Home /News /south-gujarat /સુરત: લિંબાયતમાં તમંચો લઈને ફરતો માથાભારે ટપોરી ઝડપાયો, લારીઓ પરથી હપ્તો ઉઘરાવવા ખરીદ્યો તમંચો

સુરત: લિંબાયતમાં તમંચો લઈને ફરતો માથાભારે ટપોરી ઝડપાયો, લારીઓ પરથી હપ્તો ઉઘરાવવા ખરીદ્યો તમંચો

પ્રતિકાત્મક તસવીર

પોલીસ સુત્રોના, જણાવ્યા મુજબ મીતેશ માથાભારે છાપ ધરાવે છે અને લોકડાઉનમાં પૈસાની તંગી પડતા લારીવાળા પાસેથી હપ્તો ઉઘરાવવા માટે તમંચો ખરીદ્યો

સુરત : શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રોજે રોજ લૂંટ, મર્ડર, હુમલો, રેપ, ચોરી જેવી ગટનાઓ સામે આવી રહી છે. ગુનેગારોને કાયદાનો ખોફ જ ન હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. ત્યારે પોલીસ પણ આવા ગુનેગારોને ઝડપી સજા આપવા માટે ખડેપગે રહે છે. ત્યારે આજે એક ટપોરી તમંચા સાથે ઝડપાયો છે. પોલીસે પકડી પાડતા કહ્યું સેફ્ટી માટે ખરીદ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લિંબાયત મહારાણા પ્રતાપ ચાર રસ્તા પાસેથી પોલીસે પોતાની સેફ્ટી માટે દેશી હાથ બનાવટનો તમંચો અને બે કાર્ટીસ સાથે પનાસ ગામના ટપોરીને ઝડપી પાડ્યો છે. સૂત્રો અનુસાર, ઝડપાયેલો આરોપી ેરિયામાં ટપોરીની છાપ ધરાવે છે. હાલમાં પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતે વાત કરીએ તો, આગામી દિવાળી તહેવારને લઈને સુરત પોલીસ કમિશનર ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ સ્ટાફને સતત પેટ્રોલીંગમાં રહેવાના આદેશ જાહેર કર્યા છે, આ બધા વચ્ચે ગતરોજ સુરતની લીબાયત પોલીસ પ્રેટ્રોલિગમાં હતી, ત્યારે તે વખતે મળેલી બાતમીના આધારે મહારાણા પ્રતાપ ચાર રસ્તા પાસેથી મીતેશ ઉર્ફે ચામડ ભીખુભાઇ પટેલ (ઉ.વ. ૨૩ રહે. બિલ્ડીંગ નં. ઍલ ૨, ફલેટ નં. ૧, પદમા નગર ઍસઍમસી આવાસ, પનાસ)ને ઝડપી પાડી તેની પાસેથી દેશી બનાવટનો તમંચો અને બે નંગ જીવતા કાર્ટીસ કબ્જે લીધા હતા.

સુરત: 'પતિને સગી ભાભી સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ,' 27 વર્ષથી પીડિત પરિણીતાની દયનીય કહાની

પોલીસની પુછપરછમાં મીતેશ ઉર્ફે ચમાડે ચાર વર્ષ અગાઉ આગ્રા ફરવા ગયો હતો, ત્યારે આગ્રા બસ સ્ટેન્ડ સામે રહેતા મુકેશ નામના યુવાન પાસેથી 8,000 રૂપિયામાં પોતાની સેફટી માટે તમંચો ખરીદયો હોવાની કબૂલાત કરી હતી.

સુરત : ઘર ચલાવવા માટે પૈસા ન આપતા રત્નકલાકાર ઉપર જીલવેણ હુમલો, થયો લોહીલુહાણ

પોલીસે હાલમાં તમંચો અને બે કાર્ટીસ કબ્જે લઇ મીતેશ ઉર્ફે ચામડ અને મુકેશ વિરૂધ્ધ આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધી મુકેશને વોન્ટેડ જાહેર કર્યો છે. વધુમાં પોલીસ સુત્રોના, જણાવ્યા મુજબ મીતેશ માથાભારે છાપ ધરાવે છે અને લોકડાઉનમાં પૈસાની તંગી પડતા લારીવાળા પાસેથી હપ્તો ઉઘરાવવા માટે તમંચો ખરીદ્યો હોવાની પણ કબુલાત કરી હતી. પોલીસ હવે આગ્રામાં જે મુકેશ પાસેથી તેણે તમંચો ખરીદ્યો હતો, તેને શોધી કાઢવા માટે આગ્રા પોલીસની મદદ લેશે, જોકે, હાલમાં તમંચો આપનાર મુકેશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Published by:kiran mehta
First published:

Tags: Limbayat police, Pistol, Surat news, Surat police, Young man

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन