સુરતના એક ગુજરાતી પરિવારના દીકરાએ UPSCની પરિક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો


Updated: August 4, 2020, 7:09 PM IST
સુરતના એક ગુજરાતી પરિવારના દીકરાએ UPSCની પરિક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો
કાર્તિક જીવાણી

ત્યારે ગુજરાતી અને તેમાં પણ સુરતના એક યુવકે આજે ગુજરાત સાથે સુરતનું પણ નામ રોશન કર્યું છે.

  • Share this:
સુરત : ગુજરાતી હંમેશા વેપાર કરવા માટે દેશ સાથે દુનિયામાં જાણીતા છે ત્યારે સુરતનો એક ગુજરાતી પરિવારના દીકરાએ UPSC(યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન)ના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. IPS(ઈન્ડિયન પોલીસ સર્વિસ) કેડરની ટ્રેનિંગ મેળવવાની સાથે સાથે પરીક્ષાની તૈયાર કરીને દેશમાં 84 ક્રમ હાંસલ કર્યો છે. જેથી કાર્તિકને હવે IAS(ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેડરમાં જોડાવાની ઈચ્છા છે.

ગુજરાતી હંમેશા વેપાર કરવા સાથે પોતાના મોજ શોખ માટે દુનિયામાં જાણીતા છે, ત્યારે ગુજરાતી અને તેમાં પણ સુરતના એક યુવકે આજે ગુજરાત સાથે સુરત અને તેમાં પણ ગુજરાતી પરિવારનું નામ રોશન કર્યું છે. મૂળ સૌરાષ્ટના વતની અને હાલમાં સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા કાર્તિક જીવાણીએ 2017માં પરીક્ષા આપીને આપીએસની પરીક્ષા પાસ કરી હતી.

મનમાં ઉચાટ અને ઉતેજના સાથે 2017ના વર્ષમાં સખત મહેનત બાદ તેઓ નિષ્ફળ રહ્યા હતાં. પરંતુ ફરી 2 વર્ષની સખત મહેનતના અંતે વર્ષ 2019માં ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 94મો ક્રમ મેળવ્યો હતો. જેથી IASની જગ્યાએ IPS કેડરમાં એડમિશન મળ્યું હતું. જેથી તેઓ IPSની હૈદરાબાદમાં ટ્રેનિંગ લેતા લેતા ફરી IAS બનવાના સ્વપ્નને ભુલ્યા વગર ફરી પરીક્ષા આપી અને તેમાં સફળતા મળી.

આ પણ વાંચોસુરત: 'ફાયનાન્સર લાલા રોજ જાનથી મારી નાખવાની ધમકી આપતો', સુસાઈડ નોટ લખી વેપારીએ કર્યો આપઘાત

મૂળ સૌરાષ્ટના અને વ્યવસાયે ડો. નાગજીભાઈ જીવાણી સુરતના વરાછા વિસ્તારમાં લેબોરેટરી ચલાવે છે. તેમના પુત્ર કાર્તિકનો જન્મ 1994માં થયો ત્યારે સુરતમાં પ્લેગ આવ્યો હતો. જોકે કાર્તિકે તે સમયે મનપા કમિશનર રાવ સાહેબ વિષે સાંભળ્યું હતું કે, આ અધિકારીએ સુરતની કાયાપલટ કરી સુરતને દેશ સાથે દુનિયામાં રોશન કર્યું હતું. જોકે શહેરની સિકલ બદલાઈ જતાં સુરત ફરી સોનાની મૂરત બનવા જઈ રહ્યું હતું. રાવ સાહેબની કામગીરીની વાતો સાંભળીને કાર્તિક ને IAS બનવાની ઈચ્છા હતી.
ગત વર્ષે માત્ર બે રેન્ક નીચો આવતાં IPSમાં જવું પડ્યું. પરંતુ હવે જો IASમાં ચાન્સ મળશે તો તે કેડર જોઈન કરીશ તેમ કાર્તિકે જણાવ્યું હતું. જાહેર થયેલા UPSCના પરિણામોમાં સુરતના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ભારતમાં 84મો ક્રમ અને ગુજરાતમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેની ઈચ્છા મુજબ જો તેને IAS કેડર મળશે. તો તે સુરતનો પ્રથમ IAS અધિકારી બનશે. કાર્તિક સુરતની જ પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 12 સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈની IITમાંથી મિકેનિકલમાં બીટેક થયો છે. કાર્તિકે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું છે.
Published by: kiran mehta
First published: August 4, 2020, 7:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading