત : SMCની લાલિયાવાડીના લીધે વરાછાના યુવકનું અકસ્માતમાં મોત, ઘટના CCTVમાં કેદ

જોકે સુસાઇટ નોટમાં  મારો મૃતદેહ મારી પત્નીને આપવો નહીં ઉલ્લેખ કરાયો હતો જોકે પોલીસે આ  વધુ તપાસ શરુ  કરી છે પરિવારના યુવાન  પુત્ર ન મોત ના પગલે પરિવારમાં શોક નું મોજું ફળી વળ્યું હતું
Published by:Jay Mishra
First published:March 09, 2021, 16:24 pm