સુરત અકસ્માત VIDEO : નબીરા કાર ચાલકે બાળકીને અડફેટે લીધી, વિચલીત અકસ્માત CCTVમાં કેદ
સુરત અકસ્માત VIDEO : નબીરા કાર ચાલકે બાળકીને અડફેટે લીધી, વિચલીત અકસ્માત CCTVમાં કેદ
સુરત અકસ્માત
કાર ચાલક કાર ઘટનાસ્થળે જ મૂકીને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો. આ ઘટના બનતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને ગાયત્રીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા
સુરત : વેસુ વિસ્તાર (Vesu Area)માં કાર ચાલકે બાળકને કચડી નાખવાની ઘટના હજુ તાજી જ છે. ત્યારે વધુ એક બાળકીને કાર ચાલકે અડફેટે લીધી હતી. અને આ ઘટના બની છે સુરત (Surat)નાં સીંગણપોર (Singnapor) વિસ્તારમાં. જેમાં સાઈડમાં આવતી કારે અડફેટે લેતા તે ઈજાગ્રસ્ત થઇ હતી. જેને લઈને તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે આ સમગ્ર ઘટના CCTV કેમેરા (Accident CCTV Video)માં કેદ થઇ હતી.
સુરતની એક ચોંકાવનારી અકસ્માત (Surat Accident) ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરત સીંગણપોર ચાર રસ્તા નજીક સાઈડમાં આવતી એક કારે 6 વર્ષની બાળકીને અડફેટમાં લીધી હતી. બાળકી દુકાનેથી નાસ્તો લઈને પરત ફરી રહી હતી ત્યારે કાર ચાલકે તેના પર ગાડી ચડાવી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ બાળકીના પિતા જીતુ રાઠોડને ત્રણ સંતાન છે. જેમાં આ ઘટનાનો ભોગ બનેલી દીકરીનું નામ ગાયત્રી છે. આ બાળકી માતાને ઘરમાં કામ કરવા માટે આર્થિક રીતે મદદરૂપ થતી હતી. ઉપરાંત બાળકીના પિતા જીતુભાઈ ખેતીમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે ગાયત્રી ઘરની નજીક દુકાન પર ગાંઠિયા લઈને પરત ફરતી હતી ત્યારે સિંગણપોર ચાર રસ્તા નજીક સાઈડમાં આવતી એક કારે માસૂમ બાળકીને અડફેટમાં લીધી હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ કાર ચાલકે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
નોંધ - અકસ્માતનો વિચલીત વીડિયો
સુરત અકસ્માત VIDEO : નબીરા કાર ચાલકે બાળકીને અડફેટે લીધી, કરૂણ અકસ્માત CCTVમાં કેદ pic.twitter.com/G3iUD1O7JE
જો કે આ ઘટના ત્રણ દિવસ પહેલાની છે. ઉપરાંત કાર ચાલક કાર ઘટનાસ્થળે જ મૂકીને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો. આ ઘટના બનતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને ગાયત્રીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સુરતના વેસુ વિસ્તારમાં ૩ વર્ષનાં બાળકને સોસાયટીમાં જ એક કાર ચાલકે અડફેટે લીધો હતો. અને બાળક મોતને ભેટ્યો હતો. ઘટનાના ૧૩ દિવસ બાદ આરોપી ઝડપાયો હતો. જો કે આ ઘટના બની તેના આજે ચાર દિવસ થઈ ગયા છે પરંતુ હજુ પણ કારચાલક પોલીસની પકડમાં આવ્યો નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર