સુરત: અંબાજી માર્કેટના અગ્રવાલ દંપતિ સહિત ત્રણ વેપારીઓનું રૂ. 48.59 લાખનું ઉઠામણું

સુરત: અંબાજી માર્કેટના અગ્રવાલ દંપતિ સહિત ત્રણ વેપારીઓનું રૂ. 48.59 લાખનું ઉઠામણું
પ્રતિકાત્મક તસવીર

અંબાજી માર્કેટમાં ભાગીદારીમાં ધંધો કરતા ત્રણ ભાગીદારોએ ઉધાર રૂ.૪૮.૬૦ લાખનો કાપડનો માલ ખરીદ્યા બાદ પૈસા ચુકવવાના બદલે વેપારીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુકાન બંધ કરી ભાગી છુટયા

  • Share this:
સુરત: રીંગરોડ કોહીનુર માર્કેટના વેપારી સહિત અન્ય પાંચ વેપારીઓ પાસેથી રીંગરોડ અંબાજી માર્કેટમાં ભાગીદારીમાં ધંધો કરતા ત્રણ ભાગીદારોએ ઉધાર રૂ.૪૮.૬૦ લાખનો કાપડનો માલ ખરીદ્યા બાદ પૈસા ચુકવવાના બદલે વેપારીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુકાન બંધ કરી ભાગી છુટયા હતા.

ડુમસ રોડ કોપર સ્ટોનમાં રહેતા કરણભાઇ મહેન્દ્રપાલ કકર, રીંગરોડ કોહીનર માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. સવા વર્ષ પહેલા રીંગરોડ અંબાજી માર્કેટમાં ખનક ડિઝાઇનના માલિક શ્રુતિ દિપેશ અગ્રવાલ, ગુંજન ફેબ્રિકસના માલિક પ્રદિપસિંઘ અને ખનક ડિઝાઇન તથા ગુંજન ફેબ્રિકસ ભાગીદાર દિપેશ અગ્રવાલે કરણભાઇનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ દુકાને આવી મોટા વેપારી હોવાનું જણાવી લોભામણી અને લલચામણી વાતો કરી કરણભાઇને પોતાની વાતોમાં ફસાવ્યા હતા.ત્યારબાદ સમયસર પૈસા ચુકવી દેવાની બાંહધરી આપી કરણભાઇ પાસેથી તા.૧૬-૫-૨૦૧૯ થી ૨૩-૭-૨૦૧૯ દરમ્યાન રૂ.૬.૬૦ લાખનો ઉધાર સાડીનો માલ ખરીદ્યો હતો. તે દરમ્યાન આ ત્રણેય જણાએ એમ.ડી ફેશનના માલિક રિંકેશ જૈન પાસેથી રૂ,૭.૮૩ લાખ, સેવન સ્ટાર ડિઝાઇનરના માલિક રમેશ જૈન પાસેથી રૂ.૧૩.૯૧ લાખ, મંગલશ્રી ક્રિયેશન પ્રા.લીના ડિરેકટર ઇશ્વરસિંઘ રાવ પાસેથી ૬.૭૭ લાખ, તિરૂપતિ સિન્થેટીકસના માલિક ભગવતી દેવી રાજારામજી કાબર પાસેથી રૂ.૫૩ હજાર અને સચિયાર ટેક્ષટાઇલ્સન માલિક તરૂણ ગ્રોવર પાસેથી રૂ.૧૨.૮૫ લાખનો માલ ઉધાર ખરીદ્યો હતો.

સુરત: ગરીબ લારીવાળાઓને દંડ ફટકારવા ગઈ મનપા ટીમ, લોકોનો રોષ ભભૂકતા ભાગવું પડ્યું

સુરત: ગરીબ લારીવાળાઓને દંડ ફટકારવા ગઈ મનપા ટીમ, લોકોનો રોષ ભભૂકતા ભાગવું પડ્યું

આમ ૬ વેપારી પાસેથી કુલ રૂ.૪૮.૬૦ લાખનો માલ લીધા બાદ વાયદા પ્રમાણે પૈસા ન ચુકવ્યા હતા. જેથી વેપારીઓએ પૈસાની ઉઘરાણી કરતા તમામને ખોટા વાયદાઓ કરી સમય પસાર કયો હતો. તેમ છતાં વેપારીઓએ ઉઘરાણી ચાલુ રાખતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા.

સુરત: 'સોનાના સિક્કા'નો વરસાદ? કોઈને 10 તો કોઈને 50 મળ્યા, લોકો ઉમટી પડતા પોલીસ દોડતી થઈ

સુરત: 'સોનાના સિક્કા'નો વરસાદ? કોઈને 10 તો કોઈને 50 મળ્યા, લોકો ઉમટી પડતા પોલીસ દોડતી થઈ

વેપારીઓને હવે પછી પૈસાની ઉઘરાણી કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી, આજ દિન સુધી પૈસા ચુકવ્યા ન હતા. છેવટે કરણભાઇએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસના પગલે આપેલા લોકડાઉન બાદ ધંધા રોજગાર શરૂ થયા બાદ સુરતમાં કોપડ માર્કેટમાં છેતરપિંડીના રોજે-રોજ નવા કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 10થી 15 કેસ નોંધાઈ ચુક્યા છે, જેમાં કાપડ વેપારી પાસેથી કાપડનો લાખોનો માલ લીધા બાદ પૈસાની ચૂકવણી ના કરવામાં આવી, એટલું નહીં વેપારીઓ ઉઘરાણી કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. હવે આ ઘટનાઓને પગલે સુરતના કાપડ માર્કેટમાં વેપારીઓ બાકીમાં માલ આપવામાં ગભરાઈ રહ્યા છે.
Published by:kiran mehta
First published:October 10, 2020, 17:25 pm

ટૉપ ન્યૂઝ