સુરત: 'જિંદગી સાથે જીવવાનું વચન આપી સગાઈ કરી હોટલમાં વારંવાર બળાત્કાર કર્યો, હવે લગ્નની ના પાડી'

સુરત: 'જિંદગી સાથે જીવવાનું વચન આપી સગાઈ કરી હોટલમાં વારંવાર બળાત્કાર કર્યો, હવે લગ્નની ના પાડી'
પ્રતિકાત્મક તસવીર

સગાઈ થઈ ગઈ છે લગન્ થવાના છે, તેમ સારી-સારી વાતો કરી શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યાર પછી પણ પતિ-પત્ની તરીકે જીંદગી જીવવાની છે, તારી બધી જવાબદારી મારી છે

  • Share this:
સુરત : વરીયાવ ગામની યુવતીને ઈન્સ્ટ્રાગ્રામ ઉપર પ્રેમજાળમાં ફસાવી તેની સાથે સગાઈ કર્યા બાદ અવાર નવાર હજીરા રોડની હોટલમાં લઈ જઈ બળાત્કાર કર્યા બાદ લગન્ કરવાની ના પાડી તરછોડી દેનાર યુવક સામે યુવતીઍ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સુરતના વરીયાવ ગામમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીને બે વર્ષ પહેલા તેના ગામના ઘાંચી ફળિયામાં રહેતા ઈકરામ હનીફ ફેન્સી નામના યુવક સાથે ઈન્સ્ટ્રાગ્રામ ઉપર ફેન્ડશીપ થઈ હતી, ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થતા અવાર નવાર ઈન્સ્ટ્રાગ્રામ અને મોબાઈલ પર વાતો કરતા હતા તે દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો.યુવતી જુલાઈ ૨૦૧૮માં રાંદેર વિસ્તામાં રહેતી તેની બહેનના ઘરે ગઈ હતી, ત્યારે ઈકરામને ફોન કરી મળવા બોલાવ્યો હતો, ત્યારે યુવતીઍ ઈકરામને તેની સાથે લગન્ કરવા માટે કહેતા ઈકરામ તેના માતા પિતાને મનાવવા માટે સમય માંગતો હતો. જાકે ફેબ્રુઆરી ૨૦૧૯માં ઈકરામે લગન્ કરવા માટે હા નહી પાડતા યુવતીઍ દવા પી લીધી હતી.

આ પણ વાંચોઆંધળો પ્રેમ! દાહોદમાં 7 સંતાનની માતાને 5 સંતાનના પિતા સાથે Love થતા ભાગી ગઈ, બંનેના પરિવારની હાલત કફોડી

આ ઘટના બાદ પરિવારને પ્રેમસંબંધની જાણ થતા બંનેના પરિવારજનોએ મળી પ્રેમસંબંધ સ્વીકારી જુન ૨૦૧૯માં સગાઈ કરી હતી. ત્યારબાદ પરિવારોની મંજુરીથી અવાર નવાર ફરવા જતા હતા. ઈકરામ હજીરા રોડની સ્વાગત હોટલમાં લઈ જતો અને સગાઈ થઈ ગઈ છે લગન્ થવાના છે, તેમ સારી-સારી વાતો કરી શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યાર પછી પણ પતિ-પત્ની તરીકે જીંદગી જીવવાની છે, તારી બધી જવાબદારી મારી છે, તુ ચિંતા કરીશ નહીં કહેતો હતો તેમજ ગીફ્ટ પણ આપતો હતો. આ રીતે ઈકરામે નવાર નવાર શરીર સંબંધ બાધ્યા હતા.

આ પણ વાંચોઅમદાવાદના Don બનવાના સપના જોનાર કુખ્યાત અજ્જુ ચોરે દહેશત ફેલાવવા રચ્યું કારસ્તાન, CCTVથી ભાંડો ફૂટ્યો

ઈદના દિવસે પણ ઘરે મળવા આવ્યો હતો. ઈદના બીજા દિવસે ઈકરામે ફેસબુક આઈડીનો પાસવર્ડ માંગ્યો હતો. જાકે યુવતીઍ આપવાની ના પાડી હતી, જેને લઈને ઈકરામે ફોન કે મેસેજ કરવાનું બંધ કરી દીધુ હતું. બે મહિના પછી હવે લગન્ કરવાની ના પાડે છે, અને મળવાની જીદ કરે છે.

આ બનાવ અંગે યુવતીઍ ગઈકાલે મહિલા હેલ્પલાઈન ૧૮૧માં ફોન કરી, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ઈકરામ ફેન્સી સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:August 06, 2020, 15:30 pm

ટૉપ ન્યૂઝ