'મે બદકામ કર્યું છે અને સંભોગ કરતા લોહી નીકળ્યું છે': બાળા સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની આકરી સજા

'મે બદકામ કર્યું છે અને સંભોગ કરતા લોહી નીકળ્યું છે': બાળા સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની આકરી સજા
પ્રતિકાત્મક તસવીર

આરોપીએ તમામ હદો ઓળંગી નાંખી છે તેવું કહીને કોર્ટે 20 વર્ષની સજા સંભળાવી હતી.

  • Share this:
સુરતઃ શહેરમાં આજથી ત્રણ વર્ષ પહેલા પાંડેસરામાં (pandesara) પાંચ વર્ષની માસૂમ બાળાસાથે દુષ્કર્મની (rape) ઘટના ઘટી હતી. જોકે આરોપી બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ પોલીસે તેને ઝડપી પડ્યો હતો અને આ કેસ આજે શુક્રવારે સુરતની કોર્ટમાં (surat court) ચાલી જતા કોર્ટ આરોપીને 20 વર્ષની આકરી સજા (Harsh punishment) ફટકારી છે. જોકે કોર્ટ દુષ્કર્મની આ ઘટનાને ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના ગણાવી હતી. સાથે જ કહ્યું હકે, દુષ્કર્મના આવા કેસમાં આરોપીના કૃત્યને વખોડવા માટે શબ્દો ઓછા પડી જાય છે, આરોપીએ તમામ હદો ઓળંગી નાંખી છે તેવું કહીને 20 વર્ષની સજા સંભળાવી હતી.

સુરતમાં અવાર નવાર દુષ્કર્મની ઘટના સતત બનતી રહે છે. ત્યારે આજથી ત્રણ વર્ષ પહેલા સુરતના પાંડેસરા વિત્તરમાં આવેલ  ગણપતનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની બાળકી ઘર પાસે રમી રહી હતી. જોકે દરોજની જેમ સામે રહેતા મૂળ બિહારના વિક્રમગંજનો વતની અને ભાડાના મકાનમાં રહેતો સુજીતકુમાર રામબિનય મિસ્ત્રીને ત્યાં રમવા માટે જતી હતી.જોકે બનાવના દિવસે પણ બાળકી રમવા ગયા બાદ આ બાળકીની માતા પોતાનું ઘરકામ પૂરું થયા બાદ બાળકીને બૂમ પડતા બાળકીએ કોઈ જવાબ નહી આપતા પાડોશી  સુજીતકુમાર રામબિનય મિસ્ત્રી ઘરે ગઈ હતી ત્યારે બાળકીને માટે બારી માંથી જોતા બાળકી નગ્ન હાલતમાં હતી અને ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હતુ.

આ પણ વાંચોઃ-3 યુવતીઓનો પ્રયણ ત્રિકોણ! એક-બીજા સાથે રહેવા માટે છોડ્યું ઘર અને પછી આવ્યો આવો વળાંક

બાળાની માતાએ સૂજીતને પુછ્યુ હતું કે, આને શું થયું..? ત્યારે સુજીતે કહ્યું કે, બાળાને ખંજવાળ આવતી હતી એટલે મે ખંજવાળી દીધું છે પરંતુ મારો નંખ વાગી ગયો હશે એટલે લોહી નીકળે છે. ત્યાં જ માતા ઉશ્કેરાઇ હતી અને સૂજીતને સાચુ બોલવા માટે કહેતા જ આજુબાજુના લોકો આવી ગયા હતા.

આ પણ વાંચોઃ-મધ્ય પ્રદેશની ઘટના! ખજાના માટે ખાડો ખોદ્યો, શરતના કારણે બે લોકોએ ગુમાવવો પડ્યો જીવ

તેઓએ સુજીતને દબોચી લીધો હતો પરંતુ ત્યારે સુજીત કંશુ જ બોલ્યો ન હતો. જોકે એટલી વારમાં પડોશીઓ એકત્ર થઈ ગયા હતા. આ બિહારી યુવાને મેથી પાક આપતા  સુજીત ગભરાઇ ગયો હતો અને ધીમે ધીમે બોલતા કહ્યુ કે, મે બદકામ કર્યું છે અને સંભોગ કરતા કરતા લોહી નીકળ્યુ છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આવી ગયા આજના સોના-ચાંદીના નવા ભાવ, ફટાફટ તમે પણ જાણી લો

આ દરમિયાન કોઇએ પોલીસને ફોન કરી દીધો હતો. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સુજીતને પકડી લીધો હતો. પોલીસે સુજીતની સામે બળાત્કારનો ગુનો નોંધી તેને જેલમાં મોકલી આપ્યો હતો. જોકે આ કેસ સુરતની કોર્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી લચતો હતો અને આજે આ કેસમાં સુરત કોર્ટ તેને આકરી સજા ફટકારી હતી.

જોકે આ કેસને ખુબજ ગંભીર ગણાવી  દુષ્કર્મના આવા કેસમાં આરોપીના કૃત્યને વખોડવા માટે શબ્દો ઓછા પડી જાય છે, આરોપીએ તમામ હદો ઓળંગી નાંખી છે તેવું કહીને કોર્ટે 20 વર્ષની સજા સંભળાવી હતી.
Published by:ankit patel
First published:September 18, 2020, 20:41 pm

ટૉપ ન્યૂઝ