સુરત : કોરોના વાયરસ (Coronavirus)ને લઈને લૉકડાઉન (Lockdown)નો અમલ કરાવવાની કામગીરી કરતી પોલીસને પોતે 'લૉકડાઉન' થવાનો વારો આવ્યો છે. પોલીસકર્મી (Police Staff)ઓએ કોરોનાને કારણે નહીં પરંતુ એક હડકાયા કૂતરાને કારણે લૉકડાઉન થવું પડ્યું છે. અઠવા લાઇન્સ પોલીસ (Surat Police) કમિશનર કચેરી વિસ્તારમાં એક હડકાયું કૂતરું ઘૂસી ગયું હતું. જેણે પોલીસ કમિશનર કચેરી, સેવા સદન તથા જૂનાં હેડક્વાર્ટરમાં આવેલી એસ.આર.પી. મેસમાં જઇ લોકોને બચકાં (Dog Bites) ભરી આતંક મચાવ્યો હતો. આ રખડતાં શ્વાનને જ્યાં સુધી મનપા (SMC)ની ટીમ પકડી ગઇ ન હતી ત્યાં સુધી લોકોને રોડ ઉપર નીકળવું ભારે પડ્યું હતું. એસ.આર.પી.ની બસને થોડા સમય સુધી આ કૂતરાંએ બાનમાં લીધી હતી. આમ કૂતરાને કારણે ખૂદ પોલીસે થોડા સમય માટે લૉકડાઉન થવું પડ્યું હતું.
કોરોનાનો ચેપ લોકોમાં ફેલાય નહીં તે માટે હાલ લૉકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ માટે પોલીસ લૉકડાઉનનો કડક અમલ કરાવી રહી છે. પરંતુ ગતરોજ ખૂદ પોલીસે લૉકડાઉન થવું પડ્યું હતું. એક રખડતું કૂતરું અચાનક પોલીસ કમિશનર કચેરીમાં ધસી આવ્યું હતું. અહીં સફાઇ કામ કરતાં કર્મચારીને બચકું ભર્યા બાદ બહાર પોઇન્ટ ઉપર નોકરી કરતાં ટી.આર.બી.જવાનને કરડયું હતું. બીજા પોલીસ કર્મચારીઓને શ્વાનને હડકવા થયાનો ખ્યાલ આવી જતાં તેઓ ડરી ગયા હતા. અહીંથી આ શ્વાન પોલીસ કમિશનર કચેરીની સામે આવેલાં જૂના હેડક્વાર્ટરમાં એસ.આર.પી.ની મેસમાં ઘૂસી ગયું હતું. અહીં એસ.આર.પી.માં નોકરી કરતાં ઇશ્વર લલ્લુ સોલંકીનો હાથ કરડી ખાધો હતો. જે બાદમાં સેવા સદન સુધીના વિસ્તારમાં બીજા ત્રણથી ચાર લોકોને આ કૂતરાએ બચકાં ભર્યા હતા.
કમિશનર ઓફિસની સામે જ પાર્ક થયેલી એસ.આર.પી. બસમાં છથી સાત જવાનો બેસી રહ્યા હતા. કૂતરાના આતંકથી આ તમામ જવાનો બસમાં જ રહેવા માટે મજબૂર બન્યા હતા. આ શ્વાનને બેથી ત્રણ કલાક બાદ મનપાની ટીમે પકડી લીધો હતો. મનપાની ટીમ પકડે ત્યાં સુધી અહીં ફરતાં સરકારી કર્મચારીઓ અને રાહદારીઓ ભયના માર્યા ખૂદ લૉકડાઉન થઈ ગયા હતા.
સુરત જિલ્લામાં દસ્તાવેજ નોધણીનું કાર્ય શરૂ
શહેરમાં લૉકડાઉનની વચ્ચે સરકાર દ્વરા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તાર બહાર આવેલી સબ રજીસ્ટર કચેરીમાં ઓનલાઈન ટોકન અને નોંધણી ફી ભરીને દસ્તાવેજની નોધણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લામાં કામરેજમાં 26 અને પલસાણામાં 8 મળી કુલ 34 દસ્તાવેજોની ઓનલાઈન નોંધણી થઈ હતી. જોકે, સરકારની મંજૂરી બાદ પ્રથમ દિવસે સર્વર ખોટકાતા એક પણ દસ્તાવેજની નોંધણી થઇ શકી ન હતી.
" isDesktop="true" id="978270" >
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર