સુરતઃ પાંડેસરા પોલીસના કબજામાં high tech ઠગ ટોળકી, ફ્લાઈટમાં દિલ્હીથી સુરતમાં આવી આચરતા હતા ગુનો


Updated: October 21, 2020, 4:36 PM IST
સુરતઃ પાંડેસરા પોલીસના કબજામાં high tech ઠગ ટોળકી, ફ્લાઈટમાં દિલ્હીથી સુરતમાં આવી આચરતા હતા ગુનો
ફાઈલ તસવીર

ટોળકી બિહારથી દિલ્લી અને દિલ્લીથી સુરત ફલાઈટ મારફતે આવીને સુરત શહેરમાં ડીંડોલી, ઉધના, લિમ્બાયત, સચિન, સચિન જીઆઈડીસી, પાર્ડેસરા, પુણા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઍ ગુનાને અંજામ આપ્યો હતો.

  • Share this:
સુરતઃ ક્રાઈમ બ્રાન્ચે (crime branch) ગયા મહિને ઍનસીઆર કંપનીના ઍક્સીસ બેન્કના (Axis bank) ઍટીઍમમાં (ATM) પૈસા ઉપાડવા ગ્રાહકોના ઍટીઍમ કાર્ડ ક્લોન કરી નકલી કાર્ડ બનાવ્યા બાદ પૈસા ઉપાડી છેતરપિંડી કરી આંતરરાજ્ય ટોળકીને ઝડપી પાડી હતી. ટોળકીની પ્રાથમિક પુછપરછમાં શહેરના દસ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં પાંડેસરા પોલીસના ત્રણ ગુના હતા. દરમિયાન ગઈકાલે પાંડેસરા પોલીસે (Pandesara police) તેમના ગુનાના કામે ટોળકીનો ટ્રાન્સફર વોરન્ટથી કબજા મેળવી ધરપકડ કરી અગાળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં  છેલ્લા કેટલાક મહિનાથી શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના મહેનતના રૂપિયા ડુપ્લીકેટ ઍટીઍમ કાર્ડ દ્વારા બેન્ક ખાતામાંથી બારોબાર ઉપડી જતા હતા હોવાની ફરિયાદ પોલીસમાં નોઁધાઈ હતી. બનાવની ગંભીરતા જાઈને ક્રાઈમ બ્રાન્ચે તપાસના ચક્રોગમિતાન કર્યા હતા અને સીસીફુટેજની સાથે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરુ કરી હતી જેમાં સફળતા મળી હતી.

ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં બિટ્ટુકુમાર નવીનસીંગ ભુમિહાર, હિમાંશુ શેખર ભુમિહાર. મુરારીકુમાર વિજય પાંડે, રીતુરાજસિંહ નિરજસીંગ ભુમિહાર, સોનુકુમારસીંગ ભુમિહારની ધરપકડ કરી હતી. પોલીસની પુછપરછમાં ટોળકી બિહારથી દિલ્લી અને દિલ્લીથી સુરત ફલાઈટ મારફતે આવીને સુરત શહેરમાં ડીંડોલી, ઉધના, લિમ્બાયત, સચિન, સચિન જીઆઈડીસી, પાર્ડેસરા, પુણા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઍ આવેલી ઍન.સી.આર કંપનીના ઍક્સિસ બેન્કના ઍટીઍમ ટાર્ગેટ કરીને ઍક્સિસ બેક્નના ઍટીઍમ મીશનનુ હુડ ડુપ્લેકટ ચાવી વડે ખોલી દેતા હતા.

આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! દૂધ લેવા જતી મેનેજરની પત્નીને રોમિયોએ કર્યા ગંદા ઈશારા, હાથ પકડી ચીઠ્ઠી પકડાવી

ઍટીઍમમાંથી પૈસા ઉપાડ કરવા આવતા જતા વ્યક્તિના કાર્ડના ડેટા ચોરી કરવાના ઇરાદે તે ઍટીઍમના કાર્ડ રીડરમાં ચીપ ઇન્સર્ટ કરી કાર્ડનો ડેટા કોપી કરી ચોરી કરતુ સ્કીમર ડીવાઇસ ફીટ કરી ઍટીઍમ મીશનમાં કેશ ઉપાડવા આવતા વ્યક્તિઓની આજુ બાજુમાં ઉભા રહી જઇ તે વ્યક્તિના ઍટીઍમ કાર્ડના પીન નંબર તથા ઍટીઍમ કાર્ડ પર રહેલા છેલ્લા ચાર ડીઝીટ જોઇ લખી લેતા હતા.

આ પણ વાંચોઃ-મેં નક્કી કર્યું હતું કે મારે કોરોનામૂક્ત બનવું જ છે ભલે મને અસ્થમા હોય': જસદણના 98 વર્ષના દૂધીબેને coronaને હરાવ્યોઆ પણ વાંચોઃ-અમદાવાદ કોલ સેન્ટર તોડ કાંડઃ વસ્ત્રાપુર પોલીસનો એક કોન્સ્ટેબલ વૈભવી 'ઠાઠ'થી જીવે છે જિંદગી, મોંઘીદાટ કાર લઈને જાય છે નોકરીએ

આમ કરીને દિલ્લી ફિરોજપુર જઈ ઍટીઍમમાંથી પૈસા ઉપાડી લેતા આમ તેઓઍ સુરત શહેર સિવાય મુબઈ, દિલ્લી, બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ તેમજ ભારતના અલગ અલગ રાજ્યોમાં જઇને પણ ગુનાઓ આચરેલા છે.ઝડપાયેલા આરોપીઓઍ 10થી વધુ ગુન્હા આચરેલ હોવાનું સામે આવ્યું છે. જેમાં પાંડેસરા પોલીસ મથકના ત્રણ ગુનાનો સમાવેશ થતો હતો. દરમિયાન પાંડેસરા પોલીસે તેમના ગુનાના કામે ટોળકીનો ગઈકાલે ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી હતી.
Published by: ankit patel
First published: October 21, 2020, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading