સુરત : ઉધના મામલતદાર કચેરીમાં તલાટી 2000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો


Updated: January 30, 2020, 10:14 AM IST
સુરત : ઉધના મામલતદાર કચેરીમાં તલાટી 2000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો
લાંચ લેતા ઝડપાયેલ તલાટી

તલાટી તરીકે ફરજ બજાવતા યોગેશ રૂપાભાઇ વાટુકીયા પાસે ફરીયાદી પેઢીનામું કરવા આવ્યો હતો

  • Share this:
સુરત ACBને વધુ એક સફળતા મળી છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી ઉધના મામલતદાર કચેરી ખાતે વારસાઈ પેઢીનામું બનાવવા આવેલા ફરિયાદી પાસેથી રૂપિયા બે હજારની લાંચ માંગી હતી. જોકે ફરીયાદીએ ACBને ફરિયાદ કરતા આજે છટકું ગોઠવીને ACBએ લાંચીયા તલાટીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી લાંચ લેતા કોઈને કોઈ સરકારી કર્મચારી ACBના હાથે ઝડપાઈ રહ્યા છે, ત્યારે આજે વધુ એક સરકારી બાબુ એસીબીના હાથે લાંચ લેતા ઝડપાતા સરકારી કચેરીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આજે અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી ઉધના મામલતદાર કચેરી ખાતે લાંચ લેતા અન્ય કોઈ નહિ પણ તલાટીને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે.

તલાટી તરીકે ફરજ બજાવતા યોગેશ રૂપાભાઇ વાટુકીયા પાસે ફરીયાદી તેની વારસાઈમાં પેઢીનામું કરવા આવ્યો હતો. આ કાયદેસરનું કામ હોવા છતાંય, લાંચીયા તલાટી દ્વારા ફરિયાદી પાસે રૂપિયા બે હજારની લાંચ માંગવામાં આવી હતી. આખરે આ મામલે ફરિયાદીએ કાયદેસરનું કામ હોવા છતાંય લાંચ માંગતા સરકારી કર્મચારી યોગેશભાઈને સબક શિખવાડવાનો નિર્ણય લીધો, અને તલાટીની ફરજ બજાવતા ખોટી રીતે રૂપિયાની માંગણી કરતા તેમણે આ મામલે એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી.

એસીબીએ ફરિયાદીની ફરિયાદના આધારે છટકું ગોઠવી દીધુ. અને ફરિયાદી પાસેથી તલાટીએ જેવા લાંચના પૈસા વસુલ્યા તેવી જ રેડ કરી તલાટી યોગેશભાઈને રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ એસબી વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
First published: January 29, 2020, 6:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading