સુરત : વરાછાના ભવાની સર્કલ પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ભાવેશ ટકલી સહિત 2 શખ્સ ઝડપાયા


Updated: October 31, 2020, 5:13 PM IST
સુરત : વરાછાના ભવાની સર્કલ પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ભાવેશ ટકલી સહિત 2 શખ્સ ઝડપાયા
વરાછા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યા ભાવેશ ઉર્ફે ટકલી અને ગીરીશ પટેલની ધરપકડ કરી છે.

  અશ્વનીકુમાર સ્મશાન ભુમીમાં બાળકોને દફનાવાનું કામ કરતા વિજય ઉર્ફે લાલાને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. હત્યાનો ભેદ ઉકેલતી પોલીસ

  • Share this:
કતારગામ અશ્વિનીકુમાર સ્મશાન ગૂહમાં બાળકોને દફનાવવાનું કામ કરતા વિજય માછી નામના યુવકની હત્યા વ્યાજના રૂપિયા (Murder) ઉઘરાણી માટે કરવામાં આવી હતી. હત્યારાએ મૃતક વિજયને તેના ફાયનાન્સ અને જમીનના ધંધાનું કામ કરતા બોસની વરાછા ભવાની (Varacha) સર્કલ રાણા પંચની વાડીની બાજુમાં આવેલી ઓફિસમાં લઈ જઈ લાકડાના ફટકાથી ઢોર મારમાર્યો હતો અને ત્યારબાદ અન્ય બે સાગરીતોં સ્મશાન ભુમીના બાકડા પાસે છોડી આવ્યા હતા. આખો બનાવ વરાછા પોલીસની (Varacha Police station) મથકની હદમાં બન્યો હોવાનું બહાર આવતા ગુનો અમરોલી પોલીસમાંથી વરાછા પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. વરાછા પોલીસે બે આરોપીની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.

અમરોલી ચાર રસ્તા સરિતા ઍપાર્ટમેન્ટમાં રહેતા વિજય ઉર્ફે લાલો પ્રવિણભાઈ પટેલ (માછી)  અશ્વનીકુમાર સ્મશાન ભુમીમાં બાળકોને દફનાવાનું કામ કરે છે. વિજય ઉર્ફે લાલાને ગત તા 27મીના રોજ રાત્રીના સુમારે સ્મશાન ગૂહના બાકડા પાસેથી લોહીલુહાણ હાલતમાં મળી આાવતા તેના પરિવાર દ્વારા સારવાર માટે અમરોલી ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ત્યાં વિજય ઉર્ફે લાલાનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસે મૃતક વિજયની પત્ની સોનલબેનની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં વિજય ઉર્ફે લાલાને બનાવના દિવસે ઍ.કે.રોડ ઉમીયાધામ મંદિર પાસે ભાવેશ ઉર્ફે ટકલીને મળતા તેની પાસેથી વ્યાજના રૂપિયા 20હજારની ઉઘરાણી કરવા છતાંયે નહી આપતા  વરાછા ભવાની સર્કલ રાણા પંચની વાડીની બાજુમાં આવેલ ધનરાજ માછીની ઓફિસમાં લઈ ગયો હતો.


આ પણ વાંચો : સુરત : ડૉ.સંકેત 100 દિવસે Coronaને હરાવી પરત ફર્યા, દર્દીનો જીવ બચાવવા પોતાનું ઓક્સિજન માસ્ક કાઢી નાખ્યું હતું

ત્યાં વિજયને લાકડાના ફટકાથી ઢોર મારમાર્યોર્ હતો ત્યારબાદ તેના કહેવાથી ગીરીશ રમેશ પટેલ અને શંકર ઉર્ફે ટેમ્પો કતારગામ અશ્વિની સ્મશાન ગૂહ બહાર બાકડા ઉપર છોડી આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. અમરોલીની તપાસમાં આખો બનાવ વરાછામાં બન્યો હોવાથી તપાસના કાગળો લેખીત રિપોર્ટ સાથે વરાછા પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા હતા. વરાછા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યા ભાવેશ ઉર્ફે ટકલી અને ગીરીશ પટેલની ધરપકડ કરી છે.આ પણ વાંચો : સુરત : નવી સિવિલના CMO શંકાસ્પદ મહિલા સાથે ઝડપાયા, હોસ્ટેલમાં મચ્યો હાહાકાર

વધુમાં સુત્રોના જણાવ્યા મુજબ ધનરાજ માછી ફાયનાન્સ અને જમીનના ધંધો કરે છે. અને ભાવેશ ઉર્ફે ટકલી તેની ઉઘરાણી કરે છે જેથી વિજય પાસેથી ઉઘરાણીના નિકળતા રૂપિયા 20 હજાર વ્યાજના અને ધનરાજ માછીના હોવાની શકયતા નકારી શકાય નહી. આ ઉપરાંત ગીરીશ અને શંકર તેની ઓફિસમાં જ કામ કરતો હોવાનુ પણ તપાસમાં બહાર આવતા પોલીસે દ્વારા ધનરાજ અને શંકરને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
Published by: Jay Mishra
First published: October 31, 2020, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading