સુરતઃ બાળકીના જન્મ બાદ મહિલાનું મોત, ડૉક્ટરોની બેદરકારીનો આક્ષેપ


Updated: January 9, 2020, 5:09 PM IST
સુરતઃ બાળકીના જન્મ બાદ મહિલાનું મોત, ડૉક્ટરોની બેદરકારીનો આક્ષેપ
પ્રતિકાત્મક તસવીર

અમલસાડની સરકારી હોસ્પિટલમાં ગણદેવીના કછોલી ગામના ડુંગરી ફળિયામાં રહેતી પ્રિયંકા ધર્મેશ હળપતિની સગાઇ કરી હતી. અને તે પોતાના મંગેતર સાથે છેલ્લા બે વર્ષથી રહેતી હતી.

  • Share this:
સુરતઃ ગણદેવીના કછોલીમાં લગ્ન વગર માત્ર સગાઇ થયા બાદ છેલ્લા બે વર્ષથી મંગેતર સાથે રહેતી હતી. દરમિયાન મહિલાએ (woman) અમલસાડની સરકારી હોસ્પિટલમાં (Government hospital) બાળકીને જન્મ આપ્યા બાદ બ્લિડિંગ શરૂ થયા બાદ સારવાર અર્થે સુરત લાવવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મહિલાના મોત મામલે અમલસાડ હોસ્પિટલના ડોકટરોની (Doctors) બેદરકારીને કારણે મોત નીપજ્યું હોવાનો આરોપ લગાવ્યો છે.

અમલસાડની સરકારી હોસ્પિટલમાં ગણદેવીના કછોલી ગામના ડુંગરી ફળિયામાં રહેતી પ્રિયંકા ધર્મેશ હળપતિની સગાઇ કરી હતી. અને તે પોતાના મંગેતર સાથે છેલ્લા બે વર્ષથી રહેતી હતી. અને આ બે વર્ષ દરમિયાન મહિલા ગર્ભવતી થઇ હતી. અને મહિલાને બુધવારના રોજ પ્રસુતિની પીડા ઉપાડતા તેને અમલસાડની સરકારી હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. જ્યાં તેને બાળકીને જન્મ આપ્યો હતો. જોકે તબીબોએ દવા આપી રવાના કરી દીધા હતા.

આ પણ વાંચોઃ-પતંગ રસિયાઓ માટે સારા સમાચાર: ઉત્તરાયણના દિવસે આવી રહેશે પવનની સ્થિતિ

આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. કે તેઓ સિઝેરીયન ડિલિવરી માટે સંમત હતા. પરંતુ પણ એમ ન કરતાં બુધવારે ફરી પ્રસુતિની પીડા ઉપડતાં પ્રયિંકાને અમલસાડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં બે કલાક બાદ પ્રસુતિ થઈ અને ત્યારબાદ બ્લડીંગ શરૂ થઈ જતાં ગંભીર હાલતમાં પ્રિયંકાને તાત્કાલિક નવસારી અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ facebook પર સંપર્કમાં આવ્યા યુવક-યુવતી, પ્રેમલગ્ન કરવા યુવતીને ભારે પડ્યા

આ પણ વાંચોઃ-સુરત : LPG સિલિન્ડર ભરેલા ટ્રક અને બસ ચાલકની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળીસુરત સિવિલમાં (surat civil) સર્જરી પણ કરાઈ હતી. મહિલાના મોત મામલે અમલસાડ હોસ્પિટલના ડોકટરોની બેદરકારીને કારણે મોત નીપજ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે પરિવારના આક્ષેપ બાદ પોલીસે મૃતકના પીએમથી લઈને મોતનું કારણ જાણવા સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે.
First published: January 9, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading