સુરત: મનપા કર્મચારીએ દારૂ પીને ધમાલ મચાવી અધિકારી સાથે કર્યું ઘર્ષણ, પોલીસે મામલો થાળે પાડ્યો

સુરત: મનપા કર્મચારીએ દારૂ પીને ધમાલ મચાવી અધિકારી સાથે કર્યું ઘર્ષણ, પોલીસે મામલો થાળે પાડ્યો
કર્મચારી અને અધિકારી વચ્ચે ઘર્ષણ

ચાલુ ફરજ વચ્ચે દારૂના નશામાં મળી આવતા તંત્ર દ્વારા તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આજે વધુ એક મામલો સામે આવ્યો છે

  • Share this:
સુરત : કોરોના મહામારી વચ્ચે સુરત મનપામાં કામ કરતા કર્મચારી ફિલ્ડમાં આવી રહ્યા છે. અહીંયા ફરજ પર આવતા સફાઈ કર્મચારી દારૂના નશામાં રહેતા હોવાની ફરિયાદ સતત ઉઠે છે, ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ વોર્ડ ઓફિસમાં આજે સફારી કર્મચારી અને અધિકારીઓ વચ્ચે કામ બાબતે ઘર્ષણ થયું હતું.

આ મામલે અધિકારીના કહેવા અનુસાર, સફાઈ કર્મચારી કામ નહીં કરવા સાથે પોતે દારૂના નશામાં હોયછે, જેને પગલે આ મામલો ટેગ બન્યો હતો. આ ઘટનાની જાણકારી મળતા પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.સુરત મહાનગર પાલિકામાં કામ કરતા સફાઈ કર્મચારી સતત વિવાદમાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા રાંદેર ઝોનમાં અને ત્યારબાદ ઉધના ઝોનમાં પણ કામ કરતા કર્મચારી કોરોના મહામારી વચ્ચે દારૂની મહેફિલ કરતા ઝડપાયા હતા. જોકે ચાલુ ફરજ વચ્ચે દારૂના નશામાં મળી આવતા તંત્ર દ્વારા તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આજે વધુ એક મામલો સામે આવ્યો છે સુરતના વેસુ વિસ્તરમાં આવેલ વોર્ડ ઓફિસમાં.

આ પણ વાંચો - સુરત: બાળકોને ઠપકો આપી રહેલા પિતાને, દાદાએ ઠપકો આપતા પુત્રએ વૃદ્ધ પિતાની હત્યા કરી દીધી

આજે સવારે અધિકારી અને કર્મચારી વચ્ચે કામ બાબતે કહેવા જતા ઘર્ષણ થયું હતું અને અધિકારીની સામે થઇ ગયા હતા. જોકે આ મામલે કર્મચારીને પૂછતાં અધિકારી તેમને ખોટી રીતે ધમકાવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. આ મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ બોલવામાં આવી હતી, ત્યારે માથાકૂટ કરતા તમામ કર્મચારી ચાલુ ફરજે દારૂના ચીક્કાર નશામાં હોવાનું બહાર આવ્યુ હતું.

પોલીસે કર્મચારી અને અધિકારી વચ્ચે મધ્યસ્થી કરી મામલો થાળે પડ્યો હતો, અને દારૂ પીને ફરજ પર આવેલા કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. જોકે એક બે નહીં પણ આજ મહિનામાં દારૂ પીને મનપામાં ફરજ પર આવવાનો આ ત્રીજો કિસ્સો સામે અવ્યો છે, ત્યારે હવે તંત્ર આ મામલે કેવા પગલાં લે છે તે જોવાનું રહ્યું.
Published by:kiran mehta
First published:July 30, 2020, 18:46 pm