સુરતમાં વકર્યો corona: આજે બપોર સુધી વધુ 160 લોકો સંક્રમિત, આ વિસ્તારોમાં ચિંતા વધી


Updated: September 23, 2020, 3:36 PM IST
સુરતમાં વકર્યો corona: આજે બપોર સુધી વધુ 160 લોકો સંક્રમિત, આ વિસ્તારોમાં ચિંતા વધી
પ્રતિકાત્મક તસવીર

કોરોનાને કારણે એકનું મોત થતાં કુલ મૃતાંક 902 થયો છે. કોરોનાને મ્હાત આપી અત્યાર સુધીમાં 23,415 લોકો ઘરે પરત ફર્યા છે.

  • Share this:
સુરતઃ સુરત શહેરમાં કોરોના વાયરસના (coronavirus) હાહાકાર વચ્ચે બુધવારે બપોર સુધી 160 કેસ નોધાયા છે. આ સાથે શહેર - જીલ્લામાં કુલ પોઝિટિવની (corona positive case) સંખ્યા 26,980 પર પહોચી છે. કોરોનાને કારણે એકનું મોત થતાં કુલ મૃતાંક (covid-19 death toll) 902 થયો છે. કોરોનાને મ્હાત આપી અત્યાર સુધીમાં 23,415 લોકો ઘરે પરત ફર્યા છે.

સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી ઉછાળો નોધાયો છે. તંત્ર દ્વારા કોરોના વાયરસના કેસો કંઇ રીતે ઓછા થાય તે માટે તમામ તકેદારીના પગલા લેવાયા હોવા છતાં કેસોમાં વધારો નોધાતા તંત્રમાં પણ ચિંતા દેખાઇ રહી છે. ખાસ કરીને શહેરના કતારગામ, અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે માટે પાલિકાએ ફરીથી એકશનમાં આવી અનેક પગલાઓ લેવા માંડ્યા છે.

તે દરમ્યાન બુધવારે બપોર સુધી સુરત શહેરમાં 85 કેસ નોધાયા છે. આ સાથે શહેરમાં 20,169 કેસો નોધાઇ ચુક્યા છે. જયારે જીલ્લામાં કેસોની સંખ્યામાં વધારો નોîધાતા જીલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે. બપોર સુધી અધધ 75 કેસ નોધાયા છે.

આ પણ વાંચોઃ-10 વર્ષ પહેલા મૃત્યુ પામેલી મહિલાથી પોલીસને લાગે છે ડર, વાંચો ફિલ્મી સ્ટોરી જેવી ઘટના

આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝિટિવ આંક 6,811 કેસો નોધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ આંક 26,980 પર પહોચ્યો છે. જયારે એકનું મોત નિપજતા અત્યાર સુધી 902ના મોત નિપજયા છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્ના છે. અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી 23,415 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

આ પણ વાંચોઃ-સુરતઃ 'તમે કઈ રીતે મોપેડ લઈ જાઓ છો, હું પણ જોઉં છું', દંપતીને ટ્રાફિક પોલીસે સાથે કરી ઝપાઝપી, થઈ ધરપકડઆ પણ વાંચોઃ-ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ બનાવી નીડલ વગરની કોરોના વેક્સીન, થશે વધારે અસરદાર

આમ રીકવરી રેટ લગભગ 88થી 89 ટકા થયો છે. નવા નોધાયેલા કેસોમાં સરકારી કર્મચારીઓ, કાપડના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા કર્મચારીઓ , રત્નકલાકાર તેમજ અન્ય ધંધાદારીઓ સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

હાલ વિવિધ હોસ્પિટલોમાં 818 એકટીવ છે. જયારે સિવિલમાં 138 અને સ્મિમેરમાં 116 દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત સુરત શહેરમાં પાલિકાએ કોરોન્ટાઇન ફેસીલીટીની વ્યવસ્થા ઉભી કરી છે. જેમા 38,648 લોકો કોરોન્ટાઇન હેઠળ છે. જયારે પાલિકા દ્વારા એસ.ઓ.પી.નું પાલન ન કરનારા 45 હજાર જેટલા વ્યકિતઓ પાસેથી હમણાં સુધી 1.97 કરોડની રકમ દંડ સ્વરૂપે વસૂલ કરી છે.
Published by: ankit patel
First published: September 23, 2020, 3:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading