Home /News /south-gujarat /

Surat New Civil Hospital: સિવિલમાં સુવિધાની 'હવા' નીકળી ગઇ, બાળ દદીઓ માટે ઘરેથી પંખો લાવવો પડયો

Surat New Civil Hospital: સિવિલમાં સુવિધાની 'હવા' નીકળી ગઇ, બાળ દદીઓ માટે ઘરેથી પંખો લાવવો પડયો

નવી સિવિલ હોસ્પિટલના ચોથા માળે બાળકોનાં વોર્ડમાં વિવિધ તકલીફ ધરાવતા બાળકોને સારવાર આપવામાં આવે છે.

Surat News: કાળઝાળ ગરમીમાં બાળ દદીઓને રાહત મળે અને તકલીફ દૂર થાય તે માટે બંને પીઆઇસીયુમાં ચાર-પાંચ દિવસ પહેલા બે નવા એ.સી નાંખવામાં આવ્યા હતા. જેમાં એક પીઆઇસીયુમાં એ.સી ત્રણ દિવસ પહેલા બંધ થઈ ગયું હતું. જેના લીધે પીઆઈસીયુમાં સારવાર લેતા દર્દીની હાલત કફોડી થઇ ગઈ છે.

વધુ જુઓ ...
સુરત (Surat)માં ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઇ છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital)ના બાળકોના વોર્ડ (Child Patient)માં પીઆઇસીયુમાં એ.સી બંધ થઈ ગયા છે. તેથી દર્દીના સગાસબંધીને ઘરેથી પંખો લાવવાની નોબત આવી છે. જ્યારે કોઇ પેપર કે ફાઇલને વિંઝણો બનાવી દર્દીને હવા નાંખી રહ્યા છે. બાળકોના વોર્ડમાં પણ 7 થી 8 પંખા પણ બંધ હાલતમાં છે.

નવી સિવિલ હોસ્પિટલના ચોથા માળે બાળકોનાં વોર્ડમાં વિવિધ તકલીફ ધરાવતા બાળકોને સારવાર આપવામાં આવે છે. જેમાં ગંભીર હાલતના બાળકોને ચારચાર બેડના 2 પીઆઇસીયુમાં સારવાર આપવામાં આવે છે. કાળઝાળ ગરમીમાં બાળ દદીઓને રાહત મળે અને તકલીફ દૂર થાય તે માટે બંને પીઆઇસીયુમાં ચાર-પાંચ દિવસ પહેલા બે નવા એ.સી નાંખવામાં આવ્યા હતા. જેમાં એક પીઆઇસીયુમાં એ.સી ત્રણ દિવસ પહેલા બંધ થઈ ગયું હતું. જેના લીધે પીઆઈસીયુમાં સારવાર લેતા દર્દીની હાલત કફોડી થઇ ગઈ છે.



વોર્ડના સ્ટાફે આ અગે પીઆઇયુના ઈલેકટ્રીક વિભાગને જાણ કરી છે પણ આજ સવાર સુધી બંધ એ.સી ચાલુ ન થતા ફરી વોર્ડના સ્ટાફ લેખિતમાં ફરિયાદ કરી હતી. આ ઉપરાંત બોળકોના વોર્ડમાં 7 થી 8 પંખા પણ ઘણા સમયથી બંધ થઇ ગયા છે. જેથી પંખા રિપેરીંગ કરવા કે નવા નાંખવા તે અંગે વોર્ડના સ્ટાફે ફરિયાદ કરી હતી પણ આ અંગે ગંભીરતા દાખવતા નથી. બીજીતરફ પીઆઇસીયુમાં એ.સી બંધ હોવાથી ગરમીમાં રાહત મળે તે માટે દદીના સબંધી પોતાના ઘરેથી ટેબલ પંખો લાવીને બાળકને હવા આપી રહ્યા છે. જ્યારે અન્ય દદીના સબંધી ત્યાં સારવાર લેતા બાળકને ગરમી ના લાગે તે માટે પેપર કે ફાઇલનો વિંઝણો બનાવીને હવા આપી રહ્યા છે. અધતન સિવિલના દાવા હેઠળ દર્દીઓને પડતી હાલાકી સિવિલની સાચી છબી ધરે છે. પીઆઇસીયુમાં એ.સી બંધ હોવાથી બાળકની હાલત ગંભીર થઇ શકે.

આ પણ વાંચો- સુરતની સેવન સ્ટાર હોટલના મેનેજરની હત્યા કરનાર આરોપી CSKના ખેલાડીઓને જોવા આવ્યો હતો

સિવિલના બાળકોના વોર્ડમાં PICU માં વેન્ટિલેટર  મુકવામાં આવેલા છે. જોકે ત્યાં એ.સી બંધ હોવાથી વેન્ટિલેટરનું કોમ્પ્રેસર ગરમ થતું હોય છે. જેથી ત્યાં ગરમીનું પ્રમાણ વધતુ હોય છે. અને આ ગરમીના કારણે દાખલ બાળકોને તકલીફ થાય છે. જેના કારણે બાળકની હાલત ગંભીર થવાની પણ શક્યતા છે. સારવાર લેતા બાળકો અને મહત્વના સાધનો માટે એ.સી ખુબ જરૂરી હોવાન સુત્રોએ જણાવ્યું હતું.
Published by:rakesh parmar
First published:

Tags: Civil Hospital news, New civil hospital, Surat new civil hospital, Surat news

આગામી સમાચાર