સુરત: માનસિક અસ્થિર મહિલાને માતા બનાવી પુરુષ ભાગી ગયો અને......

News18 Gujarati
Updated: June 5, 2019, 12:07 PM IST
સુરત: માનસિક અસ્થિર મહિલાને માતા બનાવી પુરુષ ભાગી ગયો અને......
પ્રતિકાત્મક તસવીર

અભયમની ટીમે મહિલાને તેના કાકાને સમજાવી તેની સંભાળ રાખવા કહ્યું, કાકા માની ગયા.

  • Share this:
સુરત: સુરત શહેરમાંથી એક ત્રાહિત વ્યક્તિએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે, એક મહિલા પોતાના નાના બાળકો સાથે સલાબતપુરા વિસ્તારમાં ફરે છે તેને મદદ કરવા અપીલ કરી હતી. જેથી ઉમરા મહિલા પોલીસ સ્ટેશન સ્થિત રેસ્કયુ વાને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને મહિલાને મળી તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેણીએ તેના કાકાનું સરનામું આપતા રેસ્ક્યુ ટીમ તેના કાકાને સમજાવી મહિલાને આશરો આપવામાં સફળતા મેળવી હતી.

બનાવની વિગત એવી છે કે, રેણુકા નામની મહિલા ઉંમર અંદાજે ૩૨ વર્ષની છે. તેના માતાપિતા નાનપણમાં મૃત્યુ પામ્યા હતા જેથી કાકા સાથે રહેતી હતી. રેણુકાને માનસિક બીમારી હોવાથી બે વર્ષ પહેલા કોઈ યુવક તેની સાથે લઈ ગયો હતો અને પોતાની સાથે પત્નીની જેમ રાખતો હતો. આ સંબંધોથી તેણીને એક પુત્રીનો જન્મ થયો હતો જે પુરુષ સાથે રહેતી હતી તે પુત્રીના જન્મ બાદ ત્યાંથી ભાગી નીકળ્યો હતો તે પરત આવ્યો ન્હોતો.

જેથી તે પોતાની પુત્રીને લઈ કાકાના ઘરે પાછી ફરી હતી. તેના કાકા પણ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે થોડી આનાકાની કરી ભત્રીજી અને તેની પુત્રી પ્રત્યે દયા રાખી તેને ઘરમાં રાખી હતી. આજે પુત્રી અઢી વર્ષની છે. ત્યારબાદ રેણુકા કોઈ બીજા પુરુષના સંપર્કમાં આવી હતી અને પુરુષ સાથે પોતાની પુત્રીને કાકા પાસે મૂકીને ઘરેથી નીકળી ગઈ હતી. આ પુરુષનું નામ કે તેઓ તેનું કોઈ પરિચય પણ ન હતો પુરુષે પણ તેની સાથે પત્ની જેવો વ્યવહાર કર્યો અને થોડા સમયમાં રેણુકા બીજી પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મ બાદ આ પુરુષ પણ રેણુકાને એકલી મૂકી ત્યાંથી નાશી ગયો હતો. આમ તેમ ભટકીને ગુજરાત ચલાવતી હતી. લોકો જે જમવાનું આપે તે જમી લેતી.

પ્રખર ગરમીમાં તેની પુત્રી સાથે ભટકતી જોઈ અજાણ્યા વ્યકિતએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી સ્ત્રીને મદદ કરવા અનુરોધ કર્યો હતો.

ટીમે તેના કાકાને શોધી કાઢ્યા હતા અને રેણુકા ને તેમની સાથે રાખવા વિનંતી કરી હતી પરંતુ તેના કાકાએ જણાવ્યું કે, આ અગાઉ પણ રેણુકા આવું કર્યું હતું ત્યારે મેં તેને માફ કર્યું હતું પણ મારી પણ ઉંમર થઈ છે હું પણ મજૂરી કરી ગુજરાન ચલાવું છું.

અગાઉની પુત્રીની પણ સંભાળ રાખું છું. ઘણી સમજાવટ બાદ રેણુકાને આશ્રય આપ્યો હતો. અભયમની ટીમે રેણુકાને સમજાવી કે, અજાણી વ્યક્તિ સાથે બહાર જવું નહી આમ ઘણી સમજાવટ બાદ કાકાએ રેણુકાને પોતાની સાથે રાખવા સંમતિ આપી હતી.
First published: June 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading