સુરતમાં વધુ 19 કોરોના પોઝિટિવના કેસથી હડકંપ, જાણો - આજે કયા વિસ્તારના કોને 'ચોંટ્યો' Corona?

સુરતમાં વધુ 19 કોરોના પોઝિટિવના કેસથી હડકંપ, જાણો - આજે કયા વિસ્તારના કોને 'ચોંટ્યો' Corona?
ફાઈલ ફોટો

સુરતમાં આજે એક મહિલા દર્દીના મોત સાથે મૃત્યું આંક 14 પહોંચ્યો તો કુલ કોરોના પોઝિટિવનો આંકડો 471એ પહોંચ્યો. જાણો - આજે કયા વિસ્તારના કોને-કોને અને કેવી રીતે 'ચોંટ્યો' કોરોના વાયરસ ચોંટ્યો

  • Share this:
સુરત: સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે દિવસેને દિવસે દર્દીની સંખ્યા વધી રહી છે ત્યારે આજે વધુ સવારે બે અને સાંજે 17 સાથે નવા 19 દર્દીનો ઉમેરો થતા સુરત શહેર અને જિલ્લા દર્દીનો આંકડો 471 પર પહોંચ્યો છે, તેવામાં સુરતના લીબાયત ઝોનમાં દર્દી સંખ્યા વધતા સંજય નગરના વિસ્તારને તંત્ર દ્વારા કલસ્ટર ઝોન જાહેર કરી 17580 હોમ ક્વૉરન્ટીન કરવાના આદેશ અપ્યા છે, તેવામાં આગામી દિવસમાં કેન્દ્રની ટીમ સુરતની મુલાકાત માટે આવવાની છે અને તે અહીં સમીક્ષા કરશે.

કોરોના કહેર દિવસેને દિવસે સુરતમાં વધી રહ્યો છે, તેવામાં આજે દિવસ દરમિયાન સવારે બે અને સાજે 17 મળી 19 કેસ સામે આવતા અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લા મળી કુલ પોઝિટિવની સંખ્યા 471 પર પહોંચી ગઈ છે. આજે વધુ 1 મહિલા દર્દીનું મોત નીપજતા કુલ મૃત્યુ આંક 14 પર પહોંચ્યો છે. સુરત શહેર અને જિલ્લા મળી અત્યાર સુધીમાં 17 લોકોને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે. આજે સવારે 6 વાગ્યાથી સુરત શહેરના ચાર પોલીસ સ્ટેશન અને એક પોલીસ સ્ટેશનના પોલીસ ચોકી વિસ્તારમાં લાગુ કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે.આ સિવાય અડાજણ ગુટખા વેંચતા એક યુવાન અને પુણાના કોર્પોરેટર વિજય પાનસેરીયાની માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, દિવસેને દિવસે પોઝિટિવ કેસ અને મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં 10 ગણો વધારો થયો છે. જેથી કેન્દ્રની ટીમ સ્થિતિની સમીક્ષા કરવા આવવાની છે, ત્યારે બીજી બાજુ લિંબાયતમાં આવેલા સંજયનગર વિસ્તારમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા કલ્સ્ટર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેથી લિબંયાતના સંજયનગરમાં આવેલા 3616 ઘરાં રહેતા 17580 લોકો હોમ ક્વૉરન્ટીન જાહેર કરવામાં આવ્યાં છે

આજે કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ

- અખ્તર મન્સૂરી (ઉ.વ.આ.41) ફૂલવાડી ભરીમાતા,સુલેમાન મસ્જિદ પાસે કતારગામ
- સાવિત્રિ મહેશ ત્રિવેદી(ઉ.વ.આ.28) એસએમસી ક્વોટર્સ સરસ્વતી સ્કૂલની સામે હનીપાર્ક રોડ
- સુશિલા કમલેશ રાણા (ઉ.વ.આ.50) ટેનામેન્ટ ઉમરવાડા,લિંબાયત
- કિશોર બાબુ રાઠોડ (ઉ.વ.આ.35) એમસએમસી ક્વોટર્સ,સરસ્વતી સ્કૂલની સામે હનિપાર્ક રોડ
- રમાબેન પાનસેરિયા(ઉ.વ.આ.58) દિવ્ય વસુધારા સોસાયટી વરાછા
- પુરૂષોતમ અરજણભાઈ લીંબાચીયા (ઉ.વ.આ. 50)સત્યમશિવમ સુંદરમ એપાર્ટમેન્ટ એકે રોડ
- જીતેન્દ્રભાઈ સી ગૌડ (ઉ.વ.આ.46) દયાળજી પાર્ક સોસાયટી ગોપાલનગર પાછળ પરવત પાટીયા
- નારાયણ દત શિવમૂર્તિ તિવારી (ઉ.વ.આ.34)આનંદનગર ઝૂપડપટ્ટી,સહારા દરવાજા
- સંતોષરામ સુંદર ગુપ્તા (ઉ.વ.આ.32)આનંદનગર ઝૂપડપટ્ટી,સહારા દરવાજા
- વેદ પ્રકાશ સિંગ(ઉ.વ.આ.26) એસ જે ચેમ્બર્સ,ઉમરવાડા લિંબાયત
- અમલેશ શાહ (ઉ.વ.આ.31)એસ જે ચેમ્બર્સ ઉમરવાડા લિંબાયત
- વિનોદ યાદવ (ઉ.વ.આ.24) મફતનગર ઝૂપડપટ્ટી સહારા દરવાજા
- અવદેશ માધવરાજ તિવારી (ઉ.વ.આ.32) આનંદનગર ઝુપડપટ્ટી
- ક્રિષ્ણકાંત શ્રોફ (ઉ.વ.આ.45)ગાયત્રીનગર આસપાસ કડોદરા
- કમલાબેન શિવાજી વાનખેડે (ઉ.વ.આ.55) પદ્માનગર,નવી કોલોની રીંગરોડ
- કુલદેવ વર્મા (ઉ.વ.આ.50) પેશવેર કૃપા સોસાયટી,પરવત ગામ
- રાજેશ ચોરસિયા (ઉ.વ.આ.42) ન્યૂ સુભી એપાર્ટમેન્ટ,બોમ્બે માર્કેટ
- દિપક દગડું મહાજન (ઉ.વ.આ.35) દાતુરનગર નિલગિરી

કેવી રીતે કોરોનાની જાળમાં ફસાયા?

સુરતના અડાજણ હનીપાર્ક સ્થિત SMC અવાસમાંથી પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. SMC ટેનામેન્ટમાંથી બે પોઝિટિવ કેસ નોંધાયા છે. 32 વર્ષીય કેશવભાઈ રાઠોડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જયારે 28 વર્ષીય સાવિત્રી ત્રિવેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેશવના સંક્રમણમાં આવતા મહિલાને ચેપ લાગ્યો હતો. યુવક લોકડાઉનમાં માવા ગુટખાનો ગેરકાયદે વેપાર કરતો હતો. પાલિકા તંત્રએ 10 ટેનામેન્ટના 320 ઘરોને કર્યા માસ ક્વૉરન્ટીન કર્યા છે. જેથી 1280 લોકોને માસ ક્વૉરન્ટીન કરાયા છે. યુવક માવા ગુટખાનો વેપાર કરતા અનેક લોકો સંક્રમિત થયા હોવાની શંકા સેવવામાં આવી રહી છે.

આ સાથે સુરત પુણા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર વિજય પાનસેરીયાની માતા રમાબેનનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. જેથી કોર્પોરેટર વિજયભાઈ પાનસેરીયા હોમ ક્વૉરન્ટીન થયા છે જોકે આ કોર્પોરેટર સેવા માટે નીકળતા હોવાને લઇને પોતાને લાગેલ ચેપ માતાને આપીયા હોવાનું અનુમાન લગાવામાં આવી રહીયુ છે. મહત્વપૂર્ણ છે કે, થોડા દિવસ અગાઉ કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળાના ભત્રિજાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા 53 વર્ષીય સવિતાબેન વિજયકુમાર નાગરને 21મીના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ડાયાબિટીસ અને હાયપર ટેન્શનની તકલીફ હતી. તેમનું સારવાર દરમિયાન વહેલી સવારે મોત નીપજ્યું હતું. સુરતના આઇટી વિભાગની કચેરીમાં કામ કરતા વિજય વીરેન્દ્ર પ્રસાદ નામના કર્મચારીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. વિજય 31મી માર્ચ સુધી નોકરીએ ગયા હતા.વિજય ટેક્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે અને પાલનપૂર પાટિયા વિસ્તારમાં રહે છે.
Published by:News18 Gujarati
First published:April 24, 2020, 21:22 pm

ટૉપ ન્યૂઝ