lockdown બાદ કામની શોધમાં સુરત આવ્યો ઓડિશાનો યુવક, કામ ન મળતા ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું


Updated: October 19, 2020, 9:38 PM IST
lockdown બાદ કામની શોધમાં સુરત આવ્યો ઓડિશાનો યુવક, કામ ન મળતા ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
પ્રતિકાત્મક તસવીર

લાંબા ચાલેલા લોકડાઉન બાદ ફરી રોજી રોટી કમાવા નિરંજન સુરત ખાતે થોડા દિવસ પહેલા આવ્યો હતો અને સંબંધીને ત્યાં રહેવા લાગ્યો હતો.

  • Share this:
સુરતઃ કોરોના મહામારી (coronavirus) સમયે વતન જતા રહ્યા બાદ રોજી રોટી માથે થોડા દિવસ પહેલા વતનથી સુરત આવેલા ઓડિશાના (Odisha boy) યુવાને કામ નહીં મળતા અને આર્થિક ભીંસમાં (Money crisis) આવી જતા પોતાના મકાનમાં ગળે ફાસો ખાઈને (suicide) આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામી હતી

મળતી માહિતી પ્રમાણે કોરોના મહામારી વચ્ચે આર્થિક રીતે બેકાર બનેલા લોકો અટ્ટ આપઘાત કરી રહ્યા છે. એમાં પણ લોકડાઉન સમયે વતન જતા રહેલા લોકો રોજી રોટી મેળવા માટે સુરત પરત ફર્યા છે. અને સુરતમાં આવ્યા બાદ પણ કામ ધંધો નહીં મળતા આર્થિક ભીંસ સાથે સતત માનસિક તાણ અનુભવવતા હોય છે.

ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા શ્રી રામનગરમાં રહેતા 30 વર્ષીય નિરંજનભાઈ ગતેભાઈ  રહેતો હતો. જોકે કોરોના સમયે લોકડાઉનથી ઉધોગ બધ થઇ જતા તે પોતાના વતન ઓડિશા ખાતે જતો રહ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાંદીના ભાવમાં રૂ.1000નો ઉછાળો, જાણો આજના Gold-Silverના નવા ભાવ, દિવાળીએ કેટલું રહેશે સોનું?

જોકે લાંબા ચાલેલા લોકડાઉન બાદ ફરી રોજી રોટી કમાવા નિરંજન સુરત ખાતે થોડા દિવસ પહેલા આવ્યો હતો અને સંબંધીને ત્યાં રહેવા લાગ્યો હતો. જોકે સુરત આવ્યા બાદ પણ નિરંજનને કામ મળતું નહીં હોવાને લઈને સતત માનસિક તાણ અનુભવતો હતો.

આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! દૂધ લેવા જતી મેનેજરની પત્નીને રોમિયોએ કર્યા ગંદા ઈશારા, હાથ પકડી ચીઠ્ઠી પકડાવીઆ પણ વાંચોઃ-અમદાવાદ કોલ સેન્ટર તોડ કાંડઃ વસ્ત્રાપુર પોલીસનો એક કોન્સ્ટેબલ વૈભવી 'ઠાઠ'થી જીવે છે જિંદગી, મોંઘીદાટ કાર લઈને જાય છે નોકરીએ

સાથે કામ નહીં મળવાને લઈને રૂપિયાની પાડતી આર્થિક ભીંસને લઈને પણ તે પરેશાન હતો જેને લઈને આવેશમાં આવી જઈને પોતાના મકાનમાં આજે છતના હુક સાથે કપડું ભાધીને આપઘાત કરી લીધો હતી.



આ ઘટનાની જણકારી નિરંજનના મિત્રો અને સંબધીને મળતા તે તાતકાલી આ મામાએ ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી ગયા હતા. જોકે ફરિયાદના આધારે પોલીસ પણ બનાવ વળી જગ્યા પર દૂડી જઈને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. જોકે આ યુવાન બેકારી અને આર્થિક ભીંસને લઈને આપઘાતની ઘટનાના પગલે સમગ્ર વિત્તરમાં ચકચાર મચી જ પામી હતી.
Published by: ankit patel
First published: October 19, 2020, 9:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading