સુરત : Lockdownમાં છૂટના બીજા દિવસે વધુ 28 Corona પોઝિટિવ કેસ, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ


Updated: May 22, 2020, 9:53 PM IST
સુરત : Lockdownમાં છૂટના બીજા દિવસે વધુ 28 Corona પોઝિટિવ કેસ, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ
મે મહિનાથી નવા કેસ સામે નથી આવી રહ્યા. ન્યૂઝીલેન્ડના મોટાભાગ વિસ્તારોમાંથી લોકડાઉન હટાવી દેવામાં આવ્યું છે. પણ જ્યારે ન્યૂઝીલેન્ડ તેની સીમાને વિદેશી નાગરિકો માટે ખોલશે ત્યારે સ્થિતિ વધુ પડકારરૂપ બની શકે છે.

સુરત શહેરમાં 26 અને ગ્રામીણ વિસ્તારમાં 2 દર્દી નોંધાતા દર્દી સંખ્યા 28 પર પહોંચી છે. કુલ દર્દીનો 1304 પર આંકડો પહોંચ્યો છે

  • Share this:
સુરત : કોરોના વાઇરસને લઇને સુરતમાં સતત દર્દીની સંખ્યા વધી રહી છે, ત્યારે આજે સુરત શહેરમાં 26 અને ગ્રામીણ વિસ્તારમાં 2 દર્દી નોંધાતા દર્દી સંખ્યા 28 પર પહોંચી છે. કુલ દર્દીનો 1304 પર આંકડો પહોંચ્યો છે, જયારે આજે શહેર વિસ્તારમાં વધુ એક મોત થતા મરણ આંક 58 પર પહોંચ્યો છે. જોકે સુરતમાં આજે સૌથી વધુ કેસ લીબાયત ઝોનમાં નોંધાયા છે, 9 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

કોરોના વાઇરસને લઇને દરરોજ દર્દીની સંખ્યા સુરત ખાતે સતત વધી રહી છે. આજે સુરત શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીમાં 26 દર્દી વધારો થયો છે જયારે ગ્રામીણ વિસ્તારમાં 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતા આજે દર્દીની સંખ્યા 28 થઇ છે. જોકે અતિયાર સુધીમાં સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીની વાત કરીયે તો 1212 જયારે જિલ્લા 92 દર્દી સાથે દર્દી સંખ્યા 1304 પર પહોંચવા પામી છે.

આજે સુરત ખાતે રહેતા અને તારીખ 19 મેના રોજ શ્વાસ સહિતની તકલીફ થતાં ગોપીપુરા ખાતે આવેલ મોમનાવાડમા રહેતા 50 વર્ષીય બેતુલ્લા રમઝાન અલી પાસાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં આજે કોરોનાથી તેમનું મોત થયું છે, આ સાથે મરણ આંક 57 પર પહોંચ્યો છે.

જેમાં શહેર વિસ્તારમાં કોરોના લઇને મરણ આંક 56 અને ગ્રામીણ વિસ્તારમાં અત્યાર સુધી કોરોના લઇને બે લોકોના મોત થયા છે. જકે, આજે કોરોનાને માટે આપીને સુરતના 28 દર્દીને રજા અને જિલ્લાના 3 લોકોને રજા આપતા આજે ટોટલ 28 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પહોંચ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં શહેરમાં 880 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આજે પણ સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દી લીબાયત વિસ્તારમાં નોંધાયા છે, આમ સુરતના સેન્ટર ઝોનમાં 4, વરાછા બી ઝોનમાં 2, રાંદેર ઝોનમાં 2, કતારગામ ઝોનમાં 3, લીબાયત ઝોનમાં 9, ઉધના ઝોનમા 3, અને આઠવા ઝોનમાં 3 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

આજે દર્દી કોરોના પોઝિટિવની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ દર્દી લીંબાયત ઝોનમાં નોંધાયા છે. કારણ કે, આ વિસ્તાર રેડ ઝૉનમાં આવતો હોવાને લઇને અહીંયા કોઈ પણ પ્રકારની છૂટ નથી. અત્યાર સુધીમાં સુરતમાં સૌથી વધુ કેસ લીંબાયત ઝોનમાં 466 કેસ નોંધાયા છે.
First published: May 22, 2020, 9:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading