સુરત : ઉધનામાં વેપારી સાથે 63 લાખની છેતરપિંડી; સચિનમાં એક મકાનને નિશાન બનાવતા તસ્કરો

News18 Gujarati
Updated: July 6, 2020, 6:02 PM IST
સુરત : ઉધનામાં વેપારી સાથે 63 લાખની છેતરપિંડી; સચિનમાં એક મકાનને નિશાન બનાવતા તસ્કરો
પ્રતિકાત્મક તસવીર

ચૌહાણ બંધુ સહિત અલગ અલગ આઠ વેપારીઓએ સાર્ટિન લેસનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ ન કરીને છેતરપિંડી આચરી.

  • Share this:
સુરત : ભાઠેના શિવશંભુ ઈન્ડસ્ટ્રીઝમાં ગીરીરાજ ક્રિએશનના નામે ખાતુ ધરાવતા માલિક પાસેથી અલગ અલગ આઠ જેટલા વેપારીઓએ કુલ રૂ. 62.74 લાખનો સાર્ટિન લેસનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહીં આપીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોધાઈ છે. બીજી તરફ અનલોક 2.0 દરમિયાન રાત્રી કર્ફ્યૂમાં સુરતમાં તસ્કરોને મજા પડી હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે.

ઉધના પોલીસના જણાવ્યા મુજબ સરથાણા યોગીચોક વાસ્તુ રેસિડેન્સીમાં રહેતા મૂળ જુનાગઢના વીસાવદરના દલસુખ સમજુ પાનસુરીયા ભાઠેના શિવશંભુ ઈન્ડસ્ટ્રીઝમાં ગીરીરાજ ક્રિએશનના નામે ખાતુ ધરાવે છે. દલસુખભાઈ પાસેથી જુલાઈ 2018માં પુણાગામ સીતારામ સોસાયટીમાં શ્રી આશાપુરી ફેન્સી લેસના નામે ધંધો કરતા ચંદન દિપસિંહ ચૌહાણ, નરપતસિંહ ચૌહાણે રૂ. 14.58 લાખનો, પુણાગામ ક્રિએશન પ્લાઝામાં ગુરુકુર્પા ક્રિએશનના માલિક કિશોર શંકરસિંહ ચૌહાણે રૂ. 4.72 લાખનો, બોમ્બે માર્કેટ ક્રિએશન પ્લાઝામાં શ્રી કુપા એન્ટરપ્રાઈઝના પ્રોપાઈટર મહેન્દ્રસિંહ પહાડસિંહ ચૌહાણ, ચેતનસિંહ હેમજી ઉમટ, વિક્રમ પહાડસિંહ ચૌહાણે રૂ. 24.12 લાખથી વધુ , બોમ્બે માર્કેટ અનુપમ પ્લાઝામાં ગણપત પહાડસિંહ ચૌહાણ અને મહેન્દ્રસિંહ હેમજી ઉમટે શ્રી કુપા લેસના નામે રૂપિયા રૂ. 19.29 લાખથી વધુનો માલ મળી કુલ રૂ. 62.72 લાખનો સાર્ટિન લેસનોનો માલ ખરીદ્યો હતો.

આ પણ વાંચો : આનંદો : સુરતમાં કડક નિયમો સાથે 10મી જુલાઇથી હીરા ઉદ્યોગ ફરીથી શરૂ થશે

આ માલ બદલ નક્કી કરેલા સમય મર્યાદામાં પેમેન્ટ નહીં ચુકવતા દલસુખભાઈ અવારનવાર ઉઘરાણી કરવા છતાંયે પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરી હતી. પોલીસે દલસુખ પાનસુરીયાની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સુરતમાં લૉકડાઉન વચ્ચે તસ્કરોને પડી મજા

કોરોના વાઇરસ વચ્ચે તસ્કરોને જાણે શહેરમાં મજા પડી ગઈ હોય તેવું લાગી રહ્યં છે. સાંજ થતાની સાથે પોલીસ લોકોને કર્યૂફ્યૂનું પાલન કરાવવા લાગે છે. આ જ સમયે તસ્કરો કળા કરવા નીકળી પડતા હોય છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલા ઉન ગામ ખાતે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી. 

વીડિયોમાં જુઓ : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

સચિન વિસ્તારમાં આવેલા ઉન ગામના તળાવ નજીક જલારામ સોસાયટીમાં રહેતા અને ઘર નજીક સિલાઇ મશીનનું કામ કરી ગુજરાન ચલાવતા મન્સુર મોહમદ ઇસ્માઇલ ઇદ્રીશીગત રાત્રે જમ્યા બાદ ઉંઘી ગયા હતા. રાત્રે 2.30 કલાકે ઘરમાં કંઇક અવાજ આવતા મન્સુરભાઇ જાગી ગયા હતા અને તેમણે બે યુવાનને બે થેલા લઇ બહાર જતા જોયા હતા. જેથી તેમણે બૂમ પાડી હતી. જે બાદમાં બંને યુવાનો ઘરનો મેઇન દરવાજો બહારથી બંધ કરીને ભાગી ગયા હતા. ત્યાર બાદ મન્સુરે લાઇટ ચાલુ કરીને જોતા ઘરમાંથી ટીવી, બે મોબાઇલ ફોન, એટીએમ કાર્ડ વિગેરે મળી કુલ રૂ. 64 હજારની મત્તા ગાયબ હતી. ચોરી કરવા આવેલા નજીકના સીસીટીવીમાં કેદ થઇ જવા પામીયા હતા.
Published by: Vinod Zankhaliya
First published: July 6, 2020, 6:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading