સુરત : શાકભાજીની લારીઓ પર હપ્તા ઉઘરાવતો TRB જવાન રંગેહાથ ઝડપાયો, 'ફેરીયાઓ કંટાળી ગયા હતા'

સુરત : શાકભાજીની લારીઓ પર હપ્તા ઉઘરાવતો TRB જવાન રંગેહાથ ઝડપાયો, 'ફેરીયાઓ કંટાળી ગયા હતા'
આરોપી ટીઆરબી જવાન રાકેશ યાદવ

કોઝવે સીંગણપોર રોડ પર ટીઆરબી જવાન રાકેશ 4000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

  • Share this:
સુરત એસીબીએ આજે એક લાંચ માંગતા વ્યક્તિને ઝડપી પડ્યો હતો. આ વ્યક્તિ અન્ય કોઈ નહીં પણ ટીઆરબી જવાન હતો. સુરત એસીબીએ લાંચ લેતા ટીઆરબી જવાનને રંગેહાથ ઝડપી પાડ્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર, શાકભાજી વેંચતા ફરિયાને દર મહિને 100 રૂપિયા લાંચ અને 40 જેટલા ફેરિયા પાસે લાંચ ઉગરાવી આપવાનું કહેતા ફેરિયા દ્વારા આ મામલે એસીબીને ફરિયાદ કરતા લાંચ લેતા આ ટિઆરબી જવાન એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો છે.સુરતના સિંગણાપોર વિસ્તારમાં એક જગ્યા પર શાકભાજી માર્કેટ ભરાય છે. અહીં વેપાર કરતા એક ફેરિયા પાસે વેપાર કરવા પેટે મહિને 100 રૂપિયાનો હપ્તો અને અહીં રહેલ તમામ 40 ફેરિયા પાસેથી રૂપિયા ઉગરાવી ટીઆરબી જવાન પોતાને આપવા માટે એક ફેરિયાને સતત દબાણ કરતો હતો, અને ધમકી આપી હતી કે, જો રૂપિયા નહીં આપે તો ખોટી રીતે હેરાન પરેશાન કરી કેસ કરવામાં આવશે, તથા માર્કેટની બહાર પણ નહીં બસવા દેવામાં આવે.

ટીઆરબી જવાને તમામ વેપારીઓ પાસેથી 100 રૂપિયા લેખે 4000 હજાર રૂપિયાની માંગ કરી હતી. જેથી વેપારીઓ આ મામલે ટિઆરબી જવાનની દાદાગીરીથી કંટાળી ગયા હતા, જેને લઈને લાંચ માંગતા ફેરીયાઓએ સુરત એસીબી વિભાગનો સંપર્ક કર્યો હતો, અને ફરિયાદ આપતા આજે લાંચની રકમ આપવાનું નક્કી કર્યું હતું.

નક્કી કર્યા મુજબ છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં કોઝવે સીંગણપોર રોડ પર ટીઆરબી જવાન રાકેશ 4000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. લાંચ લેવા માટે ટીઆરબી જવાન રાકેશ લાલબાબુ યાદવ આવતા એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કર્મચારી વિરુદ્ધ એસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
First published:June 29, 2020, 18:41 pm

टॉप स्टोरीज