સુરતઃ અમરોલીમાં ઘર બહાર રમતી સાત વર્ષની બાળકીનું રીક્ષામાં અપહરણ, અજાણી મહિલા ઉપર શંકા


Updated: July 10, 2020, 4:53 PM IST
સુરતઃ અમરોલીમાં ઘર બહાર રમતી સાત વર્ષની બાળકીનું રીક્ષામાં અપહરણ, અજાણી મહિલા ઉપર શંકા
પ્રતિકાત્મક તસવીર

7 વર્ષની માસુમ બાળકી પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી. રીક્ષામાં આવેલી અજાણી મહિલા તેને લલચાવી ફોસલાવીને ઉપાડી ગઈ હતી.

  • Share this:
સુરતઃ શહેરના અમરોલી (Amaroli) વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 7 વર્ષની માસુમ બાળા ઘર નજીક રમી રહી હતી. ત્યારે ઓટો રીક્ષા ચાલક (Auto rickshaw Driver) અને એક મહિલા અપહરણ (Kidnapping) કરીને લઇ જતા પોલીસે મથકે મામલો પહોંચતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને સીસીટીવી (CCTV) તપાસવાની કાર્યવાહી હાથધરી છે.

સુરતના (surat) કોરોના વાયરસ (coronavirus) વચ્ચે સતત ગુનાખોરી વધી રહી છે. તેવામાં બાળકના અપહરણની એક ફરિયાદ સામે આવતા પોલીસ (police) દોડતી થઈ હતી.

સુરતના અમરોલીમાં રહેતા અને કચરો વીણવાનું કામ કરી ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારના માતા-પિતા બપોરના સમયે કચરો વીણવા ગયા હતા. તે દરમિયાન તેમની 7 વર્ષની માસુમ બાળકી પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી.

આ પણ વાંચોઃ-સુરતની સ્મીમેર હોસ્પિટલની ગંભીર બેદરકારી! કોરોના દંપતિને ઘરે મોકલ્યા, દંપતિ ઓટલા પર બેસી રહ્યું

આ સમયે એક રીક્ષામાં અજાણી મહિલા આવી હતી. બાળકી રમી રહી હતી તેને રીક્ષા ચાલક અને મહિલા લલચાવી ફોસલાવીને રીક્ષામાં બેસાડી અપહરણ કરી ભાગી ગયા હતા.

આ પણ વાંચોઃ-શરુ કરો પોતાનો LED લાઈટ બનાવવાનો બિઝનેસ, થશે તગડી કમાણી, જાણો આ અંગે બધુંજોકે ઘટની જાણકારી બાળકીના પરિવારને મળતા બાળકીની માતા તાત્કાલિક ઘટના અંગે અમરોલી પોલીસ મથકમાં (Amaroli police station) દોડી જઈને આ મામલે ફરિયાદ નોંધવી હતી.

બાળકીના અપહરને લઇને પોલીસ પણ તાતકાલિક એક્સનમાં આવી ગઈ હતી અને આ મામેલ ગુનો નોંધી સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by: ankit patel
First published: July 10, 2020, 4:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading