સુરત : 'અકસ્માત થયેલો વ્યક્તિ પોણો કલાકથી બેભાન છે બીજી 108નું સેટિંગ કરી ન શકો,' ઑડિયો ક્લિપ Viral

સુરત : 'અકસ્માત થયેલો વ્યક્તિ પોણો કલાકથી બેભાન છે બીજી 108નું સેટિંગ કરી ન શકો,' ઑડિયો ક્લિપ Viral
પ્રતિકાત્મક તસવીર

લસકાણામાં એક વાહન અકસ્માત થયો હતો ત્યારે સ્થાનિકોએ 108માં કૉલ કર્યો હતો. આ કૉલ કરનાર વ્યક્તિની 108ની પ્રતિનિધિ મહિલા સાથેની વાતચીત સોશિયલ મીડિયામાં (0108 Viral Audio Clip વાઇરલ થઈ

  • Share this:
સુરત : સુરતમાં (Surat coronavirus) કોરોના મહામહારીના કારણે ઠેરઠેર દર્દીઓની કતારો લાગી છે. એટલામાં અધૂરામાંપૂરું સામાન્ય સંજોગોની ઇમર્જન્સી પણ વધી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે તાજેરમાં જ એક વાઇરલ ઑડિયોક્લિપમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 108 વ્યસ્તતાના કારણે 45 મિનિટ સુધી બેભાન પડલે અકસ્માત પીડિતને લેવા માટે જઈ શકી નહોતી. લસકાણામાં એક વાહન અકસ્માત થયો હતો ત્યારે સ્થાનિકોએ 108માં કૉલ કર્યો હતો. આ કૉલ કરનાર વ્યક્તિની 108ની પ્રતિનિધિ મહિલા સાથેની વાતચીત સોશિયલ મીડિયામાં (0108 Viral Audio Clip વાઇરલ થઈ છે. જોકે, આ ક્લિપમાં કોઈ અજુગતું નથી પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે રોડ પર 45 મિનિચ સુધી બેભાન પડેલા વ્યક્તિની સારવાર માટે 108 ન આવી શકતી હોય તો તેને ઇર્જન્સી સેવા કહેવરાવાનો કોઈ હક્ક નથી તેવી લોક ચર્ચા છે.

જોકે, સુરતમાં કૂદકે અને ભૂસકે વધી રહેલા કોરોનાના કેસના કારણે 108ની સુવિધાને માઠી અસર પહોંચી છે. દર્દીઓને દાખલ કરવા માટે 108ની વ્યસ્તતા વધી છે પરંતુ 108ની આવી તે કેવી સેવા કે 45 મિનિચ સુધી બેભાન થયેલા વ્યક્તિને સારવાર માટે અન્ય એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન કરાવી શકે.



સુરત : ભયાનક સ્થિતિ! સ્મશાનમાં 6-8 કલાકનું વેઇટિંગ,જ્યાં જુઓ ત્યાં મૃતદેહની કતારો



જોકે, આ તમામ વાતો વાઇરલ ઑડિયોક્લિપનો ભાગ છે અને હાલમાં તો સંજીવની સમાન 108 પર ગંભીર આરોપો લાગ્યા છે ત્યારે આ સ્થિતિ સુરતની કોરોનાની ગંભીર દશાનું પણ ઉદાહરણ આપે છે.

આ પણ વાંચો : સુરત : જીવતો વીજતાર તૂટી મહિલાના ગળે વીંટળાઈ ગયો, પતિ-બાળકોની નજર સામે કરૂણ મોત

માટે લોકોએ આ સમયમાં ચેતી જવાની જરૂર છે.  આજે સુરત આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકોને કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરી છે ત્યારે સુરતીઓએ હવે કામ વગર નીકળવું ન જોઈએ. જોકે, 108નું કામ ઇમર્જન્સીમાં સારવાર આપવાનું છે ત્યારે આ સારવાર આપવા માટે જો સંજીવની સમાન એમ્બ્યુલન્સ જ ન પહોંચી શકતી હોય તો સમજવું કે સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
Published by:Jay Mishra
First published:April 06, 2021, 18:58 pm

ટૉપ ન્યૂઝ