સુરત : કર્મકાંડી બ્રાહ્મણે HDFCના ATMને તોડવાનો પ્રયાસ કર્યો, ઘટના Live Videoમાં કેદ

સુરત : કર્મકાંડી બ્રાહ્મણે HDFCના ATMને તોડવાનો પ્રયાસ કર્યો, ઘટના Live Videoમાં કેદ
સુરતમાં ભૂદેવને ભારે પડ્યું એટીએમ તોડવું

પત્નીએ કહ્યુ હતું 'પૈસા લીધા વગર ઘરે ન આવતો' ભૂદેવ પહોંચ્યા એટીએમ તોડવા માટે. લાઇવ વીડિયોમાં ઝડપાઈ જતા પહોંચી ગયો પોલીસ મથકમાં

  • Share this:
સુરતમાં એક યુવકે ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલી એચડીએફસી બેંકના એટીએમની દિલ્હીગેટ ચારરસ્તા ખાતેનાં ATM સેન્ટરમાં યુવક લોખંડનો સળિયો લઇ ઘૂસી મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એલર્ટ મેસેજ મળતા પોલીસ ATM સેન્ટર પર દોડી ગઈ હતી. અને યુવકને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જોક, આ યુવક કર્મકાંડી બ્રાહ્મણ હતો અને તેને આર્થિક તંગી સર્જાતા પત્નીએ કહ્યુ હતુ ંકે 'પૈસા લીધા વગર ઘરે ન આવતો' આ સ્થિતિમાં મંત્રોચ્ચાર કરતા બ્રાહ્મણે હથિયાર ઉપાડી અને એટીએમ તોડવા માટે પહોંચી ગયો હતો.

સુરતનાં મહિધરપુરામાં રહેતા એક યુવકે એવું કારસ્તાન કર્યું કે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. અડાજણમાં હનીપાર્ક રોડ પર માધવ પાર્કમાં રહેતા ગ્યાનદત્ત મિશ્રા સેફક્યોર સર્વિસીસ પ્રા. લિ. કંપનીમાં એરિયા મેનેજર છે. કંપનીની હેડ ઓફિસ મુંબઈ આવેલી છે

આ પણ વાંચો : સુરત : જીવતો વીજતાર તૂટી મહિલાના ગળે વીંટળાઈ ગયો, પતિ-બાળકોની નજર સામે કરૂણ મોત

સુરતમાં એચડીએફસી બેંકના તમામ એટીએમની જાળવણી અને સુરક્ષાનો કોન્ટ્રાક્ટ તેમની કંપની પાસે છે. દરમિયાન, ગત શનિવારે મધરાત્રે ૧ વાગ્યે મુંબઇ સ્થિત હેડ ઓફિસથી કોલ આવ્યો કે, એટીએમમાં કોઇક યુવક લોખંડનો સળિયો લઇ ઘૂસી ગયો છે અને મશીન તોડવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનો એલર્ટ મેસેજ મળવા સાથે સીસીટીવી કેમેરામાં એક યુવક દેખાય પણ છે. જેથી જે-તે આઇડીવાળા એટીએમની તપાસ કરતા દિલ્હીગેટ ચારરસ્તા ખાતે શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલા એટીએમમાં કોઇક ઘૂસી ગયો હોવાનું જણાયું હતુ.

જેથી તુરંત મહિધરપુરા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે તુરંત એટીએમ પર ધસી જઇ બહાર મોપેડ પાર્ક કરી એટીએમ તોડવા ઘૂસેલા યુવકને આબાદ પકડી પાડ્યો હતો. યુવકે એટીએમનું અપર ફેસીયા, હુડ લોક, પીસેન્ટર મોડ્યુલ મળી ૯૪,૫૦૦નું નુકસાન કર્યુ હતું.

આ પણ વાંચો : પાલિતાણા : વ્યાજખોરોએ યુવક પર પેટ્રોલ છાંટ્યુ, દિવાસળી ચાપી જીવતો સળગાવ્યો

મહિધરપુરા પોલીસે ગુનો નોંધી પાર્થ ભીખાભાઇ રાવળને અટકાયતમાં લઇ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પાર્થ કર્મકાંડી બ્રાહ્મણ છે અને તેના પિતા ટિફિન સર્વિસનું કામ કરે છે. પાર્થની પત્ની થોડા દિવસો પહેલાં પૈસા કમાવા બાબતે ઝઘડો કરીને પિયર રહેવા ચાલી ગઇ હતી. પત્નીના ટોણાંથી પાર્થને લાગી આવ્યું હતું જેથી તેને એટીએમ તોડી મોટી કેશ ચોરીનો પ્લાન ઘડ્યો હતો.
Published by:Jay Mishra
First published:April 05, 2021, 15:58 pm

ટૉપ ન્યૂઝ