સુરત : પત્નીને બોયફ્રેન્ડ સાથે પાણીપુરી ખાતા જોઈ ગયો પતિ, પછી શરૂ થયું ગાળાગાળી, ચપ્પાના ઘા સાથે ધીંગાણું


Updated: July 3, 2020, 4:40 PM IST
સુરત : પત્નીને બોયફ્રેન્ડ સાથે પાણીપુરી ખાતા જોઈ ગયો પતિ, પછી શરૂ થયું ગાળાગાળી, ચપ્પાના ઘા સાથે ધીંગાણું
પ્રતિકાત્મક તસવીર

સંગીતાબેન મેરેજ હરેશ ગોરધન ભલાણી સાથે થયા હતા પરંતુ બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોવાથી પોણા બે વર્ષથી અલગ રહે છે.

  • Share this:
સુરત : પોણા બે વર્ષથી અલગ રહેતી પત્નીને તેના બોયફ્રેન્ડ સાથે કામરેજમાં પાણી પુરી ખાતા જોઈ જતા પતિએ તેની પાસે છુટાછેટા માંગતા તેની સાથે ગાળાગાળી કરી પત્ની, સાળા અને બોયફ્રેન્ડ સાથે મળીને લાકડાના ફટકાથી માથામાં મારમાર્યો હતો ,તો સામે પત્નીએ પણ પતિ સામે સોસાયટીના ગેટ પાસે રોકી કમર, ગાલ અને કાનના ભાગે પાસે ચપ્પુના ઘા માર્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે. સરથાણા શ્યામધામ મંદિર પાસે આવેલી સોસાયટીના ગેટ પાસે બનેલા બનાવ અંગે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સરથાણા શ્યામધામ મંદિર પાસે પુરસોત્તમનગર સોસાયટીમાં રહેતા સંગીતાબેન હરેશભાઈ ભલાણી ઘરકામ કરે છે. સંગીતાબેન મેરેજ હરેશ ગોરધન ભલાણી સાથે થયા હતા પરંતુ બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોવાથી પોણા બે વર્ષથી અલગ રહે છે.

આ દરમિયાન ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે સંગીતા દેખાતા તેને રસ્તામા રોકી પતિએ ગાળાગાળી કરી હતી અને તેની પાછળ સોસાયટીના ગેટ સુધી આવ્યા બાદ તેની સાથે ઝઘડો કરી કમર, ગાલ અને કાનના ભાગે પાસે છરી જેવા હથિયારથી ઇજા પહોંચાડી હતી. પોલીસે સંગીતાબેનની ફરિયાદને આધારે પતિ હરેશ ભલાણી સામે ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચોભારે ભરખમ વિજળી બિલ જોઈ તાપસી પન્નુ ભડકી, સ્ક્રિનશોટ Share કરી ભડાશ કાઢી

તો સામે હરેશ ભલાણીએ પણ પત્ની સંગીતા, વિનુ ખાત્રા, પ્રકાશ વિનું ખાત્રાણી અને ગીગા કાબા સામે ફરિયાદ નોધાવી હતી. જેમા હરેશે જણાવ્યું હતું કે, સંગીતાને તેના મિત્ર સાથે કામરેજ પાણીપુરી ખાતા જોઈ ગયો હતો, જેથી સંગીતાને છુટાછેડા લેવાનું કહેતા તેણે ગાળાગાળી ઢીક્કામુક્કીનો મારમારી સાળા તેમજ તેના બોયફ્રેન્ડે લાકડીથી મારમારી માથામાં ઇજા પહોંચાડી હતી.
પોલીસે હરેશની ફરિયાદને લઈને સંગીતા સહિત ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો સંગીતાની ફરિયાદ લઈને હરેશ સામે કાર્યવાહી શરૂ કરી છે.
First published: July 3, 2020, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading