વલસાડઃ હોટલ બહાર યુવતી સાથે ઊભેલા પ્રેમીને જાહેરમાં દોડાવી દોડાવીને માર્યો, કપડાં ફાડ્યા, જુઓ Video

News18 Gujarati
Updated: March 10, 2020, 5:05 PM IST
વલસાડઃ હોટલ બહાર યુવતી સાથે ઊભેલા પ્રેમીને જાહેરમાં દોડાવી દોડાવીને માર્યો, કપડાં ફાડ્યા, જુઓ Video
વાયરલ વીડિયોની તસવીર

દક્ષિણ ગુજરાતમાં આવેલા વલસાડ જિલ્લાના કપરાડામાં આવેલી એક હોટલની બહાર યુવક અને યુવતી ઊભા હતા. જોકે, આ સમયે જ યુવતીના પરિવારજનો આવી પહોંચ્યા હતા. ગુસ્સે ભરાયેલા યુવતીના પરિવારજનોએ યુવતીના પ્રેમીને હોટલ બહાર જ પકડીને ઢોર માર મારવા લાગ્યા હતા.

  • Share this:
વલસાડઃ સામાન્ય રીતે યુવતીના પ્રેમીને (Boy friend) જાહેરમાં ઢોર માર મારવાની અનેક ઘટના પોલીસ ચોપડે નોંધાયી છે અને માર મારવાના વીડિયો (viral video) પણ સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ થયેલા છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં વલસાડમાં બન્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. વીડિયોમાં યુવક અને યુવતી હોટલની બહાર ઊભા હતા ત્યારે યુવતીના પરિવારજનોએ હોટલની બહાર જ યુવકને માર માર્યો હતો. એટલું જ નહીં યુવક ભાગવા લાગ્યો ત્યારે પણ યુવકને પકડીને માર માર્યો હતો. તેના કપડાં પણ ફાડી નાંખ્યા હતા. આ ઘટનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.


મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં આવેલા વલસાડ જિલ્લાના કપરાડામાં આવેલી એક હોટલની બહાર યુવક અને યુવતી ઊભા હતા. જોકે, આ સમયે જ યુવતીના પરિવારજનો આવી પહોંચ્યા હતા. ગુસ્સે ભરાયેલા યુવતીના પરિવારજનોએ યુવતીના પ્રેમીને હોટલ બહાર જ પકડીને ઢોર માર મારવા લાગ્યા હતા.

વીડિયોમાં દેખાય છે એ પ્રમાણે યુવક ત્યાંથી ભાગે છે તો પરિવારજોનોનું ટોળું તેની પાછળ દોડે છે. અને તેને પકડીને ફરીથી માર મારવા લાગે છે. પરિવારજનોએ માર મારતા પ્રેમીના કપડા પણ ફાડી નાંખ્યા હતા. જોકે, આટલી મોટી ઘટના બની હોવા છતાં પણ આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.

મળતી માહિતી પ્રમાણે આ ઘટના સોમવારે બની હોવાનું નામવામાં આવી રહ્યું છે. ઘટના સમયે હાજર સ્થાનિક કોઈ યુવકે મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ પ્રેમીની ધોલાઈનો આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.
First published: March 10, 2020, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading