Surat News: છેલ્લા ત્રણ દિવસથી સુરત આપ પાર્ટી (Aam Adami Party) તિરંગા યાત્રા કાઢવાનું આયોજન કરે છે પણ પોલીસ પરમિશન (Police permission) ન આપતી હોવાથી તિરંગા યાત્રાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો હતો.
સુરતઃ પંજાબમાં (Punjab) આપણી ભવ્ય જીતને પગલે સુરતમાં (surat) મામલો રણે ચડ્યો છે. કારણકે છેલ્લા ત્રણ દિવસથી સુરત આપ પાર્ટી (Aam Adami Party) તિરંગા યાત્રા કાઢવાનું આયોજન કરે છે પણ પોલીસ પરમિશન (Police permission) ન આપતી હોવાથી તિરંગા યાત્રાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો હતો. જોકે મોડી રાત્રે મોટી સંખ્યામાં આપ કાર્યકરોએ લીંબાયત પોલીસ મથક માથે લીધું હતું.
સ્થાનિક પોલીસ ઇન્સ્પેકટરને મળવા માત્ર પહોંચ્યા હતા ત્યારે પરમિશન આપવાની ના તો પાડી હતી પણ તિરંગા યાત્રાની પરમિશનની જગ્યા છે માર ખાવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ આપ દવારા કરવામાં આવ્યા છે આપને પરમિશન ન મળતા ભાજપ સામે પણ પ્રહારો કર્યા છે.
અને ભાજપના ઇશારે પોલીસ કામ લરતી હોવાની વાત કરી છે. વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કરતા કહ્યું હતું તિરંગા યાત્રાની પરમિશન માટે 35 જેટલા કાર્યકરો લીંબાયત પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે પોલીસ દ્વારા કાર્યકરો પર લાઠી વરસાવી હિવાના આક્ષેપ કર્યા છે એટલું નહિ પણ ભાજપ ના ઈશારે પોલીસ કામગીરી કરી રહી છે એટલા માટે પરમિશન આપતા નથી વધુ માં કહ્યું હતું આવી પોલીસ નીં કામગીરી ને પગલે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
જો કે થોડા દિવસ પહેલા પણ આ જ પ્રકારની તિરંગા યાત્રાની પરમિશન લેવા જતા પોલીસ સાથે માથાકૂટ થઇ હતી જે પ્રકારે આ પાર્ટીના 50થી ભાજપ ગભરાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને આપના કાર્યકર્તાઓને કોઈપણ જાતની રાજકીય પરમિશન આપવામાં દેવામાં આવતી નથી તેવા આક્ષેપો પણ આ પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા.
ત્યારે જોવાનું રહ્યું છે કે આગામી દિવસમાં આ પાર્ટી કયા કયા વિસ્તારમાં આ જ પ્રકારે તિરંગા યાત્રાનું આયોજન કરી રહી છે અને ત્યાં તેમને પરમિશન ભાજપના ઇશારે આપવામાં નહીં આવે તેવા ઉપર તેમને લાગી રહ્યું છે.