સુરતમાં કરૂણ ઘટના, માતાએ ત્રણ વર્ષની બાળકી સાથે પાંચમા માળેથી લગાવી મોતની છલાંગ

સુરતમાં કરૂણ ઘટના, માતાએ ત્રણ વર્ષની બાળકી સાથે પાંચમા માળેથી લગાવી મોતની છલાંગ
પ્રતિકાત્મક તસવીર

એપાર્ટમેન્ટના પાંચમા માળની અગાસી ઉપરથી નીચે છલાંગ લગાવી હતી. માતા અને માસુમ પુત્રી સાથે નીચે પડતાં બંનેના માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે કરૂણ મોત નિપજયા

  • Share this:
સુરત: પરવત પાટિયા વિસ્તારના એક એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પરણિતા પોતાની ત્રણ વર્ષિય બાળકી સાથે છલાંગ લગાવી આપઘાત કરી લેતા આસપાસના લોકોમાં ચકચાર મચી જવા પામી છે. યુવતીએ ઘરકંકાસના કારણે પગલુ ભર્યુ હોવાનું પિયર પક્ષે આક્ષેપ કર્યો છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ હરિયાણાના ભિવાનીના વતની હાલ પરવત પાટિયા સ્થિત રૂદ્રમણી એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ દેવેન્દ્ર સોમાણી ટેક્ષટાઇલ માર્કેટમાં સાડી - ડ્રેસ પેકિંગ બોક્ષના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આશિષના પાંચ વર્ષ અગાઉ 32 વર્ષિય કોમલ નામની યુવતી સાથે લગ્ન થયા હતા.આ પણ વાંચો - સુરત જળ બંબાકાર: મીઠી ખાડી હજુ ભયજનક સપાટી પર, જાણો - આજે કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો

લગ્નજીવન દરમિયાન કોમલે ત્રણ વર્ષિય પુત્રી મિષ્ટીને જન્મ આપ્યો હતો. દરમિયાન આજે બપોરે સાડા ત્રણ કલાકના અરસામાં કોમલે તેની ત્રણ વર્ષિય પુત્રિ મિષ્ટી સાથે રૂદ્રમણી એપાર્ટમેન્ટના પાંચમા માળની અગાસી ઉપરથી નીચે છલાંગ લગાવી હતી. માતા અને માસુમ પુત્રી સાથે નીચે પડતાં બંનેના માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે કરૂણ મોત નિપજયા હતા.

બનાવની જાણ થતાં એપાર્ટમેન્ટના રહીશોએ બુમાબુમ કરતા તેના પરિવારજનો, પિયર પક્ષ અને પુણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. કોમલના સગા મામા મહેશએ આક્ષેપ કર્યો છે કે જયારથી કોમલના લગ્ન થયા ત્યારથી તેના સાસુ અને સસરા બંને ખુબ જ ત્રાસ આપતાં હતા, જયારે તેના પતિ આશિષને જુદા થવા માટે પણ સમજાવ્યો હતો. અંતે માનસિક ત્રાસના કારણથી કંટાળી જઇને કોમલ એ આજે તેની પુત્રી સાથે કુદી પડી જીવતર ટુંકાવી દીધુ હતુ. પુણા પોલીસે માતા પુત્રીના મૃતદેહના સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવીને વધુ તપાસ આદરી છે.
Published by:kiran mehta
First published:August 18, 2020, 21:48 pm

ટૉપ ન્યૂઝ