સુરત : હીરાના કારખાનામાં 'મનુષ્યવધ', AC સર્વિસમેનનાં મોતના મામલે ચારની ધરપકડ


Updated: July 8, 2020, 1:05 PM IST
સુરત : હીરાના કારખાનામાં 'મનુષ્યવધ', AC સર્વિસમેનનાં મોતના મામલે ચારની ધરપકડ
પોલીસે ફરિયાદમાં તપાસના આધારે કારખનાના માલિક અને બિલ્ડર સહિત ચારની ધરપકડ કરી છે.

મૂળ અમરેલીના ખાંભાનો વતલી વિપૂલ આંબલીયા AC રિપેર કરવા ગયો હતો પરંતુ તેણે સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય કે તે કાળનો કોળિયો બની જશે.

  • Share this:
સુરતના (Surat) વરાછા (Varacha) વિસ્તારમાં એ.સી.સર્વિસ કરતી વેળા ટેકનિશિયનનું (AC Technician died of electricity shock)  કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ઘટનામાં પોલીસે (Police) કારખાનાનામાલિક (Diamond factory owner)  બિલ્ડર (Builder) અને અને ઇલેક્ટ્રીશિયન (Electrician) સામે ગુનો દાખલ કરી ચારેયની (Arrested four) ધરપકડ કરી છે. ડાયરેક્ટ પાવર સપ્લાય કરાતા ગ્રીલ પર કરંટ પ્રસર્યો હતો તેને લીધે એ.સી. સર્વિસમેનનું મોત થયું હતું. ઇલેક્ટ્રીકલ ઇન્સ્પેકટરના રિપોર્ટ બાદ પોલીસે કાર્યવાહી કરી છે.

મૂળ અમરેલીના ખાંભાના ભૂડવી ગામનો વતની અને સુરતમાં વેડરોડ ધ્વતારક સોસાયટી ઘર નં.બી/82 માં રહેતો 23 વર્ષીય વિપુલ ગોરધનભાઈ આંબલીયા ગત 21 જુનની સાંજે અન્ય ત્રણ સહકર્મચારી સાથે વરાછા સેન્ટ્રલ બજાર મોલની પાછલ અલ્પેશ જેમ્સ નામના હીરાના કારખાનામાં એ.સી. સર્વિસ કરવા ગયો હતો.

આ પણ વાંચો : સુરત : વરાછામાં BJPના કોર્પોરેટર વઘાસિયા પર ફાયરિંગ, બાઇક પર આવેલા શખ્સોએ પીઠ પર ગોળી મારી

વિપુલ ભોંયતળીયે બહારના ભાગે કામ કરતો હતો ત્યારે તેનો હાથ લોખંડની ગ્રીલ સાથે અડી જતા કંરટ લાગતા મોત થયું હતુ. વરાછા પોલીસે બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે અલ્પેશ જેમ્સની પાછળ તાપ્તી જવેલ્સનું બાંધકામ ચાલતુ હતું અને તેમાં બાંધકામ માટે લેવામા આવેલા પાવર સપ્લાયનો ઈલેકટ્રીકનો કેબલ વાયર કપાઈને અલ્પેશ જેમ્સની ગ્રીલને અડેલો હતો.

આ કેબલ વાયરનું કનેક્શન ટોરેન્ટ પાવરના મીટરમાંથી અમ.સી.બી ને બાયપાસ કરી કરવામાં આવ્યું હોવાથી વાયર કપાઈ જવા છતાં પાવર સપ્લાય ચાલુ હતો અને તે વાયર અલ્પેશ જેમ્સના મકાનની ગ્રીલને અડેલો હોવાથી કરંટ વિપુલને લાગ્યો હતો.વરાછા પોલીસે આ અંગે ઈલેકટ્રીક ઈન્સ્પેકટરનો અભિપ્રાય પણ માંગ્યો હતો અને તેમણે રિપોર્ટમાં પોલીસ તપાસમાં મળેલી હકીકતને સમર્થન આપતા છેવટે પોલીસે વિપુલના મોટાભાઈ મેહુલ આંબલીયાની ફરિયાદના આધારે ગતરોજ તાપ્તી જવેલ્સના માલિક કમ બિલ્ડર જયેશ ધીરુભાઈ કોઠીયા, જયેશ રસીકભાઈ રાજાણી, હરેશ ભનુભાઈ આલગીયા, નિલેશ બાબુભાઈ કાછઠીયા અને ઈલેકટ્રીશનય કેતનભાઈ વિરુદ્ધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.આ પણ વાંચો :  સુરત : 24 કલાકમાં વધુ 245 વ્યકિતને Corona ચોટ્યોં, 7 દર્દીનાં મોત, કુલ કેસનો આંકડો 7000ને પાર

પોલીસે આજરોજ ચાર માલિક પૈકી ત્રણ જયેશ કોઠીયા, જયેશ રાજાણી, નિલેશ કાછડીયા અને ઇલેકટ્રીશ્યન કેતનભાઈની ધરપકડ કરી છે. જયારે ચોથા માલિક હરેશ આલગીયા કોરોનાના લક્ષણોને પગલે કોરન્ટાઇન હોય બાદમાં ધરપકડ કરશે. વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે જોકે આ ઘટન બિલ્ડર ની પણ ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે
Published by: Jay Mishra
First published: July 8, 2020, 1:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading