હમ નહીં સુધરેંગે! કોવિડ-19ની ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ સુરતીઓ પાસેથી 58 લાખનો દંડ વસૂલાયો


Updated: May 30, 2020, 11:05 PM IST
હમ નહીં સુધરેંગે! કોવિડ-19ની ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ સુરતીઓ પાસેથી 58 લાખનો દંડ વસૂલાયો
પ્રતિકાત્મક તસવીર

શહેરીજનોમાં કોરોનાની ગંભીરતા હજુ 100 ટકા કેળવાઇ નથી અને પરિણામે કેસોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે.

  • Share this:
સુરતઃ સુરતની (surat) જનતા કોવિડ-19ની ગાઇડલાઇનનો (Guideline of Covid-19) સખતાઇથી અમલ નથી કરતા તે સાબિત થાય છે. ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ મનપા દ્વારા અત્યાર સુધી વિવિધ લોકો, સંસ્થાઓ, દુકાનદારો પાસેથી 58 લાખથી વધુનો દંડ વસૂલ્યો છે. જાકે, મનપાનો મૂળ હેતુ ગાઇડલાઇનનો સખ્તાઇ પૂર્વક પાલન કરાવવાનો છે. મનપા કમિ. દ્વારા વારંવાર તંત્રને હેતુ દંડ વસૂલાતનો નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

મનપા તંત્ર દ્વારા સખ્તાઇ છતાં શહેરમાં માસ્ક વિના ફરતાં, સોશિયલ ડિસ્ટન્સનો અમલ ન કરતાં સંખ્યાબંધ લોકો રોજ ઝડપાઇ છે. શહેરીજનોમાં કોરોનાની ગંભીરતા હજુ 100 ટકા કેળવાઇ નથી અને પરિણામે કેસોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે.

સોશિયલ ડિસ્ટન્સની જાળવણી ન કરવા બદલ અત્યાર સુધી 3744 કરતા વધુ લોકો પાસેથી 20 લાખ રૂપિયાથી વધુ દંડ વસૂલાયો છે જ્યારે અત્યાર સુધી 4700 જેટલા વ્યક્તિઓ માસ્ક વગર ઝડપાયા છે. પ્રવર્તમાન સ્થિતિમાં માસ્ક પહેરવું સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આમ છતાં શહેરમાં માસ્ક વગર ફરતાં લોકો પાસેથી અત્યાર સુધી મનપાએ શિક્ષાત્મક કાર્યવાહી પેટે 17.75 લાખïથી વધુïની પેનલ્ટી વસૂલી છે.

જ્યારે વિવિધ દુકાનો, મોલ, શાકભાજીની દુકાન-લારી, મેડિકલ સ્ટોર, ડેરી વગેરે પર સેનેટાઇઝરનો ઉપયોગ ન કરવા બદલ 550થી વધુ સંસ્થાïઓ પાસે અઢી લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારાયો છે. જ્યારે જાહેરમાં થૂંકવા બદલ 1 હજારથી વધુ લોકો પાસે 5.25 લાખ તથા વધુ પેનલ્ટી વસૂલવામાં આવી છે. અત્યાર સુધી કોવિડ-19ની ગાઇડલાઇનનો ભંગ કરનાર લોકો, દુકાનદારો પાસેથી 58 લાખ રૂપિયાથી વધુની પેનલ્ટી તંત્રએ વસૂલી છે.

ઉલ્લેખનીય છેકે  છેલ્લાં 3 દિવસમાં શહેરમાં 150થી વધુ પોઝિટિવ કેસો નોંધાતા કુલ સંખ્યા 1500ને પાર થઇ ગઇ છે . જે ખરે ખર ચિંતાનો વીષય છે અને આવનારા લોકડાઉન 5માં વધુ છુટછાટને કારણે આ કેસો સતત વધશે તેવી પણ ધારણા થઇ રહી છે.
First published: May 30, 2020, 10:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading