બનાસકાંઠા: શિહોરી-પાટણ રોડ ગમખ્વાર અકસ્માતમાં દંપતીનું કરૂણ મોત, બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો


Updated: September 29, 2020, 9:40 PM IST
બનાસકાંઠા: શિહોરી-પાટણ રોડ ગમખ્વાર અકસ્માતમાં દંપતીનું કરૂણ મોત, બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો
બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત - દંપતીનું મોત

બનાસકાંઠા જીલ્લાની અંદર છેલ્લા એક જ અઠવાડિયામાં 6 જેટલા અકસ્માતો થયા છે, અને આ અકસ્માતમાં 10થી વધુ લોકોના મોત થયા છે.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : કોરોનાવાયરસના પગલે લોકડાઉનને પગલે છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ અનલોક બાદ છૂટછાટની સાથે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ફરી સતત વધી રહી છે. તમાં પણ બનાસકાંઠા જિલ્લામાં તો એક જ અઠવાડીયામાં અકસ્માતની 10 ઘટનાઓ સામે આવી છે, આવી જ વધુ એક રોડ અકસ્માતની ઘટના શિહોરી-પાટણ હાઈવે પર સામે આવી છે જેમાં એક દંપતીનું મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક હદે વધારો થયો છે અને આજે પણ કાંકરેજ તાલુકાના શિહોરી પાટણ હાઈવે પર બાઇક અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઉંબરી ગામના રહેવાસી પંકજસિંહ વાઘેલા અને તેમની પત્ની લલિબા વાઘેલા બાઈક લઈને શિહોરી પાટણ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અચાનક પુરપાટ ઝડપે આવી રહેલ ટેન્કરની અડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને બાઈક સવાર દંપતી પરથી ટેન્કરનું ટાયર ફરી વળતાં બંનેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. બનાવને પગલે આજુબાજુના લોકો અને શિહોરી પોલીસ પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી. બંને મૃતકો લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી શિહોરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસા બાદ મોટાભાગના રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે. તથા વાહન ચાલકની નજીવી બેદરકારીના કારણે બનાસકાંઠા જીલ્લાની અંદર છેલ્લા એક જ અઠવાડિયામાં 6 જેટલા અકસ્માતો થયા છે, અને આ અકસ્માતમાં 10થી વધુ લોકોના મોત થયા છે.
Published by: kiran mehta
First published: September 29, 2020, 9:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading