સુરતમાં ગેરકાયદેસર બાંધકામ તો[વાને લઈને રૂપિયાઈ માંગણી કરવામાં અન્ય કોઈ નહીં પણ લોકોએ ચૂંટેલા કોર્પોરેટર સતત વિવાદોમાં આવે છે, ત્યારે આવી જ રીતે ગેરકાયદેસર બાંધકામ તોડવાની ધમકી આપી રૂપિયા 15 હજાર માંગી પોતાના વચેટિયાને રૂપિયા લેવા મોકલનાર કોગ્રેસના વધુ એક કોર્પોરેટરનો મળતિયો એસીબીના હાથે રંગેહાથ ઝડપાયો છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા ફરીયાદીના મિત્રના મકાનનું બાંધકામ ચાલતુ હતું. જે બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાવી બાંધકામ કરવુ હોય તો વ્યવહાર કરવો પડશે અને વ્યવહાર નહીં કરો તો સુરત મહાનગર પાલિકા દ્વારા ડિમોલેશન કરાવી દઇશુ તેવું આ વિસ્તારના કોગ્રેસ કોર્પોરેટર સતીશ પટેલ અને તેનો સાગરિક અભીરાજ ઉર્ફે અભી દેવરજન ધમકી આપતા હતા, અને રૂપિયા 20 હજારની માંગણી કરતા હતા.
જોકે આખરે રૂપિયા 15 હજારમાં આ વાત ફાઇનલ કરી, જોકે, ફરિયાદી આ મામલે રૂપિયા ન આપવા પડે તે માટે તેણે સુરત એસીબીનો સંપર્ક કર્યો અને આ મામલે ફરિયાદ આપી હતી, જેને લઇને ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી દ્વારા એક છટકું ગોઠવામાં આવ્યુ હતું.
છટકા દરમિયાન અભીરાજ ઉર્ફે અભી દેવરજને ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરી, લાંચની રકમની માંગણી કરી, અને સ્વિકારી એકબીજાની મદદગારી કરી લાંચ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી સતિષ પટેલ ટ્રેપની કાર્યવાહી દરમ્યાન મળી આવેલ નથી.
ઉલ્લેખનીય છે કે, સુરત કોર્પોરેટર બાંધકામને લઇને એસીબીની ટ્રેપ પકડાયા હોવાની આ પહેલી ઘટના નથી, સતત આવી રીતે કોંગ્રેસના અનેક કોર્પોરેટર બાંધકામને લઇને અગાઉ પણ રૂપિયા માંગતા એસીબીના હાથે ઝડપાયા છે, આ સિવાય ભાજપના કોર્પોરેટર પણ ઝડપાયેલા છે.