Home /News /south-gujarat /

Surat News: ભાજપ સામે કોંગ્રેસ બાદ AAPનો આક્ષેપ-‘1033 વેપારી 1 લાખ આપે તો 10 વર્ષમાં ભાજપને 100 કરોડ મળે’

Surat News: ભાજપ સામે કોંગ્રેસ બાદ AAPનો આક્ષેપ-‘1033 વેપારી 1 લાખ આપે તો 10 વર્ષમાં ભાજપને 100 કરોડ મળે’

સુરત શાસકો જ પાર્ટી ફંડ મેળવવા માટે 49 વર્ષની લીઝ પેટે 127 કરોડનો જૂનો ઠરાવ મંજૂર કર્યો હતો

Surat News: સુરત આમ આદમી પાર્ટીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, માર્કેટના 1033 વેપારી પાર્ટી ફંડના નામે 1 લાખનો ચેક આપે તો 10 વર્ષે ભાજપની તિજોરીમાં 100 કરોડ જમા થશે!

સુરત ટેક્સટાઇલ માર્કેટ (STM)ના નામે 4 લાખનો ચેક અને 1 લાખનો ચેક ભાજપ (BJP)ના નામે આપવો એવો મેસેજ કાપડ વેપારીઓના ગ્રુપમાં ફરતો થયા બાદ STM લીઝ વિવાદ વકરી રહ્યો છે. વિવાદના બીજા દિવસે આમ આાદમી પાર્ટી (AAP Surat)એ શાસકો પર આકરા પ્રહાર કર્યા છે. એક પણ રૂપિયાના વધારા વગર 99 વર્ષનો કરી દેવાયો છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, એક તરફ પાલિકા આવકના સ્ત્રોત શોધવાના પ્રયાસો કરી રહી છે. આવક શોધવા કમિટી બનાવવાની છે ત્યાં શાસકો જ પાર્ટી ફંડ મેળવવા માટે 49 વર્ષની લીઝ પેટે 127 કરોડનો જૂનો ઠરાવ મંજૂર કર્યો હતો. આ કરાર એક પણ રૂપિયાના વધારા વગર 99 વર્ષનો કરી દેવાયો છે. પાલિકા આવકના સ્ત્રોત શોધે છે ને શાસકો પોતાની તિજોરી ભરે છે તેવો આક્ષાપ સુરત આમ આદમી પાર્ટીએ કર્યો હતો.

સુરત આમ આદમી પાર્ટીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, માર્કેટના 1033 વેપારી પાર્ટી ફંડના નામે 1 લાખનો ચેક આપે તો 10 વર્ષે ભાજપની તિજોરીમાં 100 કરોડ જમા થશે! ભાજપ દેશની સૌથી અમીર પાર્ટી આવી રીતે જ બની છે. આગામી 7 દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો પાલિકાના સતાધીશો અને મ્યુ.કમિશનર વિરૃદ્ધ કોર્ટ રાહે કાર્યવાહી કરવામાં આવશે અને પિટિશન દાખલ કરવામાં આવશે.



મહાનગર પાલિકાને ઓછામાં ઓછું 4000 કરોડનું નુક્શાન છે.એસટીએમ વિવાદમાં પાલિકાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, રીંગરોડની બિલ્ડિંગની જગ્યા નવી FSI પ્રમાણે ગણવામાં આવે તો વર્તમાન 1033 દુકાન છે તે નવા FSI મુજબ ઓછમાં ઓછી 4000 દુકાનો બનવાપાત્ર છે એટલે એ મુજબ જો ગણવામાં આવે તો મહાનગર પાલિકાને ઓછામાં ઓછું 4000 કરોડનું નુક્શાન છે. ક્યારે શાસકો મહાનગરપાલિકાના રૂપે તાગડધિન્ના કરવા સાથે મહાનગરપાલિકાને જ નુકસાન કરી રહ્યા છે જેનો સીધો અસર લોકોના ખિસ્સા પર પડી રહ્યો છે.

આ પણ વાંચો- Russia Ukraine crisis: યુક્રેન સંકટ વચ્ચે રાહુલ ગાંધી સહિત વિપક્ષ સાંસદોએ મોદી સરકારનો આભાર માન્યો, જાણો શું કહ્યું?

મહાનગરપાલિકા પોતાનું વહીવટ ચલાવવા માટે લોકો પર ટેકનો બોજો વધારતી હોય છે ત્યારે જો આ જ કેસમાં મહાનગરપાલિકા ધ્યાન આપે તો ચાર હજાર કરોડ કરતાં વધુ ફાયદો થાય અને તેનો સીધો ફાયદો સુરત શહેરના વિકાસમાં અને લોકોને થાય છે પણ અહીંયા તો ભાજપશાસકો પોતાનો અને પાર્ટીનો ફાયદો કરવા માટે મહાનગરપાલિકાની તિજોરી ખાલી કરવાના કામમાં લાગ્યા હોવાના આક્ષેપો સાથે વિરોધ આપવાથીના નગર સેવકો દ્વારા કરવામાં આવ્યો હતો.
Published by:rakesh parmar
First published:

Tags: Aam Aadami Party, AAP Gujarat, Gujarat News, Gujarati news, Surat AAP Councilor Payal Patel, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन