દિલ્હીથી ફ્લાઈટમાં સુરત આવતીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ, લોકોને આવી રીતે બનાવતા હતા પોતાના શિકાર


Updated: September 20, 2020, 4:17 PM IST
દિલ્હીથી ફ્લાઈટમાં સુરત આવતીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ, લોકોને આવી રીતે બનાવતા હતા પોતાના શિકાર
પકડાયેલા આરોપીઓની તસવીર

સુરત શહેરમાં ગરીબ મધ્યમ વર્ગના લોકોના મહેનતના રૂપિયા ડુપ્લિકેટ એ.ટી.એમ કાર્ડ દ્વારા બેંક ખાતામાંથી બારોબાર ઉપાડી જતા હોવાની અનેક ફરિયાદો પોલિસ મથકોમાં દાખલ થઇ હતી.

  • Share this:
સુરતઃ શહેરના એ.ટી, એમ માંથી કાર્ડ રિડરની ચોરી કરી તેના ડેટાથી ક્લોનિંગ મશીન દ્વારા ડુપ્લિકેટ એ.ટી.એમ કાર્ડ બનાવી લોકોના ખાતામાંથી દેશના અલગ અલગ રાજ્યોના એ.ટી.એમ માંથી રોકડા રૂપિયા ઉપાડતી આંતરરાજ્ય ગેંગને મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપીપાડી છે. આ ગેંગ ખાસ બિહારથી દિલ્હી અને દિલ્હીથી ફાલાઇટ દ્વારા સુરત આવતા હતા.

સુરત શહેરમાં ગરીબ મધ્યમ વર્ગના લોકોના મહેનતના રૂપિયા ડુપ્લિકેટ એ.ટી.એમ કાર્ડ દ્વારા બેંક ખાતામાંથી બારોબાર ઉપાડી જતા હોવાની અનેક ફરિયાદો પોલિસ મથકોમાં દાખલ થઇ હતી. જેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા  બનેલ આવા પ્રકારના બનાવોની માહીતિ એકત્રિત કરી બેંકો તેમજ હિટાચી કંપનીનો સંપર્ક કરી ડુપ્લિકેટ એ.ટી.એમ કાર્ડ દ્વારા બેંક ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડ કરી લેતા વ્યક્તિનો સુધી પહોચવાના સતત મહેનતપૂર્ણ પ્રયત્નો હાથ ધરતા ટેકનિકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી ફુટેજ તેમજ હ્યુમન સૌર્સમારફતે આખરેસુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી.

પોલિસ પુછપરછમાં જાણવા મળ્યુંહતું કે આરોપીઓ  બિહારથી દિલ્લી અને દિલ્લીથી સુરત ફ્લાઈટ મારફતે આવીને સુરત શહેરમાં ડીંડોલી, ઉધના, લિમ્બાયત, સચિન, સચિન જી.આઈ.ડી.સી, પાર્ડેસરા, પુણા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ આવેલી એન.સી.આર કંપનીના એક્સિસ બેન્કના એ.ટી.એમ ટાર્ગેટ કરીને એક્સિસ બેન્કના એ.ટી.એમ.મીશનનુ હુડ ડુપ્લેકટ ચાવી વડે ખોલી દેતા હતા.

આ પણ વાંચોઃ-Photos: અમદાવાદમાં Reality check, ચાની કીટલી, નાસ્તાના સ્ટોલ ઉપર coronaની SOPની ઐસી તૈસી

એટીએમમાંથી પૈસા ઉપાડ કરવા આવતા જતા વ્યક્તિના કાર્ડના ડેટા ચોરી કરવાના ઇરાદે તે એ.ટી.એમ.ના કાર્ડ રીડરમાં ચીપ ઇન્સર્ટ કરી કાર્ડનો ડેટા કોપી કરી ચોરી કરતુ સ્કીમર ડીવાઇસ ફીટ કરી એ.ટી.એમ.મીશનમાં કેશ ઉપાડવા આવતા વ્યક્તિઓની આજુ બાજુમાં ઉભા રહી જઇ તે વ્યક્તિના એ.ટી.એમ કાર્ડના પીન નંબર તથા એ.ટી.એમ કાર્ડ પર રહેલા છેલ્લા ચાર ડીઝીટ જોઇ લખી લેતા હતા.

આ પણ વાંચોઃ-ગજબનો કિસ્સોઃ ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરની થઈ એવી હાલત, જાણીને તમે પેટ પકડીને હસવા લાગશોત્યારબાદ એટીએમ મશીનોમાંથી કાર્ડ રીડર ચોરી કરી તે ચોરી કરેલ પીન નંબર તથા કાર્ડ નંબરોની માહિતી તથા સ્કીમર મશીન દ્વારા ચોરી કરેલ ડેટાની માહિતી સરખાવી એ.ટી.એમ. કાર્ડનો આખા નંબર તથા તેનો ચોરી કરેલા પીન નંબરની માહિતી આધારે દિલ્હી તથા બીહાર ખાતે જઇ પોતાની પાસેના ચોરીના એટીએમ કાર્ડમા રાઇટર સોફ્ટવેરના મદદથી સ્કીમર મશીન દ્વારા એકત્રીત કરેલ એ.ટી.એમ.ના ડેટાની માહિતી બ્લેક કાર્ડમા રાઇટ કરી તે એટીએમ કાર્ડ ક્લોન બનાવતા હતા.

આ પ ણ વાંચોઃ-સુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર

આમ કરીને દિલ્લી ફિરોજપુર જઈ એ.ટી.એમમાંથી પૈસા ઉપાડી લેતા આમ તેઓએ સુરત શહેર સિવાય મુબઈ, દિલ્લી, બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ તેમજ ભારતના અલગ અલગ રાજ્યોમાં જઇને પણ ગુનાઓ આચરેલા છે. ઝડપાયેલા આરોપીઓએ 10થી વધુ ગુન્હા આચરેલ હોવાનું સામે આવ્યું છે. જેની ફરિયાદ તેમજ અરજીઓ પોલિસ મથકમાં મળી છે. ઉપરાંત ઉતરપ્રદેશ અને ઝારખંડમાં પણ તેમનીસામે ગુન્હા નોધાયેલા છે.

ઝડપાયેલા આરોપીઓ
(૧) લિટુ કુમાર નવીનસીંગ ભુમિહાર ઉવ .૨૪ ચોવાર શીવ મંદીરના બાજુમા થાના- ટૅનટુપા ગયા (બિહાર)(૨) હીમાંશુ શેખર ઉ છોટુ રામાનંદસીંગ ભુમિહાર ઉવ .૨૨ મુળગામ- ચોવાર રાજકીય માધ્યમીક વિદ્યાલયનાબાજુમા થાનો- ટેનટુપા જી. ગયા (બિહાર)(૩) મુરારીકુમાર S/ o વિજય પાડિ ઉવ .૨૬ મુળગામ- ચોવાર નંદલાલ માલીના મકાનના બાજુમા થાનાટૅનટુપા જી.ગયા (બિહાર)(૪) રીતુરાજસીંગ ઉર્ફે બીટુ S/ O નિરજસીંગ ભુમિહાર ઉવ. ૨૧ મુળગામ- ચોવાર શીવ મંદીર ના બાજુમાંથાના- ટૅનટુપા જી. ગયા (બિહાર)(૫) સોનકુમારસીંગ S/ O બીપીનસીંગ ભુમીહાર ઉવ .૧૯ મુળગામ- ચોવાર ન્યુ ગાર્ડન સુકલના બાજુમા થાનાટૅનટુપ છે. ગયા (બિહાર) ઓને ઝડપી પાડેલ છે.

એક આરોપી વોન્ટેડ જાહેર
ડિટેક્ટ થયેલ ગુના
(૧) ડીડોંલી પોલીસ સ્ટેશન(૨) પાર્વેસરા પોલીસ સ્ટેશન (૩) લિંબાયત પોલીસ સ્ટેશન (૪) પાર્વેસરા પોલીસ સ્ટેશનઉપરોક્ત ચાર ગુનાઓમા ફરીયાદીઓના પૈસા ડુપ્લીકેટ એટીએમ કાર્ડ દ્વારા પડાવી લીધેલ છે.
(૧) પાંડેસરા પોલીસ સ્ટેશન  (ઘરફોડચોરી)(૨) ઉધના પોલીસ સ્ટેશન (ધરફોડચોરી)(૩) પુણાપોલીસ સ્ટેશન (ઘરફોડચોરી)(૪) પાન્ડેસરા પોલીસ સ્ટેશન (ઘરફોડચોરી)(૫) ડીડોંલી પોલીસ સ્ટેશન  (ઘરફોડચોરી)(૬) ડી.સી.બી પોલીસ સ્ટેશન  (ઘરફોડચોરી)ઉપરોક્ત છ ગુનાઓમાં એ.ટી.એમ. મશીનોના હુડ ખોલી એ.ટી.એમ. કાર્ડરીડર ચોરી કરેલ હોવાના બનાવો બનેલ છે.

(૧) બુધાના પો.સ્ટે. ઉત્તરપ્રદેશ ૩૧૯૦૬૦૧૦૧૯૦૦૫૧ IT ACT 66  (વોન્ટેડ બિટ્ટુ કુમાર)(૨) બુધાના પો.સ્ટે. ઉત્તરપ્રદેશ ૩૧૯૦૬૦૧૦૧૯૦૦૩૧ IT ACT 66 ઈ.પી.કો ક્લમ ૨૧૨,૪૬૭,૪૬૮,૪૭૧,૪૨૦ (વોન્ટેડ બિટુ કુમાર)(૩) બુધાના પો.સ્ટે. ઉત્તરપ્રદેશ ૩૧૯૦૬૦૧૦૧૮૦૬૬૪ IT ACT 66 ઈ.પી.કો ક્લમ ૨૧૨,૪૬૭,૪૬૮,૪૭૧,૪૨૦ (વોન્ટેડ બિટ્ટુ કુમાર)(૪) કોડારમાં પોલીસ સ્ટેશન ઝારખંડ ૩૪૭૯૬૦૩૫૧૮૦૨૨૮ (વોન્ટેડ હિમાંશુ)ઉપરોક્ત ચાર ગુનાઓમાં આરોપીઓ નાસતા ફરે છે. ’

કબજે કરેલ મુદ્દામાલ કુલ કી.રૂ. ૩,૩૭,૫૩૦
(૧) એક ડેલ કંપની નુ લેપટોપ કિ.રૂ ૩૬૦૦૦/(૨) કાર્ડ રિડર નંગ -૦૫ કિ.રૂ ૧૨૫૦૦૦/(૩) મોબાઈલ નંગ -૦૬ કિ.રૂ ૬૫૦૦૦/(૪) ડેટા ક્લોન કરવાના સ્કિમર નંગ -૦૨ કિ.રૂ ૨૦૦૦૦/(૫) રોકડા રૂપિયા ૬૧૫૩૦/(૬) મેસ્ટ્રો મોપેડ- કીરૂ. ૩૦૦૦૦/(૬) સ્કુ ડાઈવર નંગ -૦૩(૭) એટીએમ કાર્ડ નંગ -૧૦(૮) સ્કુ ડ્રાઈવર ટૂલ બોક્ષ(૯) ડોક્ટર ટેપ પટ્ટીઓ નંગ -૦૪(૧૦) કેબલ નંગ -૦૧(૧૧) ડાયરી નંગ -૦૧.
Published by: ankit patel
First published: September 20, 2020, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading