અમદાવાદ : લો બોલો, એવું તો શું થયું કે નિવૃત્ત પોલીસ અધિકારીને તેમની જ પુત્રવધુએ ફટકાર્યા?


Updated: June 13, 2020, 10:30 PM IST
અમદાવાદ : લો બોલો, એવું તો શું થયું કે નિવૃત્ત પોલીસ અધિકારીને તેમની જ પુત્રવધુએ ફટકાર્યા?
સાબરમતી પોલીસ સ્ટેશન (ફાઈલ ફોટો)

નિવૃત પોલીસ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. તેમનો આક્ષેપ છે કે તેઓને તેમની પુત્રવધુએ માર માર્યો હતો અને દસ ટાંકા પણ આવ્યા

  • Share this:
અમદાવાદ: શહેરમાં સામાન્ય મારામારીના બનાવો તો બનતા રહે છે. પણ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનના ચોપડે એક નિવૃત પોલીસ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. તેમનો આક્ષેપ છે કે તેઓને તેમની પુત્રવધુએ માર માર્યો હતો અને દસ ટાંકા પણ આવ્યા હતા.

સાબરમતીમાં આવેલી ધરમનગર સોસાયટીમાં કાંતિલાલ પુરોહિત રહે છે. કાંતિલાલ વર્ષ 1988માં એ.એસ.આઈ તરીકે નિવૃત્ત થયા હતાં. બાદમાં તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે. તેમને સંતાનમાં બે પુત્રો છે જેમાં એક પુત્ર લંડન ખાતે રહે છે. ગત.11મીએ તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના પુત્ર સંજયની પત્ની શ્રદ્ધાબહેને તેમના સસરાને પૂછ્યું કે તેઓ રૂમની સામે કેમ જોવે છે. જોકે કાંતિલાલએ કહ્યું કે તેઓ તેમના રૂમમાં જોતા નથી.

આ બાબતને લઈને બોલાચાલી થઈ હતી. બાદમાં શ્રદ્ધા બહેને ઝગડો કરી શાક ભાજીનું બાસ્કેટ માથામાં મારી દીધું હતું. બાદમાં ઈજાઓ પહોંચતા કાંતિલાલ ને 108 મારફતે સિવિલમાં ખસેડયા હતા. જ્યાં તેમને ઇજાના ભાગે દસ ટાંકા આવ્યા હતા.

સમગ્ર આક્ષેપને લઈને કાંતિલાલે શ્રદ્ધા બહેન સામે ફરિયાદ આપતા સાબરમતી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: June 13, 2020, 10:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading