સુરતમાં coronaનો કહેર વધ્યો! વધુ 266 લોકો થયા સંક્રમિત, જાણો કયા વિસ્તારમાં કેટલા કેસ?

સુરતમાં coronaનો કહેર વધ્યો! વધુ 266 લોકો થયા સંક્રમિત, જાણો કયા વિસ્તારમાં કેટલા કેસ?
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં 213 જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 53 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા  41406 પર પહોંચી છે. જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 1041 પર પહોંચ્યો છે.

  • Share this:
સુરતઃ શહેરમાં કોરોનાના દર્દી (corona patient) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 266 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ (covid-19 positive case) આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં (surat corona update) 213 જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 53 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા  41406 પર પહોંચી છે. જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 1041 પર પહોંચ્યો છે, તેવામાં આજે 224 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 266 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 213  કેસ નોધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 30369  જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 53  કેસ સાથે દર્દી સંખ્યા 11037 પર પહોંચી છે.



કુલ દર્દી સંખ્યા 41406 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 1041 થયો છે. જેમાંથી  281  મૃત્યુ જિલ્લાના છે અને 760 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 177 જ્યારે જિલ્લામાં આજે 47  દર્દીને રજા આપતા, કુલ 226 દર્દીઓ   કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 38926 જેમાં શહેર વિસ્તરમાં  28565 જયારે ગ્રામીય વિસ્તારના 10361 દર્દી છે.

આ પણ વાંચોઃ-હું કાયર નથી.. SORRY પપ્પા..': સૂસાઈડ નોટ લખીને ITIના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ત્રણ સામે ફરિયાદ

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
આજે સેન્ટ્રલ ઝોન 24 , વરાછા એ ઝોનમાં 17, વરાછા બી 2  25,  રાંદેર ઝોન 29  કતારગામ ઝોનમાં 27 લીબાયત ઝોનમાં 21, ઉધના ઝોનમાં 23 અને અથવા ઝોનમાં 47 કેસ નોંધાયા.

આ પણ વાંચોઃ-ગાયબ પત્નીને શોધવા ખાસ મિત્રના ઘરે પહોંચ્યો પતિ, બંધ ફ્લેટમાં જોયુ તો પતિના માથે આભ તૂટી પડ્યું

આ પણ વાંચોઃ-OMG! પાંચ વર્ષના બાળકના પેટમાંથી મળ્યું સાપ જેવું ત્રણ ફૂટ લાંબુ ગુંચડું, જોઈને ડોક્ટરો પ

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યું છે.   ત્યારે  તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.



.જોકે જિલ્લામાં  ચોર્યાસી 18 ઓલપાડ 9 કામરેજ 13.  પલસાણા 2 બારડોલી 7, મહુવા 0, માંડવી 2 અને માંગરોળ 2  અને ઉમરપાડા 0 કેસ નોંધાતા  જિલ્લામાં સતત કેસ વધી રહ્યા છે.  પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ   પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by:ankit patel
First published:November 22, 2020, 22:46 pm

ટૉપ ન્યૂઝ