સુરત : માલિકે માર મારતા શ્રમજીવીએ આવેશમાં આવી માલિકની ગાડી સળગાવી દીધી


Updated: December 10, 2019, 12:31 PM IST
સુરત : માલિકે માર મારતા શ્રમજીવીએ આવેશમાં આવી માલિકની ગાડી સળગાવી દીધી
માલિકે માર મારતા પીકઅપ વાન સળગાવી દીધી.

મલિકે શ્રમજીવી કર્મીને માર મારતા કર્મીએ આવેશમાં આવીને પેટ્રોલ છાંટીને માલિકની બોલેરો પીકઅપ વાન સળગાવી નાખી હતી.

  • Share this:
સુરત : કતારગામ જૂની જીઆડીસીમાં મલિકે તેના એક શ્રમજીવી કર્મીને માર મારતા કર્મીએ આવેશમાં આવીને પેટ્રોલ છાંટીને માલિકની બોલેરો પીકઅપ વાન સળગાવી નાખી હતી. પોલીસે શ્રમજીવીને પકડીને પૂછપરછ કરતા
સમગ્ર મામલો સામે આવ્યો હતો.

સુરતના અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ પાસે રંગ અવધૂત સોસાયટીમાં રહેતા 37 વર્ષીય આત્મારામભાઈ રાજુભાઈ સોનવણે કતારગામ જૂની જીઆડીસીમાં બોલેરો પીકઅપ વાન રાખી ત્યાં કારખાનાંઓમાંથી માલ વહનનું કામ કરે છે. ગતરોજ તેની ગાડી  કેપલોન કંપની પાસે પાણીની ટાંકીની દીવાલ પાસે પાર્ક કરી હતી. સાંજે તેની ગાડી સળગેલી હાલતમાં મળી હતી.

આ મામલે ગાડી માલિકે કતારગામ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ માલમે પોલીસે તપાસ કરતા ગાડીમાં કામ કરતા શ્રમજીવી કારીગર બુધીયાભાઈ બળવંતભાઈ રાઠોડની પૂછપરછ ક રીહતી. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતં કે તે બે દિવસ પહેલા બોલેરો પીકઅપ વાન સાથે ડાયમંડ ઇન્સ્ટિટ્યુટની સામે નજરે પડયો હતો. આ બાબતે માલિકે તેની પૂછપરછ કરી હતી. પૂછ્યા વગર પીકઅપ વાન કેમ લઇ ગયો હતો? પૂછાતા જ યુવાને ગાળાગાળી કરી હતી. જે બાદમાં આત્મારામભાઇએ તેને બે-ત્રણ મુક્કા અને લાતો મારી હતી.

આ વાતને લઈને યુવક ખૂબ રોષમાં હતો. આથી તેણે મલિક જે જગ્યાએ ગાડી પાર્ક કરતા હતા ત્યાં જઈને ગાડી પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. યુવકની આવા કબૂલાત બાદ પોલીસે તેની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
First published: December 10, 2019, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading