સુરત : યુવકને ચાલુ બાઇકે પત્નીનો ફોન ઉપાડવાનું 1.50 લાખ રૂપિયામાં પડ્યું, ચેતવણીરૂપ ઘટના

સુરત : યુવકને ચાલુ બાઇકે પત્નીનો ફોન ઉપાડવાનું 1.50 લાખ રૂપિયામાં પડ્યું, ચેતવણીરૂપ ઘટના
પ્રતિકાત્મક તસવીર

રસ્તા પર આવતાજતા તમામ લોકો માટે લાલબત્તી સમાન ઘટના, જો તમે કિંમતી માલ સામાન કે રોકડ લઈને નીકળતા હોવ તો ચેતી જજો!

  • Share this:
સસરાને ઘરે ચાલતા ફર્નીચરના કામ માટે રૂપિયા 1.50 લાખ આપવા જવા નિકળેલા ઍસ્સાર કંપનીના કર્મચારીને પત્નીનો ફોન રિસિવ કરવાનું ભારે પડ્યું છે. યુવકે રીંગરોડ આઈસીઆઈસીઆઈ બેન્ક (Surat ICICI Bank) પાસેથી પસાર થતો હતો તે વખતે જ પત્નીનો ફોન આવતા બાઈક સાઈટ પર કરી ફોન રિવિસ  કરવા જતા તે વખતે પાછળથી હેલ્મેટ પહેરીને આવેલા બે સ્નેચરો (Snatchers in surat) તેના હાથમાંથી મોબાઈલ ખેચવાનો પ્રયાસ કર્યો હતો જાકે ફોન હાથમાં નહી આવતા પાછળ બેસેલા અજાણ્યાઍ  બાઈકની ટાંકી ઉપર મુકેલ રોકડા રૂપિયા મૂકેલ બેગ ઝૂંટવી નાસી ગયા હતા.  પોલીસે યુવકની ફરિયાદ (Surat Police) લઈ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે  સુરત ના અડાજણ બોટોનિકલ ગાર્ડનની સામે વિક્ટોરીયા ગ્રીન ખાતે રહેતા વિશાલ અરવિંદભાઈ રાઠોડ કંપનીમાં નોકરી કરે છે. વિશાલ ગઈકાલે બપોરે તેના સસરાના ઘરે ફર્નીચરનું કામ ચાલતુ હોવાથી તેઓને રૂપિયાની જરૂર હોવાથી અગાઉ સસરા પાસેથી લીધેલા હોવાથી તેઓને ફર્નીચર માટે જરૂર પડતા ઘરેથી રૂપિયા 1.50 લાખ લઈને સસરાને આપવા માટે જતા હતા.આ પણ વાંચો :  અમદાવાદ : 43 વર્ષની મહિલાને યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો! પ્રેમીએ અંગત તસવીરો કરી વાઇરલ

તે વખતે  આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી પહોચતા પત્નીનો ફોન આવતા વિશાલે ફોન રીસીવ કરવા જતા પાછળથી બાઈક પર હેલ્મેટ પહેરીને આવેલા બે અજાણ્યા શખ્સોએ હાથમાંથી મોબાઈલ ખેચવાનો પ્રયાસ કર્યો હતો જાકે મોબાઈલ તેમના હાથમાં નહી આવતા પાછળ બેસેલા અજાણ્યાએ પેટ્રોલ ટાંકી ઉપર રૂપિયા 1.50 લાખ મૂકેલ લેપટોપવાળી બેગ ખેંચી નાસી ગયા હતા.

બેગમાં રોકડા રૂપિયાની સાથે કંપનીના કાગળો પણ હતા. વિશાલે બાઈકર્સનો પીછો કર્યો હતો પરંતુ તેઓ સ્ટેશન તરફથી ભાગી ગયા હતા. ત્યારબાદ તેણે  બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે વિશાલની ફરિયાદ લઈને ગઠિયાઓને શોધવાની કવાયત હાથ ધરી છે.સ

આ પણ વાંચો :  રાજકોટ : 5 દર્દીઓ કોરોના સામે લડતા લડતા આગમાં ભૂંજાયા, 'ICU બન્યું સ્મશાન'

ઉલ્લેખનીય છે કે સુરતમાં સ્નેચરોનો આતંક વધતા પોલીસ હરકતમાં આવી હતી. દિવાળીના તહેવાર દરમિયાન જ રસ્તા પર લોકો સાથે લૂંટફાંટ કરતા લબરમૂછિયાઓ વરાછા પાસેથી ઝડપાયા હતા. જોકે, પોલીસે ઝડપેલી ટોળકી મોબાઇલ અને રોકડ ઝૂંટવતી હતી અને ચાકુની અણીએ લૂંટ ચલાવતી હતી ત્યારે આ ટોળકીને પણ પોલીસ વહેલીતકે શોધી કાઢે તેવી માંગ ઉઠી છે.
Published by:Jay Mishra
First published:November 27, 2020, 10:56 am

ટૉપ ન્યૂઝ