સુરત: વેપારીનું અપહરણ કરી ખંડણી માંગનાર ટામેટા ગેંગનો વોન્ટેડ આરોપી ઝડપાયો


Updated: December 6, 2019, 9:55 PM IST
સુરત: વેપારીનું અપહરણ કરી ખંડણી માંગનાર ટામેટા ગેંગનો વોન્ટેડ આરોપી ઝડપાયો
ઝડપાયેલો આરોપી

આ ગેંગનો અન્ય એક આરોપી છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો હતો તેને પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં સફળતા મળી

  • Share this:
સુરતના વેપારીનું અપહરણ કરી રૂપિયા 56 લાખની ખંડની માંગવામાં આવી હતી. આ ઘટનામાં ટામેટા ગેંગની સંડોવણી હોવાને લઈને પોલીસે આ ગેંગના ચાર લોકોને અગાઉ પકડી પાડ્યા હતા ત્યારે આ ગેંગનો અન્ય એક આરોપી છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો હતો તેને પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.

આ આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે, તે છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો. તેણે સુરતના એક વેપારીનું પોતાના સાગરિકો સાથે અપહરણ કરી તેમની પાસેથી રૂપિયા 56 લાખની ખંડણી માંગવામાં આવી હતી.

આ ઘટનામાં વેપારી દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરતા, પોલીસે તત્કાલિન ટામેટા ગેંગના મુખ્ય આરોપી મુઝફ્ફર ઉફે આસિફ ટામેટા, અસગરઅલી ઉફે અજ્જુ ટામેટા, સંદીપ ગુપ્તા અને શાહરુખ શાહ નમના ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. આ ગેંગનો શહેરમાં લાંબા સમયથી ત્રાસ હોવાને લઈને પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, પણ આ ગેંગનો એક આરોપી પોલીસ પકડથી દૂર હતો. જોકે પોલીસને બાતમી મળી હતી કે, આરોપી પોતાના વતન ખાતે આવેલ ઘરે સંતાઈને બેઠો છે. આ બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પડ્યો હતો અને સુરત ખાતે લઇ આવી છે.

તમને જણાવી દઈએ કે, આ ગેંગના તમામ સભ્ય ગુનાહિત ઇતિહાસ ધરવતા છે, અનેક ગંભીર ગુનામાં અગાવ પણ પોલીસના હાથે ઝડપાઇ ચૂકયા છે, ત્યારે પોલીસે ઝડપેલ ઇમરાન ઉફે સીદીકી વિરુદ્ધ પણ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં બે અને ઉમરમાં બે ગુનામાં નાસ્તો ફરતો હતો. તેના પર લીબાયતમાં 4 ગુના અને ક્રાઇમ બ્રાન્ચ એક ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી ચૂકયા છે, ત્યારે હાલ આરોપીની પોલીસે વધુ પૂછપરછ આદરી છે.
First published: December 6, 2019
વધુ વાંચો
अगली ख़बर