Video: સુરતના ભટારમાં સવારે પાંચ વાગ્યે યુવકની ચપ્પાના ઘા ઝિંકી કરાઈ હત્યા, કમકમાટી ભરી ઘટના CCTVમાં કેદ


Updated: September 25, 2020, 9:45 PM IST
Video: સુરતના ભટારમાં સવારે પાંચ વાગ્યે યુવકની ચપ્પાના ઘા ઝિંકી કરાઈ હત્યા, કમકમાટી ભરી ઘટના CCTVમાં કેદ
cctvની તસવીર

બે અજાણ્યા યુવકો આશિષ રામસાગર કનૌજિયા નામના ચોવીસ વર્ષીય યુવકને છરીના ઘા ઝીકીને ફરાર થઇ જાય છે. ઘાયલ થયેલો યુવક ઘાયલ અવસ્થામાં ભાગતો CCTV વીડિયોમાં દેખાઈ રહ્યું છે.

  • Share this:
સુરતઃ છેલ્લા ઘણા સમયથી થતા ગુનાઓએ સાબિત કરી દીધું છે કે, સુરત શહેર (surat city) ખરેખર ગુનાઓનો અડ્ડો બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી દરરોજ હત્યા, ચોરી અને બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં દિવસેને દિવસે ગુનાઓનો ગ્રાફ વધી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સુરતમાં હત્યાના અગણિત બનાવો બની ચૂક્યા છે. આ કડીમાં વધુ એક હત્યાનો (murder) બનાવ બનવા પામ્યો છે.

સુરતનો ભટાર વિસ્તાર ગુનાખોરી માટે કુખ્યાત છે. એવામાં ભટાર વિસ્તારમાં આવેલા રસુલાબાદ આઝાદ નગર રોડ પર એક યુવકની હત્યા કરવામાં આવી હતી. સવારે પાંચ વાગે બનેલી હત્યાની ઘટના નજીકના સીસીટીવીમાં (CCTV) કેદ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચાકરો ગતિમાન કર્યા છે.

સુરત શહેરમાં હત્યા અને જીવલેણ હુમલાઓની ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી હોઈ તેવું ચોક્કસ રીતે લાગી રહ્યું છે...શુક્રવારે વહેલી સવારના 5 વાગ્યાના આરસામાં ભટાર વિસ્તારના રવીતેજ ઇન્ડસ્ટ્રીયલ એરિયાનાખાતા નંબર 23 નજીકમાં હત્યાના કિસ્સાના કેટલાક ચોંકાવનારા સીસીટીવી ફૂટેજો સોશ્યલ મીડિયા ઉપર ફરતા થયા હતા. જે મુજબ એક યુવકની ચાકુના વાર કરી હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ 28 વર્ષથી પોલીસને 'ખો' આપતો હુશેન મહંમદ યાસીન ઝડપાયો, પાડોશીની હત્યામાં થઈ હતી આજીવન કેદની સજા

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે અજાણ્યા યુવકો આશિષ રામસાગર કનૌજિયા નામના ચોવીસ વર્ષીય યુવકને છરીના ઘા ઝીકીને ફરાર થઇ જાય છે. ઘાયલ થયેલો યુવક ઘાયલ અવસ્થામાં ભાગતો CCTV વીડિયોમાં દેખાઈ રહ્યું છે. હત્યારાઓના વારનો ભોગ બન્યા બાદ આશિસ દૂર જઈને ઢળી પડે છે તેવું સીસીટીવીમાં સાફ દેખય આવે છે. અને ત્યારબાદ બને વ્યક્તિઓ નાસી છૂટયા હતા જેથી હાલમાં સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ-મોરબીઃ ખાનગી હોસ્પિટલની મનમાની!, સુરક્ષા વગર જ corona દર્દીની લાશને મનપાને સોંપવાનો આક્ષેપઆ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા સબજેલમાં મહિલા બેરકમાં લઈ જઈને એક કેદીનું બીજા કેદી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની કોશિશ

તેના આધારે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.મૃતક આશિષ ભટાર રસુલાબાદમાં રહે છે અને આજ  વિસ્તારમાં આવેલ   રવીતેજ ઇન્ડસ્ટ્રીના લુમ્સના ખાતામાં કામ કરે છે. સુરત શહેરમાં છેલ્લા એક મહિનામાં આવી તો કેટલીય ઘટના બની ચુકી છે, તેમછતાં આ લોકોને તંત્ર અથવા પોલીસનો કોઈ ડર નથી તેવું આ હત્યાઓની ઘટના જોઇને લાગી રહ્યું છે.તો બીજી તરફ સુરત શહેરમાં ભટાર રોડ  જાણે હવે અસામાજિક પ્રવૃત્તિઓ માટે પંકાયેલ વિસ્તાર બની ગયો હોઈ તેવું કહેવામાં કોઈ અતિશિયોક્તિ નથી. હાલ તો પોલીસે હત્યા અંતર્ગત અનેક દિશામાં તાપસનો ધમધમટ શરુ કરી દીધો છે. યુવક આશિષ ઉત્તર પ્રદેશનો હોવાનું પ્રાથમિક તાપસમાં જાણવા મળ્યું હતું જોકે તેની સાથે અંગત અદાવત કાંતો લૂંટના ઇરાદેથી હત્યારાઓ આવ્યા હોઈ તે દિશામાં પોલીસે તાપસ શરુ કરી દીધી છે. અને હત્યા નો ગુનો દાખલ પણ કર્યો છે.
Published by: ankit patel
First published: September 25, 2020, 9:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading