Home /News /south-gujarat /

Surat Murder case: સુરતની સેવન સ્ટાર હોટલના મેનેજરની હત્યા કરનાર આરોપી CSKના ખેલાડીઓને જોવા આવ્યો હતો

Surat Murder case: સુરતની સેવન સ્ટાર હોટલના મેનેજરની હત્યા કરનાર આરોપી CSKના ખેલાડીઓને જોવા આવ્યો હતો

હત્યા માટે આવેલા મિત્ર નીતિનને લેવા વિરેન્દ્ર ગયો હતો અને મિત્ર તરીકે ઓળખ આપી એન્ટ્રી કરાવી હતી.

Surat Crime News: હોટલમાં કર્મચારીઓ માટેનો એન્ટ્રી ગેટ અલગ છે. હત્યા માટે આવેલા મિત્ર નીતિનને લેવા વિરેન્દ્ર ગયો હતો અને મિત્ર તરીકે ઓળખ આપી એન્ટ્રી કરાવી હતી. જો કે વિરેન્દ્રએ રજિસ્ટરમાં નીતિનનું નામ પણ ખોટું લખાવ્યું હતું. જોકે આ મિત્ર સાથે સુરત આવેલા ચેન્નઈ સુપરકિંગના ખેલાડીઓને હોટલમાં જોવા નીતિન (રહે. મૂળ બિહાર) આવ્યો હતો.

વધુ જુઓ ...
સુરત (Surat Crime) ના ડુમસ રોડ પર આવેલી સેવન સ્ટાર હોટલ (Seven star hotel)માં હત્યા (Murder)ની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. હોટલના એકાઉન્ટ મેનેજર બપોરે 23 લાખ રૂપિયા લઈ બેકમાંમાં જતા હતા, તે સમયે અચાનક તેઓ ગુમ થઈ ગયા હતા. તેની જાણ હોટેલના સંચાલકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આ મામલે પોલીસે આવીને તપાસ કરતાં મેનેજરની સ્ટોરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જો કે પોલીસ તપાસ દરમ્યાન હોટલના કર્મચારીની સંડોવણી બહાર આવતાં પોલીસે સ્ટોર મેનેજર ધરપકડ કરી છે. જોકે પોતાના મિત્રને સાથે રાખીને આ ગુનાને અંજામ આપ્યો હોવાની કરી કબૂલાત આરોપીએ કરી છે અને પોલીસે લૂંટના રૂપિયા અને આરોપી મિત્રની શોધખોળ શરૂ કરી છે.

સુરતના ડુમસ રોડ ઉપર આવેલી સેવન સ્ટાર TGB Hotel નું તાજેતરમાં જ નામ ઓરેન્જ મેગા સ્ટ્રક્ચર એલ.એલ.પી. હોટલમાં એકાઉન્ટ વિભાગમાં મેનેજર તરીકે  છેલ્લા સાત વર્ષથી કામ કરતા મૂળ ઓરિસ્સાના વતની એવા જીવંત રાવત પોતાની પાસે રહેતા 23 લાખ રૂપિયા લઈને બેંકમાં ભરવા જવા નીકળ્યા હતા. બાદ અચાનક તેમનો મોબાઈલ સ્વીચ ઓફ થઇ ગયો હતો. જોકે તેમનો ફોન ના લાગતા હોટલમાં કામ કરતાં કર્મચારીઓને શંકા જતાં તેઓના દ્વારા સુરતની ડુમસ પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો- ગુજરાત યુનિવર્સિટીમાં Phd કૌભાંડ?: અનેક લોકો બોગસ ડીગ્રી સાથે નોકરી કરતા હોવાનો ઘટસ્ફોટ

આ મામલે ડુમસ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારે તપાસ દરમિયાન એક કર્મચારીના બુટ પરથી લોહીના ડાઘા મળી આવ્યા હતા. જેને લઈને પોલીસને શંકા ગઈ હતી કે પૈસાને લઇને તેમની હત્યા કરવામાં આવી હોય. જે બાદ પોલીસે કડકાઇથી તપાસ શરૂ કરતાં હોટલમાં કામ કરતો અને સ્ટોર કીપર મેનેજર વીરેન ઉર્ફે વાહીદ સૈની પોલીસે અટકાયત કરી પૂછપરછ શરૂ કરતાં આરોપી હત્યારો વિરેન્દ્ર ઉર્ફે વાહિદ નરેશ સૈની જીવનની હત્યા કરી કપડા ચેન્જ કર્યા હતા. ત્યાર બાદ ફરી કપડા બદલવા ઘરે ગયો હતો.

આ પણ વાંચો- Surat News: ડુમસ ગેંગરેપ મામલે ચુકાદો આપતા કોર્ટે કહ્યું-નિર્ભયા કાયદો તમારા જેવા લોકો માટે જ બનાવાયો છે

હોટલમાં કર્મચારીઓ માટેનો એન્ટ્રી ગેટ અલગ છે. હત્યા માટે આવેલા મિત્ર નીતિનને લેવા વિરેન્દ્ર ગયો હતો અને મિત્ર તરીકે ઓળખ આપી એન્ટ્રી કરાવી હતી. જો કે વિરેન્દ્રએ રજિસ્ટરમાં નીતિનનું નામ પણ ખોટું લખાવ્યું હતું. જોકે આ મિત્ર સાથે સુરત આવેલા ચેન્નઈ સુપરકિંગના ખેલાડીઓને હોટલમાં જોવા નીતિન (રહે. મૂળ બિહાર) આવ્યો હતો. ત્યારે વિરેન્દ્ર સાથે દોસ્તી થઈ હતી. છેલ્લા 4 દિવસથી નીતિન વિરેન્દ્રના ઘરે જ રહેતો હતો અને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

ઘટનાને અંજામ આપતાં પહેલા હત્યારા વીરેને જીવન સાથે ભોજન લીધું હોવાની ચર્ચા છે. જીવન સાથે 5 વર્ષથી એક જ સ્થળે નોકરી કરવાને લીધે વીરેન તેની ગતિવિધિથી વાકેફ હતો. બહારથી અન્ય મિત્રને બોલાવી જમ્યા બાદ વિરેન્દ્રએ હત્યા કરી હતી. આવી કબૂલાત પગલે પોલીસે આરોપી પાસેથી લૂંટના 4.25 લાખ કબજે કર્યા છે અને તેના મિત્ર નિતન પાસે બાકીના રૂપિયા હોવાને લઇને લૂંટના રૂપિયા સાથે નીતિની શોધખોળ અલગ-અલગ ટીમ બનાવી શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Murder case, Surat crime Surat News, Surat news, Surat police, સુરત પોલીસ

આગામી સમાચાર