સુરત: 'પૈસા ઉછીના ના આપ્યા', તો પાડોશીએ બાળકની હત્યા કરી 30 કિમી દુર લાશ ફેંકી દીધી

સુરત: 'પૈસા ઉછીના ના આપ્યા', તો પાડોશીએ બાળકની હત્યા કરી 30 કિમી દુર લાશ ફેંકી દીધી
પ્રતિકાત્મક તસવીર

પોલીસે પાડોશી આદિતની કડક રીતે પૂછપરછ કરતા તે તૂટી પડ્યો હતો અને પૈસા ન આપવાની અદાવતમાં તેણે આ પગલું ભર્યું હોવાનો ખુલાસો થયો છે

  • Share this:
સુરત : શહેરમાં વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે. સુરતમાં લૂંટ, હત્યા, રેપ, મારામારીની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ગુનેગારોને કાયદાની કે પોલીસની જરા પણ બીક ન હોય તેમ એક પછી એક ક્રાઈમની ઘટનાઓ સામે આવતા વેપારી નગરી સુરતની બીજી એક અલગ જ સુરત સામે આવી રહી છે. આજે સુરતના ભટાર વિસ્તારમાં બાલકનું અપહરણ કરી હત્યા કરી લાશ ફેંકી દેવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના ભટાર વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના કિશન સાહની નામના વ્યક્તિનો સગીર બાળક શુક્રવારે અચાનક ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે ફરિયાદીએ પોલીસ સમક્ષ બાળકનું પાડોશી દ્વારા અપહરણ કરાયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ મામલે પોલીસે કડક રીતે તપાસ કરતા પાડોશીએ અપહરણ અને ત્યારબાદ હત્યા કીર હોવાની વાત કબૂલતા બાળકના માતા-પિતાના માથે દુખનો પહાડ તૂટી પડ્યો હતો. પોલીસે હત્યા કરાયેલી લાશ શોધી કાઢી છે.સુરત: 'તારા પતિ-બાળકોને મારી નાખે', સુપરવાઈઝરે કારખાનામાં દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી બનાવી

સુરત: 'તારા પતિ-બાળકોને મારી નાખે', સુપરવાઈઝરે કારખાનામાં દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી બનાવી

વિગતે ઘટનાની વાત કરીએ તો, ભટાર વિસ્તારમાં રહેતા કિશન સાહનીના નજીકમાં રહેતા પાડોશી આદિત પાસવાન નામના વ્યક્તિએ ઉછીના પૈસા માંગ્યા હતા, પરંતુ કિશને પૈસા આપવાની ના પાડી હતી. જોકે, બંને પાડોશીઓ વચ્ચે એવા કોઈ ખરાબ સંબંધ ન હતા. શુક્રવારે આદિત પાસવાન કિશનના બાળક આકાશનને પોતાના બાઈક પર બેસાડી લઈ ગયો ત્યારબાદ તેની હત્યા કરી લાશ ઓલપાડ-સાયણ રોડ પર ઝાડીઓમાં ફેંકી દીધી હતી.

સુરત: પાંડેસરામાં યુવાનની ઘાતકી હત્યા, મૂઢ મારમારી હત્યાની આશંકા, પોલીસ દોડતી થઈ

સુરત: પાંડેસરામાં યુવાનની ઘાતકી હત્યા, મૂઢ મારમારી હત્યાની આશંકા, પોલીસ દોડતી થઈ

આ મામલે ફરીયાદના આધારે પોલીસે પાડોશી આદિતની કડક રીતે પૂછપરછ કરતા તે તૂટી પડ્યો હતો અને પૈસા ન આપવાની અદાવતમાં તેણે આ પગલું ભર્યું હોવાનો ખુલાસો થયો છે. લાશ ઓલપાડ-સાયણ રોડ પર ફેંકી હોવાની વાત મળતા ખટોદરા પોલીસ અને સાયણ પોલીસ પોલીસ અધિકારીઓનો કાફલો આરોપીને સાથે રાખી લાશ જ્યાં ફેંકી હતી ત્યાં પહોંચી ગયો હતો, અને લાશનો કબજો મેળવ્યો હતો. પોલીસે હાલમાં બાળકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દીધી છે. આ બાજુ આરોપી વિરુદ્ધ અપહરણ અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
Published by:kiran mehta
First published:November 21, 2020, 21:45 pm