Home /News /south-gujarat /સુરત: દેશી તમંચા બનાવવાનું કારખાનું ઝડપાયું, બજારમાં કેટલા તમંચા ફરતા કર્યા? પોલીસ દોડતી થઈ

સુરત: દેશી તમંચા બનાવવાનું કારખાનું ઝડપાયું, બજારમાં કેટલા તમંચા ફરતા કર્યા? પોલીસ દોડતી થઈ

ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના બલદિરાજ તાલુકાના પંડરે ગામનો રહેવાસી, હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતો આરોપી ઝડપાયો

ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના બલદિરાજ તાલુકાના પંડરે ગામનો રહેવાસી, હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતો આરોપી ઝડપાયો

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચલતા દેશી તમંચો બનાવવાના કારખાનામાં દરોડા પાડયા હતા. દરોડામા પોલીસને તમંચો બનાવવા માટે વપરાતા સાધનો મળી આવ્યા હતા. પોલીસે એક તમંચા સાથે એક આરોપીની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાંડેસરા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના બલદિરાજ તાલુકાના પંડરે ગામનો રહેવાસી, હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલ કૈલાશનગર બીઆરટીએસ બસસ્ટેન્ડ નજીક અપેક્ષાનગર સોસાયટીમાં સંજય બિહારીના મકાનના પ્લોટ નંબર 215માં રહેતો 32 વર્ષિય મનોજ લક્ષ્મીપ્રસાદ યાદવ ઘરે જ ગેરકાયદેસર દેશી હાથબનાવટના તમંચા બનાવવાનું કારખાનું ચલાવી દેશી હાથબનાવટનો તમંચો વેચતો પણ હતો.

રવિવારે બાતમીના આધારે પીસીબીના અ.હે.કો સહદેવભાઈ વરવાભાઈ તથા અ.હે.કો યોગેશભાઈ કસારાભાઈએ મનોજના ઘરે રેડ પાડીને દેશી હાથ બનાવટનો તમંચો, એક જીવતું કાર્તિજ તથા દેશી હાથબનાવટના તમંચો બનાવવાના સાધનો મળી કુલ 15,190નો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો.

પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછતાછ દરમિયાન મનોજે જણાવ્યું હતું કે, તેણે દેશી હાથબનાવટના તમંચો બનાવવાના સાધનો પાંડેસરા વિસ્તારમાં રહેતો રાજમણી વિશ્વકર્મા (મૂળ.જોનપુર,યુપી) આપ્યા હતા. હાલ રાજમણી વિશ્વકર્મા ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ આર્મ્સ એકટનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે, રાજમણી આ સાધનો કયાંથી લાવતો હતો અને મનોજે અત્યાર સુધી કેટલા તમંચા બનાવીને બજારમાં વહેચ્યા છે. તેમજ અન્ય કેટલા લોકો આ કામગીરીમાં સંડોવાયેલા છે તે પણ તપાસનો વિષય છે.
First published: