સુરત: શિક્ષિકાએ ચોથા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, CCTVમાં કેદ

News18 Gujarati
Updated: May 5, 2019, 7:53 PM IST
સુરત: શિક્ષિકાએ ચોથા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, CCTVમાં કેદ
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી

શહેરના ઉધના વિસ્તારમાં શિક્ષિકાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ/કિર્તેશ પટેલ, સુરત: શહેરના ઉધના વિસ્તારમાં શિક્ષિકાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ શિક્ષિકાએ ચોથા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે મૃતક મહિલા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. બે સંતાનોની માતા અને શિક્ષકના અણધાર્યા પગલાંથી પરિવારમાં ભારે શોકનો માહોલ છે. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

ઉધના હરિહંત કોમ્પ્લેક્ષની આ ઘટના છે. જેના ચોથા માળેથી મૃતક કવિતા ગૌસ્વામીએ ઝંપલાવ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે તેમનો પરિવાર ભારે શોકમાં છે. જ્યારે ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી. જોકે, હાલ આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

આ પણ વાંચો: સુરતઃ દારુના અડ્ડા નજીક ભાઇએ જ ભાઇને ચપ્પા વડે રહેંશી નાખ્યો

ઉલ્લેખનીય છે કે, મૃતક મહિલા કવિતા ગૌસ્વામી મૂળ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ખીમ્મત ગામના વતની હતા. જ્યારે તેઓ છેલ્લા દસ વર્ષથી ઉધના સ્થિત અરિહંત કોમ્પ્લેક્ષમાં રહેતા હતા. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
First published: May 5, 2019, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading